________________
ઉદીરણાકરણ સારસંગ્રહ
૬૦૧
સર્વે .એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો અને નારકોને કુંડક સંસ્થાનનો જ ઉદય હોવાથી તેઓ હુંડક સંસ્થાનની જ ઉદીરણા કરે છે. અને એકેન્દ્રિયો તથા નારકોને સંઘયણનો ઉદય ન હોવાથી શેષ સર્વે વિકલેન્દ્રિયો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યો સેવાત્ત સંહનનના જ ઉદીરકો છે. પણ અન્ય સંઘયણોનો ઉદય ન હોવાથી ઉદીરણા કરતા નથી.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા આતપ નામકર્મના ઉદયવાળા ખર બાદર પૃથ્વીકાય જીવો આતપ નામકર્મના ઉદીરકો છે.
શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા લબ્ધિ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપકાય, પ્રત્યેક તથા સાધારણ-વનસ્પતિકાય, વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિય તિર્યંચો, વૈક્રિય તથા આહારક શરીરી મુનિઓ અને ઉત્તરવૈક્રિય શરીરધારી દેવોને ઉદ્યોતનો ઉદય સંભવે છે પણ અન્યને નહીં, તેથી આ જીવો જ્યારે ઉદ્યોતના ઉદયમાં વર્તતા હોય ત્યારે તેઓ ઉદ્યોતના ઉદીરકો હોય છે.
ભાષાપર્યાપ્તિએ પર્યાપ્તા વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિયતિર્યંચો અને મનુષ્યોને યથાસંભવ બન્ને સ્વરોનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બન્ને સ્વરોના, દેવો તથા યુગલિકો સુસ્વરના જ ઉદયવાળા હોવાથી સુસ્વરના અને નારકો દુઃસ્વરના ઉદયવાળા હોવાથી દુઃસ્વરના ઉદીરકો છે. તેમજ શરીર પર્યાપ્તએ પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચો તથા મનુષ્યોને યથાસંભવ બન્ને વિહાયોગતિઓનો ઉદય હોવાથી તેઓ યથાસંભવ બંને વિહાયોગતિના, સર્વે દેવો તથા યુગલિકો શુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી શુભ વિહાયોગતિના અને વિકલેન્દ્રિયો તથા નારકો અશુભવિહાયોગતિના જ ઉદયવાળા હોવાથી અશુભવિહાયોગતિના ઉદીરકો હોય છે.
લબ્ધિ અપર્યાપ્ત જીવોને નામકર્મના માત્ર પ્રથમના બે જ ઉદયસ્થાનો હોવાથી તેઓને સ્વર તથા વિહાયોગતિઓનો ઉદય ન હોવાથી આ ચારમાંથી કોઈપણ પ્રકૃતિઓની ઉદીરણા થતી નથી.
સયોગી ગુણસ્થાનકે જ્યાં સુધી સ્વરનો રોધ ન કરે ત્યાં સુધી જ બન્ને સ્વરોની ઉદીરણા
થાય છે.
તેરમા ગુણસ્થાનકે શ્વાસોચ્છ્વાસનો નિરોધ ન કરે ત્યાં સુધીના શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિએ પર્યાપ્તા સઘળા સંસારી જીવો શ્વાસોચ્છ્વાસ નામકર્મના ઉદી૨ક છે.
લબ્ધિપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, અપ્લાય, પ્રત્યેક તથા સાધારણ વનસ્પતિકાય તેમજ લબ્ધિ પર્યાપ્ત વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય તથા દેવોને યશઃકીર્તિ અને અયશઃકીર્ત્તિ એ બન્નેના ઉદયનો સંભવ હોવાથી યથાસંભવ તે જીવો બન્નેના ઉદીરકો છે. અને સૂક્ષ્મ એકેન્દ્રિયો તેઉકાય, વાયુકાય, લબ્ધિ અપર્યાપ્તા એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, પંચેન્દ્રિયતિર્યંચો, મનુષ્યો અને નારકોને અયશઃકીર્તિનો જ ઉદય હોવાથી આ સઘળા જીવો અયશઃકીર્તિના જ ઉદીકો છે.
લબ્ધિ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો, મનુષ્યો અને દેવોને સૌભાગ્ય-દૌર્ભાગ્ય, આદેયઅનાદેય આ ચારેય પ્રકૃતિઓના ઉદયનો સંભવ હોવાથી આ જીવો યથાસંભવ ચારે પ્રકૃતિઓના ઉદીરકો છે. અને એકેન્દ્રિયો, વિકલેન્દ્રિયો, નારકો, લબ્ધિ અપર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો અને પંચ૰૨-૭૬