SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ સ્ત્રાવનો આહાર, કૂવામાંથી બહાર નીકળવું - પ્રસવકાળ અને ધાત્રી દ્વારા પરિચર્યા - દેહની પુષ્ટિ કરવાવાળા કર્મવિપાકની પ્રાપ્તિનું પ્રતીક છે.” જબૂમારે પ્રભવને પ્રશ્ન કર્યો: “બોલ પ્રભવ ! જો એ રાણી લલિતાંગને પુનઃ પોતાને ત્યાં આવવાનું નિમંત્રણ આપે, તો શું એ રાણીના નિમંત્રણનો સ્વીકાર કરશે ?” પ્રભવે દઢતાપૂર્વક ઉત્તર આપ્યો : “નહિ, ક્યારેય નહિ. આટલું ઘર નારકીય કષ્ટ ભોગવ્યા પછી એ ક્યારેય તે તરફ મોઢું નહિ કરશે.” જબૂકુમારે કહ્યું : “પ્રભવ ! તે કદાચ અજ્ઞાનવશ થઈ, વિષયભોગો પ્રત્યે પ્રગાઢાસક્તિના કારણે પુનઃ રાણીના નિમંત્રણ પર જઈ શકે છે, પરંતુ મેં બંધ અને મોક્ષના સ્વરૂપને સુચારુ (સમીચીન)રૂપે સમજી લીધું છે. અતઃ હું કોઈ પણ દશામાં જન્મ-મરણની મૂળ અને ભવભ્રમણમાં ફસાવનારી રાગદ્વેષની પરંપરાનો સ્વીકાર નહિ કરું.” એના પર પ્રભવે કહ્યું : “સૌમ્ય ! તમે જે કંઈ પણ કહ્યું છે, તે યથાર્થ છે, પરંતુ મારું એક નિવેદન છે, તે સાંભળો. લોકધર્મનું નિર્વહન કરતા પતિએ પોતાની પત્નીઓનું ભરણ-પોષણ અને પરિતોષ કરવો જોઈએ. આ પ્રત્યેક પતિનું નૈતિક દાયિત્વ છે. તે પ્રમાણે આ નવવધૂઓની સાથે કેટલાંક વર્ષો સુધી સાંસારિક સુખોપભોગ કર્યા પછી જ તમારું પ્રવ્રજિત થવું વસ્તુતઃ શોભાસ્પદ રહેશે.” (અઢાર પ્રકારના સંબંધ ) જબૂકુમારે સહજ શાંત સ્વરમાં કહ્યું: “પ્રભવ! સંસારમાં એવો કોઈ નિશ્ચિત નિયમ નથી કે જે આ ભવમાં પત્ની અથવા માતા છે, તે આગામી ભવમાં પણ પત્ની અથવા માતા જ હોય. વાસ્તવિકતા એ છે કે જે આ ભવમાં માતા છે, તે ભવાન્તરમાં બહેન, પત્ની અથવા પુત્રી પણ હોઈ શકે છે. એની અતિરિક્ત આ પ્રકારનો વિરોધાભાસ (વિપર્યાસ) પણ હોય છે કે પતિ પુત્રના રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે, પિતા ભાઈના રૂપમાં અથવા અન્ય કોઈ પણ રૂપમાં ઉત્પન્ન થઈ શકે છે. પોતાનાં કૃતકમ (કરેલાં કમો) અનુસાર જીવ જન્માંતરોમાં સ્ત્રી, પુરુષ અથવા નપુસંક રૂપમાં ઉત્પન્ન થતો રહે છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૨) 9999696969696999૭ ૧૦૦ |
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy