________________
ઉપશમનાકરણ
૬૫૫
અર્થ -પ્રથમ સ્થિતિના ચરમ સમયે મિથ્યાત્વના ઉદયમાં વર્તતો દ્વિતીય સ્થિતિના રસને ત્રણ પ્રકારે કરે છે–ત્રણ ભાગમાં વહેંચી નાખે છે. તેમાં સમ્યક્વમોહનીયને દેશઘાતી રસયુક્ત કરે છે, અને મિશ્ર તથા મિથ્યાત્વમોહનીયને સર્વઘાતી રસયુક્ત કરે છે.
ટીકાનુ–પ્રથમ સ્થિતિના ચરમ સમયે મિથ્યાત્વના ઉદયમાં વર્તતો મિથ્યાષ્ટિ દ્વિતીય સ્થિતિ સંબંધી કર્મપરમાણુઓના રસને વિશુદ્ધિના બળથી ત્રણ પ્રકારે કરે છે એટલે કે દ્વિતીય સ્થિતિમાં રહેલ મિથ્યાત્વમોહનીયનાં દલિકોને રસભેદે ત્રણ વિભાગમાં વહેંચી નાખે છે. આ ક્રિયા અનિવૃત્તિકરણના ચરમ સમયથી–પ્રથમ સ્થિતિને અનુભવતા અનુભવતા એક સમય બાકી રહે તે છેલ્લા સમયથી શરૂ થાય છે. તે ત્રણ વિભાગ આ પ્રમાણે છે–શુદ્ધ, અર્ધવિશુદ્ધ અને અશુદ્ધ. તેમાં શુદ્ધપુંજનું નામ સમ્યક્વમોહનીય છે, અને તેનો રસ એકઠાણીયો તથા મંદ બેઠાણીયો અને દેશઘાતિ છે. અર્ધવિશુદ્ધ પુંજનું નામ મિશ્રમોહનીય છે, અને તેનો રસ મધ્યમ બેઠાણીયો અને સર્વઘાતી છે. અશુદ્ધ પુજનું નામ મિથ્યાત્વમોહનીય છે અને તેનો રસ તીવ્ર બેઠાણીયો, ત્રણઠાણીયો, ચારઠાયો અને સર્વઘાતી છે.
જે સમયે ઉપશમસમ્યક્ત પ્રાપ્ત થાય છે તે સમયથી આરંભીને મિથ્યાત્વ મોહનીયનાં પુગલોને મિશ્ર અને સમ્યક્વમોહનીયમાં પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય અસંખ્ય ગુણાકારે સંક્રમાવે છે. જો કે મિથ્યાત્વમોહનીયનો રસ ઘટાડી યથાપ્રવૃત્ત સંક્રમ વડે મિશ્ર અને સમ્યક્વમોહનીયરૂપે કરવાની ક્રિયા અનિવૃત્તિકરણના ચરમ સમયથી શરૂ થાય છે. પરંતુ ગુણસંક્રમ ચોથા ગુણસ્થાનકના પ્રથમ સમયથી શરૂ થાય છે. ૨૨ તે ગુણસંક્રમ આ પ્રમાણે થાય છે–
सम्मे थोवो मीसे असंखओ तस्ससंखओ सम्मे । पइसमयं इय खेवो अंतमुहुत्ता उ विज्झाओ ॥२३॥ सम्यक्त्वे स्तोकः मिश्रे असंख्येयगुणः तस्मिन् असंख्येयगुणः सम्यक्त्वे ।
प्रतिसमयमिति क्षेपः अन्तर्महूर्तात्तु विध्यातः ॥२३॥
અર્થ–પ્રથમ સમયે સમ્યક્વમોહનીયમાં થોડો સંક્રમ થાય છે, તે જ સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણ સંક્રમ થાય છે. તેનાથી સમ્યક્ત મોહનીયમાં બીજે સમયે અસંખ્યાતગુણ, એ પ્રમાણે પ્રતિસમય અંતર્મુહૂર્ત સુધી સંક્રમ થાય છે. ત્યારપછી વિધ્યાસક્રમ થાય છે. 1 ટીકાનુ–જે સમયે પથમિક સભ્યત્વ પ્રાપ્ત થાય છે તે જ સમયે મિથ્યાત્વમોહનીયનાં દલિકો સમ્યક્વમોહનીયમાં થોડાં સંક્રમે છે, અને તે જ સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણા દલિક સંક્રમે છે. બીજે સમયે પ્રથમ સમયે મિશ્રમોહનીયમાં સંક્રમેલા દલિકથી અસંખ્યાતગુણ સમ્યક્વમોહનીયમાં સંક્રમે છે, તેનાથી તે જ સમયે મિશ્રમોહનીયમાં અસંખ્યાતગુણ સંક્રમે છે. ત્રીજે સમયે બીજે સમયે મિશ્રમોહનીયમાં સંક્રમેલા દલિકથી અસંખ્યાતગુણ સમ્યક્ત મોહનીયમાં સંક્રમે છે, તેનાથી તે જ સમયે મિશ્રમોહનીયમાં