________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૦૭ અધ્રુવ છે..
જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ કર્મની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે, નામ તથા ગોત્ર આ બે કર્મની સયોગીગુણસ્થાનકના ચરમ સમયે એક જ સમય જઘન્યસ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અપ્રુવ એમ બે પ્રકારે છે. અને શેષ સર્વકાળે અજઘન્યસ્થિતિ ઉદીરણા હોય છે. પણ તેની શરૂઆત ન હોવાથી અનાદિ, અભવ્યોને અંત ન થવાથી ધ્રુવ અને ભવ્યોને અંત થવાનો હોવાથી અદ્ભવ એમ તે ત્રણ પ્રકારે હોય છે.
આયુષ્ય સિવાય સાતે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ સત્તાકાળ જીવોને ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તાવાળા જીવોને અનુત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા હોય છે. સંસારી આત્માઓને ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા પણ અનેક વાર થાય છે. માટે તે બન્ને સાદિ અને અધ્રુવ એમ બબ્બે પ્રકારે છે. માત્ર વેદનીય કર્મની ઉદીરણા છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ થાય છે. આટલી વિશેષતા છે. (૨) ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી :
મિથ્યાત્વમોહનીયની અજઘન્યસ્થિતિ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા બબ્બે પ્રકારે હોવાથી કુલ દસ, પાંચજ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય, પાંચ અંતરાય, વર્ણાદિ વિસ, તૈજસકાર્મણસપ્તક, અગુરુલઘુ નિર્માણ, સ્થિર-અસ્થિર, શુભ અને અશુભ આ સુડતાળીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની અજઘન્યસ્થિતિ ઉદીરણા સાદિ વિના ત્રણ પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ પ્રકારની ઉદીરણા સાદિ-અધ્રુવ એમ બબ્બે પ્રકારે હોવાથી એક એકના નવ નવ એમ કુલ ચારસો ત્રેવીસ (૪૨૩) અને બાકીની એકસો દસ અધુવોદયી પ્રકૃતિઓના ચારેય વિકલ્પો આદિઅધ્રુવ એમ બબ્બે પ્રકારે હોવાથી એક-એકના આઠ આઠ, એમ કુલ આઠસો એશી–એ રીતે ઉત્તરપ્રકૃતિઓ આશ્રયી કુલ એક હજાર ત્રણસો તેર–(૧૩૧૩) ભાંગા થાય છે. .
ઉપશમસમ્યક્ત પ્રાપ્ત કરનારને મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે એક જ સમય મિથ્યાત્વની જઘન્યસ્થિતિ ઉદીરણા થાય છે. માટે સાદિ અને અધુવ બે પ્રકારે હોય છે. તે સિવાયના સર્વકાળે પ્રથમ ગુણસ્થાનકે મિથ્યાત્વની અજઘન્યસ્થિતિ ઉદીરણા હોય છે. પરંતુ ઉપરનાં ગુણસ્થાનકોમાં હોતી નથી. માટે ઉપરના ગુણસ્થાનકેથી પડી પ્રથમ ગુણસ્થાનકે આવે ત્યારે મિથ્યાત્વની અજઘન્યસ્થિતિ ઉદીરણા શરૂ થતી હોવાથી તેની સાદિ ઉપરના ગુણસ્થાનકે નહીં ગયેલા જીવોને અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અપ્રુવ એમ ચાર પ્રકારે હોય છે.
પાંચ જ્ઞાનાવરણીય, ચાર દર્શનાવરણીય અને પાંચ અંતરાય એ ચૌદ પ્રકૃતિઓની બારમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે અને વર્ણાદિ શેષ તેત્રીસ ધ્રુવોદયી પ્રકૃતિઓની સયોગીના ચરમ સમયે એક જ સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા થતી હોવાથી સાદિ અને અદ્ભવ એમ બે પ્રકારે છે. તે સિવાય આ પ્રવૃતિઓની જ્યારે ઉદીરણા હોય છે, ત્યારે