________________
ઉપશમનાકરણ
૧૫૩
સાથે જ થાય છે. માત્ર પ્રથમ સ્થિતિના અંતર્મુહૂર્ત કરતાં અંતરકરણનું અંતર્મુહૂર્ત કંઈક મોટું છે, આ હકીકત ઉપર કહી છે. તથા અંતરકરણ ક્રિયાકાળ અપૂર્વ સ્થિતિબંધના જેટલો છે. એટલે કે જે સમયે અપૂર્વ સ્થિતિબંધ શરૂ થાય છે તે જ સમયે અંતરકરણ—આંતરૂ પાડવાની ક્રિયા—શુદ્ધ ભૂમિ કરવાની ક્રિયા—અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થાનોનાં દલિકોને ખસેડી શુદ્ધ ભૂમિ કરવાની ક્રિયા શરૂ થાય છે, અને અપૂર્વસ્થિતિબંધ પૂર્ણ થવાની સાથે જ અંતરકરણ ક્રિયા પણ પૂર્ણ થાય છે અને તેટલી ભૂમિકા શુદ્ધ થાય છે. તેથી જ એમ કહ્યું છે કે અંતરક૨ણ અભિનવ સ્થિતિબંધના કાળ પ્રમાણ કાળે કરે છે. અંતરકરણના પ્રથમ સમયે જ મિથ્યાત્વનો અન્ય સ્થિતિબંધ આરંભે છે, તે સ્થિતિબંધ અને અંતરકરણ એક સાથે જ પૂર્ણ થાય છે. તથા જે ગુણશ્રેણિના સંખ્યાતા ભાગો પ્રથમ અને દ્વિતીય સ્થિતિને અવલંબીને રહ્યા છે, તેનો એક સંખ્યાતમો ભાગ અંતરકરણનાં દલિકો સાથે જ નાશ કરે છે. પહેલાં એમ ફહેવામાં આવ્યું છે કે ગુણશ્રેણિ દ્વારા જેટલાં સ્થાનકોમાં દળરચના થાય છે તે સ્થાનો અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એ બંનેના સમુદિત કાળથી વધારે છે. એટલે જ્યારે અંતરકરણક્રિયા શરૂ કરે છે ત્યારે પણ અંતરકરણમાં અને તે ઉપરની દ્વિતીય સ્થિતિમાં દળરચના થાય છે તેથી જ અંતઃકરણનાં દલિકો સાથે ગુણશ્રેણિ દ્વારા ગોઠવાયેલાં દલિકો પણ ઉકેરાય છે. ૧૮
હવે અંતકરણનો વિધિ કહે છે—
अंतरकरणस्स विहि घेत्तुं घेत्तुं ठिईड मज्झाओ । दलियं पढमठिईए विच्छुभई तहा उवरिमाए ॥१९॥
अन्तरकरणस्य विधिः गृहीत्वा गृहीत्वा स्थितेर्मध्यात् । दलिकं प्रथमस्थित्यां क्षिपति तथोपरिमायाम् ॥१९॥
અર્થ—અંતરકરણનો વિધિ કહે છે—અંતરકરણની સ્થિતિમાંથી દલિકો ગ્રહણ કરીને પ્રથમ સ્થિતિમાં તેમજ દ્વિતીય સ્થિતિમાં નાખે છે.
ટીકાનુ—અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણની સ્થિતિમાંથી દલિકો ગ્રહણ કરીને કેટલાંક પ્રથમ સ્થિતિમાં નાખે છે, કેટલાંક દ્વિતીય સ્થિતિમાં નાખે છે. એટલે કેટલાંક દલિકોને પ્રથમ સ્થિતિના કર્માણુ સાથે ભોગવાય તેવાં કરે છે. કેટલાંક દલિકોને દ્વિતીય સ્થિતિના કર્માણુ સાથે ભોગવાઈ જાય તેવાં કરે છે; આ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે અંતરકરણનાં સઘળાં દલિકોનો નાશ થાય, અને ભૂમિકા શુદ્ધ થાય. સઘળાં દલિકોનો ક્ષય અંતર્મુહૂર્ત કાળે થાય છે. આ અંતર્મુહૂર્તનું પ્રમાણ સ્થિતિઘાતના કાળ જેટલું છે. આ હકીકત પહેલાં કહેવાઈ છે. ૧૯
इगदुगआवलिसेसाइ णत्थि पढमा उदीरणागालो । पढमठिईए उदीरण बीयाओ एइ आगाला ॥२०॥
एकट्ट्यावलिकाशेषायां न स्तः प्रथमायां उदीरणाऽऽगालौ । प्रथमस्थितेरुदीरणं द्वितीयायाः एत्यागालः ॥२०॥
અર્થ—પ્રથમ સ્થિતિની એક અને બે આવલિકા બાકી રહે ત્યારે અનુક્રમે ઉદીરણા અને