________________
૬૮
પંચસંગ્રહ-૨ સ્પદ્ધક સંખ્યાને અસંખ્ય લોકાકાશના જેટલા આકાશ પ્રદેશો થાય તે વડે ભાગતાં જે આવે તે અસંખ્યાતમો ભાગ અહીં લેવાનો છે. તે અસંખ્યાતમા ભાગ અધિક રૂદ્ધકોવાળાં જે સ્થાનકો થાય છે તે અસંખ્યયભાગવૃદ્ધ કહેવાય છે. એટલે કે જે સ્થાન અસંખ્ય ભાગવૃદ્ધ સ્પર્ધ્વકવાળું હોય છે તેમાં તેની પૂર્વના સ્થાનકમાં જેટલા સ્પદ્ધકો હોય તેને અસંખ્યલોકાકાશ પ્રદેશરાશિ વડે ભાગતાં જેટલા આવે તેટલા સ્પદ્ધકો વધારે હોય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં અસંખ્યભાગવૃદ્ધ આવે ત્યાં ત્યાં તેની પૂર્વ પૂર્વના સ્થાનના સ્પદ્ધકોને અસંખ્ય લોકાકાશના પ્રદેશો વડે ભાગતાં જે આવે તે વડે અધિક છે એમ સમજવું.
સંખ્યયભાગ અધિક એટલે શું? તે કહે છે–પૂર્વ પૂર્વના અનુભાગ બંધના સ્થાનકના સ્પદ્ધકોને ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ભાગતાં જે આવે તે સંખ્યાતમો ભાગ અહીં ગ્રહણ કરવો. તે સંખ્યામાં ભાગ અધિક સ્પર્ધ્વકવાળાં જે રસસ્થાનકો હોય તે સંખ્યયભાગવૃદ્ધ કહેવાય છે. એટલે કે જે સ્થાન સંખ્યયભાગવૃદ્ધ સ્પર્ધકવાળું હોય છે તેમાં તેની પૂર્વના સ્થાનમાં જેટલાં સ્પદ્ધકો હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ભાગતાં જેટલાં આવે તેટલાં રૂદ્ધકો વધારે હોય છે. આ પ્રમાણે જ્યાં
જ્યાં સંખ્યયભાગવૃદ્ધ થાય ત્યાં ત્યાં તેની પૂર્વના સ્થાનનો સ્પર્ખકોને ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ભાગતાં જેટલા આવે તેટલા વડે અધિક છે એમ સમજવું.
સંખ્યયગુણવૃદ્ધ એટલે શું ? તે કહે છે–સંખ્યયગુણવૃદ્ધ એટલે પૂર્વના રસબંધના સ્થાનકનાં સ્પદ્ધકોને ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ગુણવાં, ગુણતાં જે રાશિ થાય એટલા જાણવા. એટલે કે જે સ્થાન સંખ્યયગુણ વૃદ્ધ સ્પર્ધ્વકવાળું હોય તેમાં તેની પૂર્વના સ્થાનમાં જેટલા સ્પદ્ધકો હોય તેને ઉત્કૃષ્ટ સંખ્યાતા વડે ગુણતાં જેટલા થાય તેટલા સ્પદ્ધકો હોય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં સંખ્યયગુણવૃદ્ધ આવે ત્યાં ત્યાં સમજવું.
અસંખ્યયગુણવૃદ્ધ એટલે પૂર્વના સ્થાનનો સ્પદ્ધકોને અસંખ્ય લોકાકાશ પ્રદેશપ્રમાણરાશિ વડે ગુણતાં જેટલા થાય છે. એટલે કે જે સ્થાન અસંખ્યગુણવૃદ્ધ થાય છે તેમાં તેની પૂર્વના સ્થાનના પદ્ધકોને અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ રાશિ વડે ગુણતાં જેટલાં આવે તેટલાં રૂદ્ધકો હોય છે. આ પ્રમાણે જ્યાં જ્યાં અસંખ્યયગુણવૃદ્ધ થાય ત્યાં ત્યાં પૂર્વ પૂર્વનાં સ્થાનનો સ્પર્હકોને અસંખ્ય લોકાકાશપ્રદેશપ્રમાણ રાશિ વડે ગુણતાં જે આવે તેટલાં સ્પર્ધકો હોય છે એમ સમજવું.
અનન્તગુણવૃદ્ધ એટલે પૂર્વના સ્થાનનો સ્પદ્ધકોને સર્વજીવ જે અનંતે છે તે વડે ગુણતાં જે આવે છે. એટલે કે જે સ્થાન અનંતગુણવૃદ્ધ થાય છે તેમાં તેની પૂર્વના સ્થાનનાં સ્પદ્ધકોને સર્વજીવો જે અનન્ત છે તે વડે ગુણતાં જેટલાં આવે તેટલાં સ્પર્ધકો હોય છે. આ પ્રમાણે જ્યાં જયાં અનન્તગુણવૃદ્ધ થાય ત્યાં ત્યાં પૂર્વ પૂર્વના સ્થાનનો સ્પર્હકોને સર્વજીવ જે અનંતે છે તે વડે ગુણતાં જે આવે તેટલાં સ્પર્ધકો હોય છે એમ સમજવું.
પ્રશ્ન–અનંતગુણવૃદ્ધ થાય પછી કોઈપણ રસસ્થાનકને સર્વજીવ જે અનંતે છે તે વડે ભાગી શકાય છે પરંતુ જ્યાં સુધી અનન્તગુણવૃદ્ધસ્થાન ન થયું હોય ત્યાં સુધી શરૂઆતથી અસંખ્યયગુણવૃદ્ધ સુધીનાં કોઈપણ સ્થાનોમાંનાં રૂદ્ધકોને સર્વજીવ જે અનંતે છે તે વડે શી રીતે ભાગી શકાય? અને ભાગી ન શકાય તો અનન્તભાગવૃદ્ધિ શી રીતે ઘટે ?