________________
૬૦૮
પંચસંગ્રહ-૨
અજઘન્ય સ્થિતિ ઉદીરણા થાય છે. બારમા તથા તેરમા ગુણસ્થાનકેથી જીવને પડવાનો અભાવ હોવાથી તેની સાદિ થતી નથી. માટે અનાદિ, અભવ્યો આશ્રયી ધ્રુવ અને ભવ્યો આશ્રયી અધ્રુવ એમ તે ત્રણ પ્રકારે છે.
આ અડતાળીસ- ધ્રુવોદયી પ્રકૃતિઓની ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળા જીવોને અમુક નિયતકાળ સુધી ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ સ્થિતિ સત્તાવાળા જીવોને અનુત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા હોય છે. ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટ સ્થિતિસત્તા સંસારી જીવોને વારંવાર થતી હોવાથી ઉત્કૃષ્ટ અને અનુત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા પણ વારંવાર થાય છે. તેથી તે બન્ને સાદિ અને અધુવ એમ બબ્બે પ્રકારે હોય છે.
બાકીની એકસો દસ પ્રકૃતિઓ અછુવોદયી હોવાથી તેની ઉદીરણા પણ અચોક્કસ હોય છે. તેથી તેઓની જઘન્ય વગેરે ચારે પ્રકારની સ્થિતિ ઉદીરણા સાદિ અને અધ્રુવ એમ બન્ને પ્રકારે હોય છે. ૪-૫ અદ્ધાચ્છેદ તથા સ્વામિત્વ :
જેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય તેટલો અદ્ધાચ્છેદ કહેવાય. અને ઉત્કૃષ્ટ કે જઘન્યસ્થિતિની જે જીવો ઉદીરણા કરે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી હોય છે
સંક્રમણકરણમાં જે જે પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ અને જઘન્યસ્થિતિ સંક્રમના સ્વામી કહ્યા છે. અને જેટલી સ્થિતિઓ સંક્રમને અયોગ્ય કહી છે તે જ પ્રમાણે અહીં સ્થિતિઉદીરણામાં પણ તે તે પ્રકૃતિઓના તે તે જીવો ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિઉદીરણાના સ્વામી હોય છે. તેમજ તેટલી સ્થિતિઓ ઉદીરણાને અયોગ્ય હોય છે. અને તે જ અદ્ધાચ્છેદ કહેવાય છે, અમુક પ્રકૃતિઓમાં જે વિશેષતા છે, તે હવે પછી બતાવવામાં આવશે.
મતિજ્ઞાનાવરણીય વગેરે ક્યાસી ઉદયબંધોત્કૃષ્ટા પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી બંધાવલિકા પછી ઉદયાવલિકાની ઉપરની બધી સ્થિતિઓની ઉદીરણા કરે છે, માટે બે આવલિકા અદ્ધાચ્છેદ કહેવાય અને ઉત્કૃષ્ટસ્થિતિસત્તાવાળા તે તે પ્રકૃતિના ઉદયવાળા જીવો ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાના સ્વામી છે.
પ્રથમ ગુણસ્થાનકે અતિસંક્લિષ્ટ પરિણામે મિથ્યાત્વમોહનીયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી અંતર્મુહૂર્ત પછી ત્રણ કરણ કર્યા વિના જે જીવ સમ્યક્ત પામે તે જીવ સમ્યક્ત પ્રાપ્તિના પ્રથમ સમયથી અંતર્મુહૂર્ત ન્યૂન ઉદયાવલિકા ઉપરની મિથ્યાત્વની સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને સમ્યક્વમોહનીય તથા મિશ્રમોહનીયમાં ઉદયાવલિકા ઉપર સંક્રમાવે છે. તે સમયે આ બન્ને પ્રકૃતિઓની અંતર્મુહૂર્ત ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ ઉત્કૃષ્ટસ્થિતિસત્તા થાય છે. અને ચતુર્થગુણસ્થાનકે જ સંક્રમાવલિકા વીત્યા પછી ઉદયાવલિકા ઉપરની સમ્યક્વમોહનીયની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કરે છે. માટે સમ્યક્વમોહનીયનો બે આવલિકા અધિક અંતર્મુહૂર્ત પ્રમાણ અદ્ધાચ્છેદ અને ચતુર્થગુણસ્થાનકવાળો જીવ તેની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણાનો સ્વામી છે. તે જ આત્મા ઓછામાં ઓછો પણ અંતર્મુહૂર્ત પ્રમાણ ચતુર્થગુણસ્થાનકે રહીને તૃતીય ગુણસ્થાનકે જાય છે. અને ત્યાં જઈ ઉદયાવલિકા ઉપરની મિશ્રમોહનીયની સઘળી સ્થિતિની ઉદીરણા કરે છે. માટે