________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૨૧
અને ગુરુસ્પર્શ વિના શેષ અશુભ વર્ણાદિ સાતની જઘન્ય અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકના ચરમસમયે થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળમાં આ ત્રેવીસ પ્રકૃતિઓની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને બારમા તેમજ તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ ન હોવાથી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધુવ હોય છે.
આ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની જેમ વારાફરતી અનેક વાર થતી હોવાથી સાદિ-અદ્ભવ એમ બે પ્રકારે છે.
શેષ એકસો દસ પ્રકૃતિઓની ઉદીરણા જ અદ્ભવ હોવાથી તેના ચારે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બન્ને પ્રકારે જ હોય છે. ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી :
અહીં ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના અમુક જીવો જ સ્વામી બતાવ્યા અને અન્ય જીવો કેમ નહિ ? તેનાં કેટલાંક કારણો ટીકાકાર મહર્ષિએ બતાવેલ છે અને કેટલાંક કારણો વિચાર કરતાં આપણે પણ સમજી શકીએ તેવાં છે, તે અહીં બતાવવામાં આવ્યાં છે પરંતુ કેટલાંક કારણો આપણે ન સમજી શકીએ તે બહુશ્રુતો પાસેથી જાણવા પ્રયત્ન કરવો.
પાપ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તઘોગ્ય અતિસંક્લિષ્ટ પરિણામી જીવોને અને પુન્યપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તદ્યોગ્ય અતિવિશુદ્ધ પરિણામી જીવોને હોય છે. આ વાત સર્વત્ર ધ્યાનમાં રાખવી. - દાનાંતરાય આદિ પાંચ અંતરાય અને અચસુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વથી અલ્પ દાનાદિ લબ્ધિ અને ચક્ષુદર્શન લબ્ધિ સંપન્ન સૂક્ષ્મ લબ્ધિ અપર્યાપ્ત ઉત્પત્તિના પ્રથમસમયવર્તી જીવો, છે કારણ કે આ જીવોને ઓછામાં ઓછી દાનાદિ લબ્ધિ હોવાથી અનુભાગ ઉદીરણા વધારે પ્રમાણમાં હોય છે માટે તેઓ જ સ્વામી હોય છે. - ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી સર્વપર્યાપ્તિએ પર્યાપ્તના ચરમસમયવર્તી તે ઇન્દ્રિય જીવો છે. ચતુરિન્દ્રિયાદિને ચક્ષુર્દર્શનાવરણનો ક્ષયોપશમ હોવાથી અને બેઈન્દ્રિયાદિ જીવોને એટલો તીવ્ર સંક્લેશ ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થતી નહિ હોય તેમ લાગે છે.
અપર્યાપ્ત અવસ્થામાં નિદ્રાનો તીવ્ર ઉદય ન હોવાથી તેમજ અતિવિશુદ્ધ કે અતિસંક્લિષ્ટ અવસ્થામાં નિદ્રાના ઉદયનો સર્વથા અભાવ હોવાથી મધ્યમ પરિણામી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવો યથાસંભવ નિદ્રાના ઉદયવાળા પાંચ નિદ્રાના સ્વામી છે.
સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સાતમી નરકના નારકો અરતિ, શોક, ભય, જુગુપ્સા, નપુંસકવેદ, અસતાવેદનીય, નરકગતિ હુડકસંસ્થાન, ઉપઘાત, અશુભવિહાયોગતિ, દૌર્ભાગ્યત્રિક, અયશકીર્તિ અને નીચ ગોત્રના સ્વામી છે. કારણ કે અન્ય સર્વ જીવો કરતાં આ જીવોને આ પ્રકૃતિઓનો અત્યંત તીવ્ર રસોદય હોય છે. તેથી ઉદીરણા પણ ઘણી જ હોય છે.