________________
૬૫૪
પંચસંગ્રહ-૨ આગાલ થતા નથી. પ્રથમસ્થિતિમાંથી જે (ઉદીરણા પ્રયોગથી) ઉદયમાં આવે તે ઉદીરણા અને બીજી સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગથી જે ઉદયમાં આવે તે આગાલ કહેવાય છે.
ટીકાનુ–પ્રથમ સ્થિતિમાં વર્તમાન આત્મા ઉદયાવલિકા ઉપરના પ્રથમ સ્થિતિનાં દલિકોને ઉદીરણા પ્રયોગથી ખેંચીને જે ઉદયાવલિકામાં નાખે તે ઉદીરણા કહેવાય છે, અને બીજી સ્થિતિમાંથી ઉદીરણા પ્રયોગથી ખેંચીને ઉદયાવલિકા ગત દલિકો સાથે ભોગવાય તેવાં કરવાં– ઉદયાવલિકામાં નાખવાં તે આગાલ કહેવાય છે. અંતરકરણ ક્રિયા શરૂ થયા પછી પ્રથમ સ્થિતિમાંથી જે દળ ખેંચાય તે ઉદીરણા અને દ્વિતીય સ્થિતિમાંથી જે દળ ખેંચાય તે આગાલ. આ પ્રમાણે વિશેષ બોધ થાય માટે આગાલ એ ઉદીરણાનું બીજું નામ પૂર્વાચાર્યોએ જણાવ્યું છે.
ઉદય અને ઉદીરણા વડે પ્રથમ સ્થિતિ અનુભવતો ત્યાં સુધી જાય યાવત્ પ્રથમ સ્થિતિની બે આવલિકા બાકી રહે, અહીંથી આગાલ બંધ થાય છે, ફક્ત ઉદીરણા જ પ્રવર્તે છે. તે પણ પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી ન રહે ત્યાં સુધી જ થાય છે. પ્રથમ સ્થિતિની એક આવલિકા બાકી રહે ત્યારે ઉદીરણા પણ બંધ પડે છે. બાકી રહેલ તે છેલ્લી આવલિકાને ઉદયથી જ ભોગવી લે છે. ૨૦
आवलिमेत्तं उदयेण वेइउं ठाइ उवसमद्धाए । उवसमियं तत्थ भवे सम्मत्तं मोक्खबीयं जं ॥२१॥ आवलिकामात्रमुदयेन वेदयित्वा तिष्ठत्युपशमाद्धायाम् ।
औपशमिकं तत्र भवेत् सम्यक्त्वं मोक्षबीजं यत् ॥२१॥ અર્થ–આવલિકા માત્ર દલિકને ઉદયથી ભોગવીને ઉપશમાદ્ધામાં સ્થિત થાય છે. ત્યાં મોક્ષનું બીજ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે.
ટીકાનુ–પ્રથમ સ્થિતિના છેલ્લા આવલિકાગત દલિકને કેવળ ઉદયથી અનુભવીને અંતરકરણમાં–શુદ્ધિભૂમિમાં–ઉપશમાદ્ધામાં પ્રવેશ કરે છે. અને તેના પહેલા સમયથી જ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે કે જે સમ્યક્ત મોક્ષનું બીજભૂત-કારણરૂપ છે, કારણ કે તેના વિના મોક્ષ થતો નથી.
उवरिमठिइ अणुभागं तं च तिहा कुणइ चरिममिच्छुदए । देसघाईणं सम्म इयरेणं मिच्छमीसाइं ॥२२॥ उपरिमस्थितेरनुभागं तच्च त्रिधा करोति चरिमे मिथ्यात्वोदये ।
देशघातिना सम्यक्त्वं इतरेण मिथ्यात्वमिश्रे ॥२२॥ ૧, અંતરકરણમાં મિથ્યાત્વનાં દલિતો નહિ હોવાથી તેના પહેલા સમયે જ ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે છે. જેટલા સમયમાં ભોગવવા યોગ્ય દલિકો દૂર કરી ભૂમિકા સાફ કરી તેટલા સમયને ઉપશમાદ્ધા અથવા અંતરકરણ કહેવામાં આવે છે. ઉપશમ સમ્યક્ત પ્રાપ્ત થવામાં મિથ્યાત્વ પ્રતિબંધક છે. અંતરકરણમાં તે નહિ હોવાથી જ ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી કરેલી શુદ્ધભૂમિ શુદ્ધભૂમિ રૂપે રહે છે ત્યાં સુધી જ સમ્યક્ત પણ રહે છે.