________________
પંચસંગ્રહ-૨
અંતર્મુહૂર્ત ન્યૂન મિથ્યાત્વને મિશ્ર તથા સમ્યક્ત્વમોહનીયમાં સંક્રમાવે છે. અને ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત કાળ સુધી ચોથા ગુણઠાણે રહી જીવ પછી મિશ્રગુણઠાણે જાય ત્યારે એક અંતર્મુહૂર્ત મિથ્યાત્વગુણસ્થાનકનો અને એક અંતર્મુહૂર્ત ચોથા ગુણઠાણાનો વ્યતીત થઈ જાય છે. માટે મિશ્રગુણસ્થાનકે બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ મિશ્રમોહનીયની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય છે. અને તેમાં પણ ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી તેની પણ ઉદીરણા થતી નથી માટે આવલિકા અધિક બે અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમના સમયો પ્રમાણ મિશ્રમોહનીયના સ્થિતિ-ઉદીરણાના ભેદો છે.
¢O€
આહા૨ક સપ્તકની અન્ય પ્રકૃતિઓના સંક્રમથી જેટલી અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિસત્તા થાય છે. તેમાંથી અંતર્મુહૂર્ત ન્યૂન અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય છે. વળી તીર્થંકરનામકર્મનો ઉદય તે૨મા ગુણસ્થાનકથી થાય છે. અને ત્યાં પલ્યોપમના અસંખ્યાતમાભાગ પ્રમાણ જ ઉત્કૃષ્ટસ્થિતિસત્તા હોય છે. તેથી ઉદયાવલિકા ન્યૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિઓ ઉદીરણાને યોગ્ય હોય છે.
(૩) સાદ્યાદિ :
(૧) મૂળકર્મ-આશ્રયી :
વેદનીય અને આયુષ્યના જઘન્યાદિ ચારે ભેદો સાદિ અને અધ્રુવ એમ—બે-બે પ્રકારે હોવાથી કુલ સોળ, મોહનીયની અજધન્યસ્થિતિ ઉદીરણા ચાર પ્રકારે અને શેષ જઘન્યાદિ ત્રણ સાદિ-અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી કુલ દસ, શેષ જ્ઞાનાવરણીય વગેરે પાંચ કર્મની અજઘન્યાદિ ત્રણ સાદિ અને અધ્રુવ એમ બે-બે પ્રકારે હોવાથી એક-એક કર્મના નવ નવ ભેદ થવાથી પિસ્તાળીસ એમ આઠેય મૂળકર્મ આશ્રયી સ્થિતિ ઉદીરણાના એકોત્તેર ભાંગા થાય છે.
એકેન્દ્રિયની સમાન જઘન્યસ્થિતિસત્તાવાળા જીવને વેદનીયકર્મની જઘન્યસ્થિતિ ઉદીરણા અને તેથી અધિક સત્તાવાળાને અજઘન્યસ્થિતિ ઉદીરણા થાય છે. માટે જઘન્ય અને અજઘન્ય એ બન્ને વારાફરતી થતી હોવાથી સાદિ અને અધ્રુવ છે.
આયુષ્યકર્મની પોતપોતાના ભવની સમયાધિક આવલિકા બાકી હોય ત્યારે જઘન્ય અને ભવની સમયાધિક ચરમ આવલિકા વિના શેષ સઘળા કાળમાં અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે, માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે. તેમજ ઉત્કૃષ્ટ આયુષ્યવાળા જીવને ભવના પ્રથમ સમયે ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા અને ભવની ચરમ આવલિકા વિના શેષ સર્વકાળે અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે. માટે આ બન્ને પણ સાદિ અને અધ્રુવ છે.
શ્રેણિમાં દશમા ગુણસ્થાનકની સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે સંજ્વલન લોભની અપેક્ષાએ મોહનીયકર્મની એક સમય જઘન્ય સ્થિતિ ઉદીરણા હોય છે, માટે તે સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. અને તે સિવાયના કાળમાં જ્યારે મોહનીયની ઉદીરણા થાય છે, ત્યારે તેની અજઘન્યસ્થિતિ ઉદીરણા હોય છે, અગિયારમા ગુણસ્થાને મોહનીયકર્મની ઉદીરણા હોતી નથી. ત્યાંથી પડે ત્યારે અજઘન્ય સ્થિતિ ઉદીરણા શરૂ થાય છે. માટે સાદિ, આ ગુણસ્થાનક નહીં પામેલા જીવોને આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્ય જીવોને અંત થવાનો હોવાથી