________________
૬૨૦
પંચસંગ્રહ-૨ બાકીના ત્રણ વિકલ્પો સાદિ અને અધુવ હોવાથી એક એકના નવ-નવ કુલ બસો સાત અને શેષ એકસો દસ પ્રકૃતિઓ અધુવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અધ્રુવ હોય છે. માટે તે પ્રકૃતિઓના ચારે વિકલ્પો સાદિ અને અધુવ એમ બબ્બે પ્રકારે હોવાથી એક એકના આઠ-આઠ કુલ આઠસો-એશી, એમ એકસો અઠ્ઠાવન ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી સર્વ મળીને એક હજાર ત્રણસો સત્તર વિકલ્પો થાય છે.
મિથ્યાત્વની જઘન્ય અનુભાગ ઉદીરણા એકસાથે સમ્યક્ત અને સર્વવિરતિ ચારિત્રને પ્રાપ્ત કરનાર અતિ વિશુદ્ધ મિથ્યાષ્ટિને પોતાના ચરમ સમયે એક સમય માત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે અને શેષ સર્વકાળમાં પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે. અને સમ્યક્તથી પડતા જીવને તેની શરૂઆત થતી હોવાથી સાદિ, સમ્યક્તને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અદ્ભવ હોય છે.
ગુરુ અને કર્કશ-સ્પર્શની જઘન્ય અનુભાગ ઉદીરણા તથાસ્વભાવે જ કેવલીસમુદ્ધાતમાં છઠ્ઠા સમયે સમયમાત્ર જ થતી હોવાથી સાદિ-અધ્રુવ અને સાતમા સમયે પુનઃ અજઘન્ય થાય છે માટે સાદિ, જઘન્યના સ્થાનને નહિ પામેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ ત્રણ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ઉત્કૃષ્ટ અનુભાગ બંધ કરનાર મિથ્યાદષ્ટિઓને બંધ આવલિકા પછી ઉત્કૃષ્ટરસ સત્તામાં હોય ત્યાં સુધી ઉત્કૃષ્ટ અને પછી અનુષ્ટ એમ વારાફરતી અનેક વાર થતી હોવાથી બંને સાદિ અને અધ્રુવ છે.
મૃદુ અને લઘુ સ્પર્શની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા આહારક શરીરીને બે સમય માત્ર થતી હોવાથી સાદિ-અદ્ભવ છે. અને શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે. અને તે આહારક શરીરની સમાપ્તિ પછી પુનઃ શરૂ થતી હોવાથી સાદિ, આહારકશરીર નહિ બનાવેલ જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ બે પ્રકૃતિઓની જઘન્ય અનુભાગ ઉદીરણા ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોનો અમુક ટાઇમ સુધી હોય છે. અને ઘણી અનુભાગ સત્તાનો નાશ નહિ કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા થાય છે માટે તે બન્ને સાદિ-અધ્રુવ છે.
તૈજસ-કાશ્મણ સપ્તક, સ્થિર, શુભ, અગુરુલઘુ, નિર્માણ, મૂ-લઘુ સ્પર્શ વિના શેષ નવ શુભ વર્ણાદિ આ વીસ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સયોગીકેવલીને ચરમસમયે થતી હોવાથી સાદિ-અધુવ છે. શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે, પરંતુ સયોગી ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
આ વિસ શુભ પ્રકૃતિઓની જઘન્ય અને અજઘન્ય અનુભાગ ઉદીરણા મૂદુ-લઘુ સ્પર્શની જેમ અનેક વાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ અને પાંચ અંતરાયની જઘન્ય અનુભાગે ઉદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને અસ્થિર, અશુભ તેમજ કર્કશ