________________
ઉપશમનાકરણ
૬૭૧
સત્તા બાકી રહે છે, અને તે વખતે જે થાય છે તે કહે છે.
ટીકાનુ–અનિવૃત્તિકરણના પ્રથમ સમયથી આરંભી આંતરે આંતરે હજારો સ્થિતિઘાત થયા બાદ અનુક્રમે અસંજ્ઞીપંચેન્દ્રિય અને ચઉરિન્દ્રિયાદિ તુલ્ય સ્થિતિની સત્તા થાય છે. આ હકીકત પૂર્વની ગાથામાં કહેવાઈ ગઈ છે. આવી રીતે સ્થિતિ ઘટતાં ઘટતાં ત્રણે દર્શનમોહનીયની પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસત્તા જ્યારે રહે ત્યારે જે થાય છે તે હવે કહે છે. ૪૦
संखेज्जा संखिज्जा भागा खंडइ सहससो तेवि । तो मिच्छस्स असंखा संखेज्जा सम्ममीसाणं ॥४१॥ संख्येयान् संख्येयान् भागान् खण्डयति सहस्रशः तेऽपि ।
ततः मिथ्यात्वस्यासंख्येयान् संख्येयान् सम्यक्त्वमिश्रयोः ॥४१॥
અર્થ–ત્રણે દર્શનમોહનીયની પલ્યોપમના સંખ્યામાં ભાગ પ્રમાણ સ્થિતિસત્તા થયા બાદ સંખ્યાતા સંખ્યાતા ભાગ ખંડે છે. તેવા પણ હજારો સ્થિતિઘાત જાય. ત્યારપછી મિથ્યાત્વના અસંખ્યાતા અને સમ્યક્ત અને મિશ્રમોહનીયના સંખ્યાતા સંખ્યાતા ભાગ પ્રમાણ સ્થિતિઘાત કરે છે.
ટીકાનુ—ત્રણે મોહનીયની પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની સત્તા જ્યારે થાય ત્યારે તે સત્તાગત પલ્યોપમના સંખ્યાતમાભાગ પ્રમાણ સ્થિતિના સંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી બાકીના બધા ભાગોનો નાશ કરે. વળી જેટલી સ્થિતિ સત્તામાં છે તેના સંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી બધાનો નાશ કરે. વળી જેટલી સ્થિતિ અવશિષ્ટ છે તેના સંખ્યાતા ભાગ કરી એક ભાગ રાખી શેષ સઘળા ભાગોનો નાશ કરે છે. આ પ્રમાણે હજારો સ્થિતિઘાત થઈ જાય છે.
- જ્યારથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલી સત્તા થઈ ત્યારથી અત્યાર સુધી ત્રણે દર્શનમોહનીયના સત્તાગત સ્થિતિના સંખ્યાતા-સંખ્યાતા ભાગ કરી એક-એક ભાગ રાખી અવશિષ્ટ સ્થિતિનો નાશ કરતો હતો, હવે પછી મિથ્યાત્વમોહનીયની સત્તામાં જે સ્થિતિ છે તેના અસંખ્યાતા ભાગ કરી એક રાખી શેષ બધી સ્થિતિનો નાશ કરે છે અને મિશ્ર તથા સમ્યક્વમોહનીયના તો સંખ્યાતા-સંખ્યાતા ભાગ કરી એક રાખી બાકીના બધા ભાગોનો જ નાશ કરે છે. ૪૧
तत्तो बहुखंडते खंडइ उदयावलीरहियमिच्छं । तत्तो असंखभागा सम्मामीसाण खंडेइ ॥४२॥ बहुखंडते मीसं उदयावलिबाहिरं खिवइ सम्मे । अडवाससंतकम्मो दसणमोहस्स सो खवगो ॥४३॥