________________
૬૫૨
પંચસંગ્રહ-૨
ટીકાનુ–અપૂર્વકરણ પૂર્ણ કર્યા પછી અનિવૃત્તિકરણ કરે છે. અને તે પહેલાં નાનું મોતી, પછી મોટું, પછી મોટું, એ રીતે મોતીથી કરેલા હારના આકારે થાય છે. કારણ કે અનિવૃત્તિ કરણે તિર્યમુખી વિશુદ્ધિ નથી, માત્ર ઊર્ધ્વમુખી વિશુદ્ધિ જ છે. એટલે અનિવૃત્તિકરણના કોઈપણ સમયે એકીસાથે ચડેલા સઘળા જીવોના એક સરખા પરિણામ હોય છે, અને પૂર્વ પૂર્વ સમય કરતાં ઉત્તરોત્તર સમયે અનંતગુણ વિશુદ્ધ હોય છે. તેથી જ પહેલાં નાનું, પછી મોટું, એ રીતે કરેલ મુક્તાવલિ સંસ્થિત આ કરણ છે. આ હકીકત પણ પહેલાં કહી છે. ૧૬
एवमनियट्टीकरणे ठितिघायाईणि होति चउरोवि । संखेज्जंसे सेसे पढमठिई अंतरं च भवे ॥१७॥ एवमनिवृत्तिकरणे स्थितिघातादीनि भवन्ति चत्वार्यपि ।
संख्येयांशे शेषे प्रथमस्थितिरन्तरं च भवेत् ॥१७॥
અર્થ—અપૂર્વકરણની જેમ અનિવૃત્તિકરણે પણ સ્થિતિઘાતાદિ ચારે થાય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ શેષ રહે ત્યારે પ્રથમસ્થિતિ અને અંતરકરણ થાય છે.
ટીકાનુ–આવી રીતે અપૂર્વકરણના ક્રમે અનિવૃત્તિકરણમાં પણ સ્થિતિઘાતાદિ ચારે પદાર્થો પ્રવર્તે છે. આવી રીતે સ્થિતિઘાતાદિ થતા થતા અનિવૃત્તિકરણના સંખ્યાતા ભાગ જાય અને એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જેટલો અનિવૃત્તિ કરણનો કાળ બાકી છે તેટલા જ કાળમાં ભોગવાઈ રહે તેટલી મિથ્યાત્વની સ્થિતિ રાખીને ઉપર અંતરકરણ કરે છે.
અંતરકરણ એટલે અંતર્મુહૂર્તમાં ભોગવાય તેટલાં સ્થાનકોનાં દલિકીને ત્યાંથી ખસેડી શુદ્ધદલિક વિનાની ભૂમિકા કરવી તે. જો કે શુદ્ધ ભૂમિનું નામ જ અંતરકરણ છે, પરંતુ ત્યાંથી દલિકો ખસ્યા વિના શુદ્ધ ભૂમિ થતી નથી તેથી કારણમાં કાર્યનો આરોપ કરીને અંતરકરણ ક્રિયા કાળને પણ અંતરકરણ કહેવામાં આવે છે.
આ અંતરકરણ–મિથ્યાત્વના દલ વિનાની શુદ્ધ ભૂમિ–પ્રથમ સ્થિતિના અંતર્મુહૂર્તથી કંઈક મોટા અંતર્મુહૂર્ત પ્રમાણ છે. એટલે કે પ્રથમ સ્થિતિનો જેટલો કાળ છે તેનાથી અંતરકરણશુદ્ધ ભૂમિ-ઉપશમ સમ્યક્તનો કાળ થોડો વધારે છે. ૧૭
अंतमुहुत्तियमेत्ताई दोवि निम्मवइ बंधगद्धाए । गुणसेढिसंखभागं अंतरकरणेण उक्किरइ ॥१८॥
अन्तर्मुहूर्त्तमात्रे द्वे अपि निर्मापयति बन्धकाद्धया ।
गुणश्रेणिसंख्यभागमन्तरकरणेनोत्किरति ॥१८॥ અર્થ–બંને અંતર્મુહૂર્ત પ્રમાણ બનાવે છે. (અંતરકરણ ક્રિયા કાળ) બંધકાદ્ધા તુલ્ય છે. અંતરકરણનાં દલિકો સાથે ગુણશ્રેણિના સંખ્યાતમા ભાગને પણ ઉખેડે છે.
ટીકાનુ–પ્રથમ સ્થિતિ અને અંતરકરણ એ બંને અંતર્મુહૂર્ત પ્રમાણ છે, અને તે બંને