SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ અધ્યાત્મમતપરીક્ષા અવતરણિકાર્ય :- કેવલીને ક્ષાયિક સુખ પ્રસિદ્ધ છે અને તેની સાથે=ક્ષાયિક સુખની સાથે, ક્ષુધાતૃષાદિરૂપ દુ:ખ રહે નહિ. આથી કરીને જ ત્યાં=કેવલીમાં, પારિભાષિક દોષત્વ છે, એ પ્રકારના અભિપ્રાયથી શંકા કરતાં કહે છે ગાથા अह जड़ जिणस्स खइअं सुक्खं दुक्खं विरुज्झए तेणं । तो सामण्णाभावे विसेससत्ता कहं जुत्ता? ॥ ७५ ॥ (अथ यदि जिनस्य क्षायिकं सौख्यं दुःखं विरुध्यते तेन । तत्सामान्याभावे विशेषसत्ता कथं युक्ता ? ॥७५॥) ગાથા - ૭૫-૭૬ - ગાથાર્થ :- જો જિનને ક્ષાયિક સુખ હોય તો તેની સાથેસુખની સાથે, દુઃખ વિરોધી થાય તે કારણથી સામાન્યના અભાવમાં=દુઃખસામાન્યના અભાવમાં, વિશેષ સત્તા=શ્રુધાદિરૂપ દુઃખવિશેષની સત્તા, કેવી રીતે સંભવે? અર્થાત્ ન સંભવે. ટીકા :- ‘ક્ષાવિપુલજ્ઞાનિનાં ત્તિ વનિનાં દુઃવસામાન્યમેવ ન મવતિ, તસ્તર તદ્વિશેષમૂતે ભુપૃષ્ણે? न हि वृक्षसामान्याभाववति प्रदेशे शिंशपासंभव' इति परप्रत्यवस्थानम् ॥७५॥ ટીકાર્ય :-‘ ક્ષાચિહ્ન’ક્ષાયિક સુખવાળા કેવલીઓને દુઃખસામાન્ય જ નથી, તો પછી તદ્વિશેષભૂત=દુઃખવિશેષભૂત, સુધાતૃષા ક્યાંથી હોય? ‘ન દિ’ જે કારણથી વૃક્ષસામાન્યના અભાવવાળા પ્રદેશમાં શિશપાનો સંભવ નથી, એ પ્રમાણે પરપ્રત્યવસ્થાન છે=પૂર્વપક્ષીનું કહેવું છે. II૭૫ અવતરણિકા :- તંત્ર વાધમાહ અવતરણિકાર્ય :- ત્યાં=પૂર્વપક્ષીના પ્રત્યવસ્થાનમાં, ગ્રંથકાર બાધક કહે છે ગાથા : - तो वेअणिज्जकम्मं उदयप्पत्तं कहं हवे तस्स ? । ण य सो पदेसउदयो समयम्मि विवागभणणा ॥ ७६ ॥ ( तद्वेदनीयं कर्म उदयप्राप्तं कथं भवेत्तस्य ? न च स प्रदेशोदयः समये विपाकभणनात् ॥७६॥ ) ગાથાર્થ :- તે કારણથી=કેવલીને ક્ષુધાતૃષાનો અભાવ પૂર્વપક્ષી કહે છે તે કારણથી, ઉદયપ્રાપ્ત વેદનીયકર્મ તેને=કેવલીને, કેવી રીતે હોઈ શકે? અર્થાત્ ન હોઇ શકે અને શાસ્ત્રમાં વિપાકનું=વિપાકોદયનું, કથન હોવાથી સ:=ઉદયપ્રાપ્ત વેદનીયકર્મ, પ્રદેશોદય નથી. asi :- न खलु केवलिनां क्षायिकं सुखं संभवति, उदयप्राप्तेन वेदनीयकर्मणा तद्विरोधात्, क्षायिकं सुखं हि वेदनीयकर्मक्षयजन्यं, न च तदुदये तत्क्षयः संभवतीति भावः ।
SR No.005702
Book TitleAdhyatmamatpariksha Shabdasha Vivechan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2001
Total Pages246
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy