________________
૬૬
પંચસંગ્રહ-૨
કરી
હવે સ્થાનનું નિરૂપણ કરે છે–
एयं पढमं ठाणं ।
एतत् प्रथमं स्थानम् । અર્થ–આ પહેલું સ્થાન છે.
ટીકાનુ–અભવ્યથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણ સ્પર્ધકે રસસ્થાન થાય છે. આ પહેલું રસસ્થાન છે. સરખા રસાણુવાળા પરમાણુના સમુદાયને વર્ગણા કહેવાય છે, ચડતા ચડતા રસાણુવાળી વર્ગણાના સમૂહને સ્પર્ધ્વક કહેવાય છે. અને એક કાષાયિક અધ્યવસાય વડે ગ્રહણ કરાયેલ પરમાણુઓના રસસ્પદ્ધકના સમૂહના પ્રમાણને રસસ્થાન કહેવાય છે. તેની અંદર વિવક્ષિત સમયે ગ્રહણ કરાયેલી વર્ગણાઓના રસનો વિચાર હોય છે. આ પ્રમાણે સ્થાનનું સ્વરૂપ કહ્યું.
હવે કંડક પ્રરૂપણા અને જસ્થાનક પ્રરૂપણાને ભલામણ દ્વારા કરવા ઈચ્છતાં સ્થાનોની સંખ્યા વગેરે કહે છે
एवमसंखेज्जलोगठाणाणं । समवग्गणाणि फड्डाणि तेसिं तुल्लाणि विवराणि ॥४९॥ ठाणाणं परिबुड्ढि छट्ठाणकमेण तं गयं पुदि ।
વસંધ્યેયા નો: સ્થાનાનામ્ · समवर्गणानि स्पर्द्धकानि तेषां तुल्यानि विवराणि ॥४९॥
स्थानानां परिवृद्धिः षट्स्थानक्रमेण तद्गतं पूर्वम् । અર્થ–આ પ્રમાણે અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ સ્થાનકો થાય છે. સમાન વર્ગણાવાળા સ્પર્ધકો છે. અંતર પણ તેઓમાં તુલ્ય છે. સ્થાનકોમાં રૂદ્ધકની વૃદ્ધિ છ સ્થાનના ક્રમે થાય છે અને તે પહેલાં પ્રતિપાદન કરેલ છે.
ટીકાનુ–આ પ્રમાણે અસંખ્યાત લોકાકાશ પ્રદેશપ્રમાણ રસસ્થાનકો થાય છે. આ દરેક સ્થાનકોમાં અભવ્યથી અનંતગુણ અને સિદ્ધોના અનંતમા ભાગ પ્રમાણ સ્પષ્ડકો હોય છે. એક બીજા સ્પદ્ધક વચ્ચે અંતર સર્વ જીવથી અનંતગુણ રસાણનું છે. એટલે કે પહેલા સ્પદ્ધકની છેલ્લી વર્ગણાના કોઈપણ પરમાણુમાં સર્વ જીવથી અનંતગુણ રસાણ ઉમેરતાં જેટલા રસાણ થાય તેટલા રસાણુ બીજા પદ્ધકની પહેલી વર્ગણાના કોઈપણ પરમાણમાં હોય છે. આ પ્રમાણે બીજા સ્પર્દકની છેલ્લી અને ત્રીજા સ્પર્તકની પહેલી વર્ગણામાં જાણવું. સર્વ સ્પર્ધ્વકમાં પણ એ જ પ્રમાણે સમજવું.
સર્વ રસસ્થાનોમાં જો કે અભવ્યથી અનંતગુણ સ્પદ્ધકો હોય છે છતાં દરેક સ્થાનમાં સમાન નથી હોતા પરંતુ પૂર્વ પૂર્વ સ્થાનથી ઉત્તર ઉત્તર સ્થાનમાં ષસ્થાનકના ક્રમે વૃદ્ધિ થાય છે.