________________
બંધનકરણ
अनुभागविशेषात् मूलोत्तरप्रकृतिभेदकरणं तुं ।
तुल्यस्यापि दलस्य प्रकृतयो गौणनामानः ॥३९॥ અર્થ-કર્મસ્વરૂપે સમાન દળવાળી છતાં સ્વભાવ-વિશેષથી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના ભેદો થાય છે. દરેક પ્રકૃતિઓ અન્વર્થ નામવાળી હોય છે.
ટીકાનુ–ચાવજીવપર્યત આત્મા અધ્યવસાય વિશેષ સમયે સમયે અનંતી અનંતી કાર્મણવર્ગણાઓ ગ્રહણ કરે છે, અને ગ્રહણ સમયે જ તે જ કામણવર્ગણાના દલિકોમાં પરિણામોનુસાર જ્ઞાનાવારકત્વાદિરૂપ ભિન્ન ભિન્ન સ્વભાવો ઉત્પન્ન કરે છે. સ્વભાવભેદે વસ્તુનો ભેદ–જુદાપણું જણાય છે, જેમ ઘટ અને પટમાં. એ જ પ્રમાણે કર્મદલિકો કર્મસ્વરૂપે સમાન છતાં જ્ઞાનાવારકત્વાદિ ભિન્ન ભિન્ન સ્વભાવના ભેદ મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના પણ ભિન્ન ભિન્ન પ્રકારો થાય છે. એટલે અહીં મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના ભેદનું ઉપદર્શન કરાવવું કોઈપણ રીતે વિરુદ્ધ નથી.
તે સમયે સમયે ગ્રહણ કરાયેલી કાર્મણવર્ગણાઓમાં અધ્યવસાયાનુસાર ભિન્ન ભિન્ન સ્વભાવો આત્મા સ્વસામર્થ્યથી ઉત્પન્ન કરતો હોવાથી કર્મના મૂળ આઠ અને ઉત્તર એકસો અઠ્ઠાવન ભેદ થાય છે. અહીં અનુભાગ શબ્દ સ્વભાવ અર્થનો વાચક છે. કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં લખ્યું છે કે “અનુમત્તિ સાવો' અહીં અનુભાગનો સ્વભાવ અર્થ છે.
મૂળ અને ઉત્તર સઘળી પ્રકૃતિઓ અન્વર્થનામવાળી છે. જેમકે–જે વડે જ્ઞાનગુણ દબાય તે જ્ઞાનાવરણ, જે વડે સુખ-દુઃખનો અનુભવ થાય તે વેદનીય, જે વડે મતિજ્ઞાન દબાય તે મિતિજ્ઞાનાવરણ, જે વડે સુખનો અનુભવ થાય તે સાતવેદનીય, ઇત્યાદિ. આ પ્રમાણે સઘળી મૂળ તથા ઉત્તર કર્મપ્રકૃતિઓ સાર્થક નામવાળી છે. અને તે સઘળી પ્રકૃતિઓનાં નામોની યથાર્થતા પહેલા ભાગમાં બંધવ્યદ્વારમાં દરેક કર્મપ્રકૃતિઓનું સ્વરૂપ વર્ણવતાં સવિસ્તર બતાવેલ છે, તેથી તે દરેક પ્રકૃતિઓના અર્થનો વિચાર અહીં કરતા નથી, એટલે પ્રકૃતિઓનું સ્વરૂપ જાણવા ઇચ્છનારાએ ત્રીજા બંધવ્ય દ્વારમાંથી જોઈ લેવું. ૩૯.
અહીં બંધનકરણમાં પ્રકૃતિબંધાદિનું સ્વરૂપ વિસ્તારપૂર્વક કહેવું જોઈએ માટે તેઓનું સ્વરૂપ કહે છે—
ठिबंधु दलस्स ठिई पएसवंधो पएसगहणं जं । ताण रसो अणुभागो तस्समुदाओ पगइबंधो ॥४०॥ स्थितिबन्धो दलस्य स्थितिः प्रदेशबन्धः प्रदेशग्रहणं यत् ।
तेषां रसोऽनुभागः तत्समुदायः प्रकृतिबन्धः ॥४०॥ અર્થ સ્થિતિબંધ એટલે દલિકની સ્થિતિ, પ્રદેશોનું જે ગ્રહણ તે પ્રદેશબંધ કહેવાય છે. તેઓનો જે રસ તે અનુભાગબંધ અને તેઓના સમુદાયને પ્રકૃતિબંધ કહેવામાં આવે છે.
ટીકાનુ–સમયે સમયે અધ્યવસાય વિશેષે અનંતાનંત કાર્મણવર્ગણાઓને આત્મા પ્રહણ કરે છે અને તેઓને પાણી અને દૂધની જેમ અથવા અગ્નિ અને લોહની જેમ પોતાની સાથે જોડી