SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ એવી દશામાં એક સમયે જે માતા, બહેન અથવા પુત્રી હતી, એની સાથે પત્ની જેવો વ્યવહાર કરતા-કરતા પરિપોષણ થઈ શકે છે.” પ્રભવે કહ્યું : “મહાભાગ ! ભવાતરોનો સંબંધ તો વસ્તુતઃ દુર્વિય જ છે, આ કારણે વર્તમાનની સ્થિતિને દૃષ્ટિ સામે રાખતા પિતા, પુત્ર, પતિ, પત્ની આદિના સંબંધ સમજી અને કહી શકાય છે.” જબૂકુમારે ઉત્તરમાં કહ્યું : “આ બધો અજ્ઞાનનો દોષ છે. અજ્ઞાનને લીધે જ માનવ અકાર્યમાં કાર્યબુદ્ધિથી પ્રવૃત્ત થાય છે. અથવા કાર્યાકાર્યને સમજવા છતાં પણ ભોગલોલુપતા અને ધનસંપત્તિના સુખથી વિમોહિત થઈ ન કરવા જેવાં દુષ્કાર્યમાં પ્રવૃત્ત તથા સંલગ્ન થતો રહે છે.” જબૂકુમારે પોતાની વાતને ચાલુ રાખતા કહાં : “પ્રભવ ! ભવાન્તરની વાત છોડ. એક જ ભવમાં કોઈ રીતે કેટલાયે પ્રકારના સંબંધ થઈ જાય છે અને અજ્ઞાનવશ કેટલી અનર્થપૂર્ણ ઘટનાઓ ઘટિત થઈ જાય છે, એનો વૃત્તાંત હું તને સંભળાવું છું.” (કુબેરદત્ત અને કુબેરદત્તાનું આખ્યાન) * કોઈ એક સમયે મથુરા નગરમાં કુબેરસેના નામની એક ગણિકા રહેતી હતી. જ્યારે તે પહેલી વખત ગર્ભવતી થઈ, તો એના પેટમાં ઘણો દુઃખાવો રહેવા લાગ્યો. જ્યારે તેણે વૈદ્યને બતાવ્યું, તો એ અનુભવી વેવે કહ્યું : “એના ગર્ભમાં બે બાળકો છે, એના કારણે એને વધુ પીડા થઈ રહી છે. એને બીજો કોઈ રોગ નથી.” કુબેરસેનાની માતાએ પોતાની પુત્રીને ઘણું સમજાવ્યું કે - “તે ગર્ભસ્ત્રાવની કોઈ સારી ઔષધિ લઈને આ પીડાથી છુટકારો મેળવી લે.” પરંતુ કુબેરસેનાએ ગર્ભપાત કરાવવાની પોતાની માતાની વાતનો સ્વીકાર ન કર્યો. સમય થતા કુબેરસેનાએ એક પુત્ર અને એક પુત્રીના યુગલને જન્મ આપ્યો. કુબેરસેનાએ પોતાના પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા રાખ્યું. એક દિવસ કુબેરસેનાની માતા એને કહેવા લાગી : “બાળકોની હાજરીમાં તારો આ ગણિકા-વ્યવસાય ઠપ થઈ જશે, અતઃ તારે આ બાળકોનો કોઈ નિર્જન સ્થાને પરિત્યાગ કરી દેવો જોઈએ.” [ ૧૦૮ 99999999999ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૨)
SR No.005686
Book TitleJain Dharmno Maulik Itihas Part 02 Kevali tatha Purvdhar Khand
Original Sutra AuthorN/A
AuthorHastimal Maharaj
PublisherSamyag Gyan Pracharak Mandal
Publication Year2012
Total Pages386
LanguageGujarat
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy