________________
૬૦૨
પંચસંગ્રહ-૨
મનુષ્યો દૌર્ભાગ્ય અને અનાદેયના જ ઉદયવાળા હોવાથી આ બે પ્રકૃતિઓના જ ઉદીરકો છે. દેશવિરતિ અને સર્વવિરતિધર મનુષ્યો, ઉચ્ચ કુલમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો અને સઘળા દેવો ઉચ્ચ ગોત્રના જ ઉદયવાળા હોવાથી ઉચ્ચ ગોત્રના ઉદીરકો છે અને શેષ નીચ કુળમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો, નારંકો અને સઘળા તિર્યંચોને નીચ ગોત્રનો જ ઉદય હોવાથી તેઓ નીચ ગોત્રની જ ઉદીરણા કરે છે.
તેરમા ગુણસ્થાનકવર્તી તીર્થંકર ભગવંતો તીર્થંકર નામકર્મના ઉદીરક છે. ચૌદમા ગુણસ્થાનકે ઉદય હોવા છતાં યોગના અભાવે તેઓશ્રી કોઈપણ કર્મની ઉદીરણા કરતા નથી.
શરીર પર્યાપ્તિના પછીના સમયથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિ સુધી—ઉદય હોવા છતાં ઉદીરણા ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિ સમાપ્ત થાય તે પછીના સમયથી બારમા ગુણસ્થાનકની એક આવલિકા શેષ હોય ત્યાં સુધીના જીવો આ ગ્રંથ તથા કર્મસ્તવ આદિ ગ્રંથના મતે નિદ્રા અને પ્રચલાના યથાસંભવ ઉદીરકો છે. પરંતુ કર્મપ્રકૃતિકાર વગેરે કેટલાક આચાર્ય મ.સા.ના મતે ક્ષપક અને ક્ષીણમોહ ગુણસ્થાનકે નિદ્રા અને પ્રચલાનો ઉદય ન હોવાથી ઇન્દ્રિય પર્યાપ્તિની સમાપ્તિની પછીના સમયથી યથાસંભવ ઉપશાંતમોહ ગુણસ્થાનક સુધીના જીવો ઉદારક છે.
દેવો, નારકો, યુગલિકો, વૈક્રિયશરીરી અને આહારક શરીરીને છોડી પ્રમત્તગુણસ્થાનક સુધીના ઇન્દ્રિય પર્યાપ્તિએ પ્રાયપ્તા સઘળા જીવોને થીણદ્વિત્રિકના ઉદયનો સંભવ હોવાથી આ સઘળા જીવો યથાસંભવ ઉદયપ્રાપ્ત થીણદ્વિત્રિકના ઉદીરકો છે.
સાતા-અસાતા વેદનીયના ઉદયવાળા છઠ્ઠા ગુણસ્થાનક સુધીના જીવો અનુક્રમે સાતા અને અસાતાના ઉદીરકો હોય છે. અપ્રમત્તાદિ ગુણસ્થાનોમાં યથાસંભવ બન્ને વેદનીયનો ઉદય હોવા છતાં આ બે પ્રકૃતિઓની ઉદીરણાને યોગ્ય સંક્લિષ્ટ અધ્યવસાયોનો અભાવ હોવાથી ઉદીરણા
થતી નથી.
અનંતાનુબંધી કષાયના પ્રથમના બે ગુણસ્થાનક સુધીના, અપ્રત્યાખ્યાનીય કષાયના ચોથા ગુણસ્થાનક સુધીના, પ્રત્યાખ્યાનીય કષાયના પાંચમા ગુણસ્થાનક સુધીના, સંજ્વલનત્રિકના નવમા ગુણસ્થાનકના ક્રમશઃ બીજા, ત્રીજા અને ચોથા ભાગ સુધીના, બાદર સંજ્વલનત્રિકના નવમા ગુણસ્થાનક સુધીના અને સંજ્વલન સૂક્ષ્મ લોભના ચરમાવલિકા વિના દશમા ગુણસ્થાનકવાળા જીવો ઉદીરણાના સ્વામી છે. પરંતુ આ બધી પ્રકૃતિઓ અવોદયી હોવાથી જ્યારે જે જે પ્રકૃતિનો ઉદય હોય ત્યારે જ તે તે પ્રકૃતિની ઉદીરણા થાય છે એમ સમજવું.
હાસ્યષટ્કના પણ આઠમા ગુણસ્થાનક સુધીના જીવો જ્યારે જે જે પ્રકૃતિના ઉદયવાળા હોય ત્યારે તે તે પ્રકૃતિના ઉદીરક હોય છે.
દેવોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી હાસ્ય, રતિ અને સાતાવેદનીયનો જ ઉદય હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓના જ અને નારકોને ઉત્પત્તિના પ્રથમ અંતર્મુહૂર્ત સુધી અતિ, શોક અને અસાતાનો જ ઉદય હોવાથી તેઓ આ ત્રણ પ્રકૃતિઓના જ ઉદીરકો હોય છે. અને પ્રથમ અંતર્મુહૂર્ત પછી પરાવર્તનનો સંભવ હોવાથી દેવો અને નારકો યથાસંભવ ઉંદય પ્રાપ્ત તે તે પ્રકૃતિઓના ઉદીરકો હોય છે.