SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ સંબંધના વિષયમાં સૂચના મળી, તો તરત જ રાણીના મહેલમાં વસ્તુસ્થિતિનો તાગ મેળવવા માટે શોધખોળ ચાલુ કરાવી દીધી. ચતુર દાસીને તત્કાળ જ એની સૂચના મળી ગઈ અને એણે પોતાની તથા પોતાની સ્વામિનીના પ્રાણોની રક્ષા નિમિત્ત લલિતાંગને અમેધ્યકૂપ(ગંદુ પાણી નાખવાનો કૂવો)માં ધકેલી દીધો. નિતાન્ત અપવિત્ર અને દુર્ગંધપૂર્ણ એ કૂવામાં પોતાની જાતને બંધ જાણી લલિતાંગ પોતાની દુર્બુદ્ધિ અને અજ્ઞાનતા ઉપર અહર્નિશ પશ્ચાત્તાપ કરતા-કરતા વિચારવા લાગ્યો - ‘હે પ્રભો ! હવે જો એક વખત પણ કોઈ ને કોઈ રીતે આ અશુચિ-સ્થાનથી બહાર નીકળી જાઉં તો આ ભયંકર દુ:ખદ પરિણામવાળા કામ-ભોગનો સદા હંમેશને માટે પરિત્યાગ કરી દઈશ.' લલિતાંગ ઉપર દયા કરીને એ દાસી પ્રત્યેક દિવસે પ્રચુરમાત્રામાં એ કૂવામાં એંઠવાડો નાખતી અને વણિકપુત્ર લલિતાંગ એ એંઠવાડ અને દુર્ગંધપૂર્ણ ગંદા પાણીથી પોતાની ભૂખ અને તરસ શાંત કરતો. અંતતોગત્વા (આખરે) વર્ષાઋતુ આવી અને વર્ષાના કારણે એ કૂવો પાણીથી ભરાઈ ગયો. સફાઈકામ કરવાવાળા કર્મચારીઓએ ગંદી ખાડીથી જોડાયેલી એ કૂવાની ગટરને ખોલી. મોરી(ગટર)ને ખોલતાં જ પાણીના ઝડપી વહેણની સાથે લલિતાંગ ગંદી ખાડીમાં ઘસડાઈને દૂર, ખાડીના એક કિનારે જઈ પડ્યો. લલિતાંગ લાંબા સમય સુધી ગંદા અને બંધ કૂવામાં રહ્યો હતો, અતઃ બહારની હવા લાગતાં જ તે બેભાન થઈ ગયો. એને ગંદી ખાડીના એક કિનારે મૂચ્છિતાવસ્થામાં પડેલો જોઈ ઘણા બધા નાગરિકો ત્યાં એકત્રિત થઈ ગયા. લલિતાંગની માતા પણ સૂચ્છિત યુવકની વાત સાંભળી ત્યાં પહોંચી અને ઘણા સમયથી ખોવાયેલા પોતાના લલિતાંગને ઓળખીને એને પોતાના ઘરે લઈ આવી. દીર્ઘકાળના ઉપચારો પછી લલિતાંગ મહામુસીબતે સ્વસ્થ થયો.’ લલિતાંગના ઉપર્યુક્ત દૃષ્ટાંતનો ઉપસંહાર આપતા જમ્બૂકુમારે કહ્યું : “પ્રભવ ! આ દૃષ્ટાંતમાં વર્ણિત લલિતાંગની સમાન સંસારીજીવ છે. રાણીના દર્શનની સમાન મનુષ્યજન્મ છે. દાસીનો ઉપમેય ઇચ્છા, અંતઃપુર-પ્રવેશ વિષય-પ્રાપ્તિ, દુર્ગન્ધપૂર્ણ કૂપમાં પ્રવેશ - ગર્ભવાસનો દ્યોતક, ઉચ્છિષ્ટ ભોજન - માતા દ્વારા ખાઈને પચાવેલું અન્ન તથા જળના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૨) ૧૦૬ |૭
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy