________________
બંધનકરણ
૬૭
તે આ પ્રમાણે–પહેલા રસસ્થાનથી બીજા રસસ્થાનમાં અનંતમા ભાગે અધિક સ્પર્ધકો હોય છે. એટલે કે પહેલા રસસ્થાનમાં જેટલા સ્પદ્ધકો છે તેનો અનંતમો ભાગ બીજા રસસ્થાનકમાં વધારે હોય છે. તેનાથી ત્રીજા સ્થાનમાં તેનો અનંતમો ભાગ વધારે હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તર ઉત્તર સ્થાનમાં અનંતભાગ અધિક સ્પદ્ધકો અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલા આકાશપ્રદેશપ્રમાણ રસસ્થાનકોમાં થાય છે. તેઓના સમૂહને એક કંડક કહે છે. આ પ્રમાણે કંડકનું સ્વરૂપ કહ્યું.
પહેલા કંડકના છેલ્લા સ્થાનથી પછીનું જે રસસ્થાન આવે છે તે પૂર્વના અનંતર રસસ્થાનથી અસંખ્યભાગ અધિક સ્પર્ધ્વકવાળું છે. એટલે કે તેની અંદર પૂર્વના સ્થાનમાં જેટલા સ્પર્ધકો હોય છે તેનો અસંખ્યાતમો ભાગ અધિક સ્પર્ધકો હોય છે. તેની પછીનાં એક કંડક જેટલાં સ્થાનો પૂર્વ પૂર્વ કરતાં અનંતમો ભાગ અધિક અધિક સ્પર્ધ્વકવાળાં થાય છે. ત્યારપછીનું જે રસસ્થાન આવે છે તે પૂર્વથી અસંખ્યાતમા ભાગ અધિક સ્પર્ધ્વકવાળું થાય છે. વળી ત્યારપછીનાં એક કંડક જેટલાં સ્થાનો પૂર્વ પૂર્વથી અનંતભાગ અધિક સ્પર્ધ્વકવાળાં થાય છે. ત્યારપછી જે રસસ્થાન આવે છે તેની અંદર પૂર્વ કરતાં અસંખ્યાતમો ભાગ અધિક સ્પર્ધકો હોય છે. આ પ્રમાણે અનંતભાગ અધિક કંડક વડે અંતરિત અસંખ્યાત ભાગાદિક સ્પર્ધ્વકવાળું કંડક પૂર્ણ થાય છે.
આ પ્રમાણે પહેલાં કહેલ જસ્થાનના ક્રમે સ્થાનોમાં સ્પર્ધ્વકની વૃદ્ધિ જાણવી. અને તે પસ્થાનનું સ્વરૂપ નામપ્રત્યય સ્પદ્ધક પ્રરૂપણા વખતે જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે સમજવાનું છે
એટલે ફરી વાર તેનું સવિસ્તર પ્રતિપાદન કર્યું નથી પરંતુ અલ્પમાત્ર કહેવાય છે. ૪૯ ... भागो गुणो य कीरइ जहोत्तरं एत्थ ठाणाणं ॥५०॥
भागो गुणश्च क्रियते यथोत्तरमत्र स्थानानाम् ॥५०॥ અર્થ—અહીં સ્થાનકોમાં અનુક્રમે ભાગ અને ગુણ કરાય છે.
ટીકાનુ–અહીં સ્થાનકમાં કેટલાંક સ્થાનોમાં ભાગ વૃદ્ધ કરાય છે અને કેટલાંક સ્થાનોમાં ગુણવૃદ્ધ કરાય છે. તે ભાગવૃદ્ધ અને ગુણવૃદ્ધ એટલે શું? તે કહે છે–ષસ્થાનમાં ત્રણ ભાગવૃદ્ધસ્થાનો છે, તે આ પ્રમાણે–૧. અનંતભાગવૃદ્ધ, ૨. અસંખ્યયભાગવૃદ્ધ, ૩. સંયભાગવૃદ્ધ. ત્રણ ગુણવૃદ્ધસ્થાનો છે, તે આ પ્રમાણે–૧. સંખ્યયગુણવૃદ્ધ, ૨. અસંખ્યયગુણવૃદ્ધ ૩. અનંતગુણવૃદ્ધ.
તેની અંદર પ્રથમ અનંતભાગવૃદ્ધ એટલે શું ? તે કહે છે–પહેલા રસસ્થાનમાં જેટલા સ્પર્ધકો છે તેને સર્વજીવ જે અનંતે છે તે અનંતે ભાગતાં જેટલાં આવે તેટલા સ્પર્ધ્વક વડે અધિક બીજું રસસ્થાન છે. વળી તેને સર્વજીવ જે અનંતે છે તે વડે ભાગતાં જેટલા સ્પદ્ધકો આવે તેટલા સ્પદ્ધકથી અધિક ત્રીજું રસસ્થાન છે. આ પ્રમાણે જે જે સ્થાન અનંતભાગ અધિક આવે તે તે સ્થાન પૂર્વ પૂર્વના સ્થાનની સ્પર્ધ્વકની સંખ્યાને સર્વજીવ જે અનંતે છે તે અનંતે ભાગતાં જેટલા આવે છે તે અનંતમા ભાગે અધિક હોય એમ સમજવું.
હવે અસંખ્યાતભાગવૃદ્ધ એટલે શું? તે કહે છે–પૂર્વ પૂર્વના અનુભાગબંધસ્થાનની