________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
તે અગિયારમા ગુણસ્થાનકે સર્વથા હોતી નથી, ત્યાંથી પડે ત્યારે સાદિ, અગિયારમા ગુણસ્થાનકને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
૬૧૯
જ્ઞાનાવરણ વગેરે ત્રણ ઘાતીકર્મની જઘન્ય અનુભાગ ઉદીરણા બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે એક સમય માત્ર જ થતી હોવાથી સાદિ-અને અધ્રુવ છે, શેષ સર્વકાળમાં આ ત્રણે કર્મની અજઘન્ય અનુભાગ ઉદીરણા હોય છે અને બારમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અવ હોય છે.
આ ચારે ઘાતીકર્મની પ્રથમ ગુણસ્થાનકે ઉત્કૃષ્ટ અને પછી અનુત્કૃષ્ટ એમ બંને પ્રકારની ઉદીરણા વારાફરતી અનેક વાર થતી હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
વેદનીયકર્મનો સાતાવેદનીય આશ્રયી ઉપશમ શ્રેણિમાં ઘણો રસ બાંધી ત્યાંથી કાળ કરી સર્વાર્થસિદ્ધવિમાનમાં ઉત્પન્ન થાય ત્યારે વેદનીય કર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. અને તે નિયતકાળ થતી હોવાથી સાદિ-અધ્રુવ છે. શેષ સર્વકાળે પ્રમત્ત ગુણસ્થાનક સુધી આ કર્મની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા થાય છે. પરંતુ અપ્રમત્તાદિ ગુણસ્થાનકોમાં થતી નથી, ત્યાંથી પડે ત્યારે પુનઃ શરૂ થાય ત્યારે સાદિ, અપ્રમત્ત ભાવને નહિ પામેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોય છે.
નામ તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા તેરમા ગુણસ્થાનકે જ થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે, તે સિવાયના કાળમાં આ કર્મોની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા હોય છે અને તેરમા ગુણસ્થાનકેથી પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી માટે અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અશ્રુવ એમ ત્રણ પ્રકારે હોય છે.
નામ, ગોત્ર અને વેદનીયકર્મની ઘણી અનુભાગ સત્તાનો નાશ કરેલ એકેન્દ્રિયાદિ જીવોને જઘન્ય અને ઘણી અનુભાગ સત્તાનો નાશ ન કરેલ જીવોને અજઘન્ય અનુભાગ ઉદીરણા એમ વારાફરતી અનેક વાર થતી હોવાથી તે બન્ને સાદિ અને અધ્રુવ છે.
દરેક ભવની ચરમ આવલિકામાં આયુષ્યની ઉદીરણા જ થતી ન હોવાથી તેના ઉત્કૃષ્ટાદિ ચારે વિકલ્પો સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે.
ઉત્તરપ્રકૃતિ આશ્રયી :—
મિથ્યાત્વ, ગુરુ અને કર્કશ સ્પર્શની અજઘન્ય અનુભાગ-ઉદીરણા સાઘાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો આદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી એક એકના દસ કુલ ત્રીસ, મૃદુ અને લઘુસ્પર્શની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે બે પ્રકારે હોવાથી એક એકના દસ-દસ કુલ વીસ. તૈજસ-કાર્યણસપ્તક, સ્થિર, શુભ નિર્માણ, અગુરુલઘુ અને મૃદુ-લઘુસ્પર્શ વિના શેષ નવ શુભ વર્ણાદિકની અનુત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ ત્રણ વિકલ્પો બે પ્રકારે હોવાથી એક એકના નવ-નવ કુલ એકસો એંશી, પાંચ જ્ઞાનાવરણ, ચાર દર્શનાવરણ, પાંચ અંતરાય, અસ્થિર, અશુભ, કર્કશ અને ગુરુ-સ્પર્શ વિના શેષ અશુભ વર્ણાદિસાતની અજઘન્ય અનુભાગ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને