________________
પંચસંગ્રહ-૨
૬૭૦
(જો કે દર્શનમોહનીય ત્રણમાંથી એકેનો બંધ થતો નથી, પણ જે કર્મો બંધાય છે તેનો સ્થિતિબંધ ઉપર કહ્યા પ્રમાણે થાય છે.)
અપૂર્વકરણ પૂર્ણ થયા બાદ અનિવૃત્તિકરણમાં પ્રવેશ કરે છે. પ્રવેશના પ્રથમ સમયથી જ આરંભી અપૂર્વ ગુણશ્રેણિ, અપૂર્વ સ્થિતિ અને રસનો ઘાત તથા અપૂર્વ સ્થિતિબંધ કરે છે. અપૂર્વકરણ કરતાં આ કરણમાં અનંતગુણ વિશુદ્ધ પરિણામ હોવાથી અને આ કરણમાં ત્રણે દર્શનમોહનીયનો સર્વથા નાશ થવાનો છે માટે અપૂર્વ સ્થિતિઘાતાદિ કરે છે એમ કહ્યું છે. ૩૮ ઉપર કહી તે જ હકીકત આ ગાથામાં કહે છે—
देसुवसमणनिकायणनिहत्तिरहियं च होइ दिट्ठितिगं । कमसो असण्णिचउरिंदियाइतुल्लं च ठितिसंतं ॥३९॥ देशोपशमनानिकाचनानिद्धत्तिरहितं च भवति दृष्टित्रिकम् । क्रमशः असंज्ञिचतुरिन्द्रियादितुल्यं च स्थितिसत्कर्म ॥३९॥ અર્થ—અનિવૃત્તિકરણમાં દેશોપશમના, નિકાચના, નિદ્ધત્તિ રહિત દૃષ્ટિત્રિક થાય છે. તથા વચમાં હજારો સ્થિતિઘાત થયા બાદ અનુક્રમે અસંજ્ઞીપંચેન્દ્રિય અને ચતુરિન્દ્રિયાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે.
ટીકાનુ—અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આરંભી દર્શનમોહનીયની ત્રણે પ્રકૃતિઓમાં દેશોપશમના, નિકાચના અને નિદ્ધત્તિ એ ત્રણ કરણમાંથી એક પણ કરણ પ્રવર્તતું નથી.
ત્રણે દર્શનમોહનીયની સ્થિતિસત્તા સ્થિતિઘાતાદિથી ઓછી થતાં થતાં હજારો સ્થિતિઘાત થયા બાદ અસંજ્ઞી પંચેન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારબાદ વળી હજારો સ્થિતિઘાત થયા બાદ ચઉરિન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારપછી પણ તેટલા જ સ્થિતિઘાતો થયા બાદ ત્રીન્દ્રિયની સ્થિતિસત્તા સમાન સત્તા થાય છે. ત્યારપછી પણ હજારો સ્થિતિઘાતો થયા બાદ બેઇન્દ્રિયની સ્થિતિસત્તા સરખી સ્થિતિની સત્તા થાય છે. ત્યારપછી તેટલા જ—હજારો સ્થિતિઘાતો થાય ત્યારે એકેન્દ્રિયની સ્થિતિસત્તા જેટલી સત્તા થાય છે. ત્યારપછી પણ હજારો સ્થિતિઘાત થયા પછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની સત્તા બાકી રહે છે.
૩૯
ઉપર કહી તે જ હકીકત આ ગાથામાં કહે છે— ठितिखंडसहस्साइं एक्क्क्के अंतरंमि गच्छंति । पलिओवमसंखंसे दंसणसंते तओ जाए ॥४०॥
स्थितिखण्डसहस्त्राणि एकैकस्मिन्नन्तरे गच्छन्ति ।
पल्योपमसंख्येयांशे दर्शनसत्कर्मणि ततः जाते ॥४०॥
અર્થ—અનુક્રમે અસંશી અને ચરિન્દ્રિયાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. એકેકા આંતરામાં હજારો સ્થિતિઘાતો થાય છે, ત્યારપછી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની