________________
૬૨૨
પંચસંગ્રહ-૨
ત્રસત્રિક, પંચેન્દ્રિયજાતિ, સાતાવેદનીય, સુસ્વર, ઉચ્છવાસનામ વૈક્રિયસપ્તક અને દેવગતિ આ પંદર પ્રકૃતિઓના સ્વામી તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અતિવિશુદ્ધ પરિણામી અનુત્તરવાસી દેવો હોય છે. અન્ય જીવોને આ પ્રકૃતિઓનો આવો તીવ્ર રસોદય ન હોવાથી ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા પણ થતી નથી.
પછીના અનંતર સમયે મિથ્યાત્વ પ્રાપ્ત કરનાર ચરમ સમયવર્તી મિશ્રદષ્ટિ જીવો મિશ્રમોહનીયના અને ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિ ચરમસમયવર્તી સમ્યક્ત મોહનીયના સ્વામી છે. આ બન્ને પાપ પ્રકૃતિઓ હોવાથી અતિસંક્લિષ્ટ પરિણામીને ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે અને એના ઉદયવાળા જીવોમાં ઉપરોક્ત જીવો જ અતિસંક્લિષ્ટ પરિણામી હોય છે માટે જ તેઓનું ગ્રહણ કરેલ છે.
તથાસ્વભાવે જ પર્યાપ્ત સહસ્ત્રાર દેવો હાસ્ય અને રતિ મોહનીયના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે.
અતિસંક્લિષ્ટ પરિણામી ચરમસમયવર્તી લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્ત નામકર્મના સ્વામી છે. અન્ય જીવો કરતાં આ જીવો વધારે સંક્લિષ્ટ હોય છે.
કર્કશ, ગુરુસ્પર્શ, સ્ત્રીવેદ, પુરુષવેદ, અંતિમ પાંચ સંઘયણ, મધ્યમ ચાર સંસ્થાન અને તિર્યંચગતિ. આ ચૌદ પ્રકૃતિઓના તથાસ્વભાવે જ આઠ વરસના આયુષ્યવાળા આઠમા વર્ષે વર્તતા સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચો સ્વામી છે.
ત્રણ પલ્યોપમના આયુષ્યવાળા અતિવિશુદ્ધ પરિણામી પર્યાપ્ત મનુષ્યો ઔદારિકસપ્તક, મનુષ્યગતિ અને વજઋષભનારાચ સંઘયણના તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત પોતપોતાના ભાવમાં વર્તતા જીવો તે તે આયુષ્યના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. પરંતુ નરક આયુષ્યના અતિસંક્લિષ્ટ પરિણામી અને શેષ ત્રણ આયુષ્યના અતિવિશુદ્ધ પરિણામ જાણવા.
જઘન્ય આયુષ્યવાળા અતિસંક્લિષ્ટ પરિણામી પર્યાપ્ત બેઇન્દ્રિયો બેઇન્દ્રિયજાતિના, તે ઇન્દ્રિયો તે ઇન્દ્રિયજાતિના, ચઉરિન્દ્રિયો ચઉરિન્દ્રિયજાતિના, સૂક્ષ્મજીવો સૂક્ષ્મનામકર્મના, બાદર એકેન્દ્રિયો સ્થાવર નામકર્મના, બાદરસાધારણો સાધારણનામકર્મના તેમજ સ્થાવર અને સાધારણ જીવો એકેન્દ્રિયજાતિ નામકર્મના સ્વામી છે. જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત જીવો વધારે સંક્લિષ્ટ હોઈ શકે છે અને સૂક્ષ્મ કરતાં પણ બાદર જીવો વધારે સંક્લિષ્ટ હોય છે. તેથી જઘન્ય આયુષ્યવાળા પર્યાપ્ત અને યથાસંભવ બાદર જીવો બતાવેલ છે.
આહારક શરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ આહારક મુનિ સમચતુરગ્નસંસ્થાન, મૂદુ, લઘુસ્પર્શ, પરાઘાત, પ્રત્યેક, શુભવિહાયોગતિ અને આહારક સપ્તક આ તેર પ્રકૃતિઓના સ્વામી છે.
વૈક્રિયશરીર સંબંધી સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત, અતિવિશુદ્ધ વૈક્રિયશરીરધારી મુનિ ઉદ્યોતનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણાના સ્વામી છે. જોકે આહારક શરીરીને પણ ઉદ્યોતનામકર્મનો ઉદય હોય છે. અને તેઓને વૈક્રિય શરીર કરતાં વધારે વિશુદ્ધિ સંભવે છે. છતાં