________________
ઉપશમનાકરણ
૬૬૯
થાય છે તેની વિશુદ્ધિ અનંતગુણ વધારે હોવાથી થોડા કાળમાં સ્થિતિઘાતાદિ વધારે પ્રમાણમાં કરે છે. વિશેષમાં અહીં અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભી ઉઠ્ઠલના-સંક્રમ યુક્ત ગુણસંક્રમ પ્રવર્તે છે. ગુણસંક્રમ વડે મિથ્યાત્વ તથા મિશ્રમોહનીયનું દલિક સમ્યક્ત મોહનીયમાં નાંખે છે, એટલે તે બંનેનાં દલિકોને સમ્યક્ત મોહનીયરૂપે કરી નાખે છે. સંક્રમણકરણમાં જેનું સ્વરૂપ કહ્યું છે તે ઉદ્ધલના સંક્રમ દ્વારા સ્થિતિના ખંડો કરી સ્વ અને પરમાં નાખી નાશ કરે છે. તેની અંદર પ્રથમ સ્થિતિખંડ મોટો અને ત્યારપછી ઉત્તરોત્તર નાના નાના સ્થિતિખંડો કરે છે. આ પ્રમાણે અપૂર્વકરણના ચરમ સમય પર્યત થાય છે. ૩૬ તે જ હકીકત છે.
अप्पुव्वकरणसमगं गुणउव्वलणं करेड़ दोण्हंपि । तक्करणाइं जं तं ठिइसंतं संखभागन्ते ॥३७॥ अपूर्वकरणसमकं गुणोद्वलने करोति द्वयोरपि ।।
तत्करणादौ यत् तत् स्थितिसत्कर्म संख्येयभागमन्ते ॥३७॥
અર્થ—અપૂર્વકરણની સાથે જ બંનેમાં–મિશ્ર અને મિથ્યાત્વમોહનીયમાં ગુણસંક્રમ અને ઉલના સંક્રમ કરે છે–પ્રવર્તાવે છે. અને તેથી કરીને અપૂર્વકરણની આદિમાં જે સ્થિતિની સત્તા હતી તેના કરતાં અંતે સંખ્યાતમો ભાગ રહે છે.
ટીકાનુ–અપૂર્વકરણના પ્રથમ સમયથી આરંભીને અનુદિત મિશ્ર તથા મિથ્યાત્વમોહનીયમાં ઉઠ્ઠલનાસક્રમ અને ગુણસંક્રમ પ્રવર્તે છે. સમ્યક્ત મોહનીયમાં તો ફક્ત ઉદ્ધલના સંક્રમ જ પ્રવર્તે છે, કારણ કે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનું પરસ્પર સંક્રમણ થતું નથી. તેના દલિકોને તો નીચે ઉતારી ઉદયસમયથી આરંભી ગુણશ્રેણિના ક્રમે ગોઠવે છે.
આ પ્રમાણે ઉદ્ધવનાનુવિદ્ધ ગુણસંક્રમ વડે મિથ્યાત્વ અને મિશ્રની સ્થિતિ ઓછી થવાથી અપૂર્વકરણના પ્રથમ સમયે જેટલી તે બંનેની સ્થિતિસત્તા હતી, તેના સંખ્યાતમા ભાગ જેટલી જ ચરમ સમયે રહે છે. ૩૭ - एवं ठिइबंधो वि हु पविसइ अणियट्टिकरणसमयंमि ।
अप्पुव्वं गुणसेढिं ठितिरसखंडाणि बंधं च ॥३८॥ एवं स्थितिबन्धोऽपि हु प्रविशति अनिवृत्तिकरणसमये ।
अपूर्वां गुणश्रेणिं स्थितिरसखण्डानि बन्धं च ॥३८॥ અર્થ આ પ્રમાણે અપૂર્વ સ્થિતિબંધ પણ થાય છે. ત્યારબાદ અનિવૃત્તિકરણમાં પ્રવેશે છે. ત્યાં અપૂર્વ ગુણશ્રેણિ, સ્થિતિઘાત, રસઘાત અને બંધ કરે છે.
ટીકાનુ–આ જ પ્રમાણે સ્થિતિબંધ માટે પણ સમજવું. એટલે કે અપૂર્વકરણના પ્રથમસમયથી ચરમ સમયે જેમ સંખ્યાત ગુણ હીન સ્થિતિની સત્તા રહે છે, તેમ સ્થિતિબંધ પણ અપૂર્વકરણના પ્રથમ સમયથી ચરમ સમયે સંખ્યાત ગુણહીન-સંખ્યાતમા ભાગ પ્રમાણ રહે છે.