________________
૫૨
પંચસંગ્રહ-૨
અર્થ–અવિભાગ, વર્ગણા, સ્પર્ધ્વક, અંતર, અને સ્થાનાદિનું સ્વરૂપ જેમ પહેલાં કહ્યું છે તેમ જાણવું. દરેક સ્થાનની આદિ વર્ગણામાં અનંતગુણ સ્નેહાણુઓ હોય છે.
ટીકાનુ–પ્રયોગપ્રત્યયસ્પદ્ધકના વિષયમાં અવિભાગનું સ્વરૂપ, વર્ગણાનું સ્વરૂપ, સ્પદ્ધકનું સ્વરૂપ, અંતરનું સ્વરૂપ, સ્થાનનું સ્વરૂપ, આદિ શબ્દથી કંડકનું સ્વરૂપ અને ષસ્થાનકનું સ્વરૂપ નામપ્રત્યયસ્પર્ધ્વકની જેમ બરાબર સમજવાનું છે. આ રીતે આ કારોના સંબંધમાં ભલામણ કરી.
હવે દરેક સ્થાનના પહેલા સ્પદ્ધકની પહેલી વર્ગણામાં સઘળાં પુદ્ગલોમાં રહેલા સ્નેહાણુઓ કેટલા હોય તેનો વિચાર કરે છે. પહેલા સ્થાનની પહેલી વર્ગણામાં રહેલાં સઘળાં પુદ્ગલોમાંના સઘળા સ્નેહાવિભાગો અલ્પ છે, તે કરતાં બીજા સ્થાનની પહેલી વર્ગણામાં અનન્તગુણ હોય છે. તેથી ત્રીજા સ્થાનની પહેલી વર્ગણામાં અનન્તગુણ હોય છે. આ પ્રમાણે પૂર્વ પૂર્વ સ્થાનની પહેલી પહેલી વર્ગણાથી ઉત્તરોત્તર સ્થાનની પહેલી પહેલી વર્ગણામાં અનન્ત અનન્તગુણ સ્નેહાવિભાગો છેલ્લા સ્થાનક પર્યત કહેવા. ૩૭. હવે અલ્પબદુત્વ કહે છે–
तिण्हंपि फड्डगाणं जहन्नउक्कोसगा कमा ठविउं । नेयाणंतगुणाओ वग्गणा णेहफडाओ ॥३८॥ त्रयाणामपि स्पर्द्धकानां जघन्योत्कृष्टाः क्रमेण स्थापयित्वा ।
ज्ञेया अनन्तगुणा वर्गणाः स्नेहस्पर्द्धकात् ॥३८॥ અર્થ–ત્રણે સ્પર્ધકોની જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણા અનુક્રમે સ્થાપીને પહેલી સ્નેહપ્રત્યયવર્ગણાથી શેષ પછી પછીની વર્ગણાઓ અનન્તગુણ જાણવી.
ટીકાનુ–સ્નેહપ્રત્યય, નામપ્રત્યય, અને પ્રયોગપ્રત્યય એ ત્રણેની જઘન્ય અને ઉત્કૃષ્ટ વર્ગણા અનુક્રમે મૂકવી. મૂકીને પોતપોતાની પહેલી જઘન્ય વર્ગણાથી પોતપોતાની છેલ્લી ઉત્કૃષ્ટવર્ગણા અનુક્રમે અનન્તગુણ સમજવી. તે આ પ્રમાણે–સ્નેહપ્રત્યયસ્પદ્ધકની જઘન્ય વર્ગણામાં સ્નેહવિભાગો અલ્પ છે, તે કરતાં તેની ઉત્કૃષ્ટવર્ગણામાં અનંતગુણ સ્નેહાણુઓ છે, તેથી નામપ્રત્યયસ્પદ્ધકની જઘન્યવર્ગણામાં અનન્તગુણા સ્નેહવિભાગો હોય છે, તે કરતાં તેની જ ઉત્કૃષ્ટ વર્ગણામાં અનન્તગુણા સ્નેહાણુઓ હોય છે, તેથી પ્રયોગપ્રત્યયસ્પર્ધ્વકની જઘન્યવર્ગણામાં અનન્તગુણ નેહવિભાગો હોય છે, તેનાથી તેની જ ઉત્કૃષ્ટવર્ગણામાં અનંતગુણ સ્નેહાવિભાગો હોય છે. આ પ્રમાણે વિસ્તારથી સ્નેહનું સ્વરૂપ કહ્યું. ૩૮.
હવે બંધનકરણના સામર્થ્યથી બંધાતી મૂળ તથા ઉત્તરપ્રકૃતિઓનો વિભાગ બતાવવા માટે કહે છે–
अणुभागविसेसाओ मूलुत्तरपगइभेयकरणं तु । तुल्लस्सावि दलस्सा पगईओ गोणनामाओ ॥३९॥