________________
૫૩૨
પંચસંગ્રહ-૨ . તાત્પર્ય એ કે, ઉપરોક્ત કર્મ પ્રકૃતિઓ પોતાના ફળનો અનુભવ જીવના અમુક ભાગને કરાવે છે, અમુક ભાગને કરાવતી' નથી, એમ નથી, પણ સંપૂર્ણ જીવદ્રવ્યને કરાવે છે, છતાં તેનાથી જીવમાં રહેલા અનંત જ્ઞાનાદિ ગુણો સર્વથા દબાઈ જતા નથી. ઉપરોક્ત કર્મપ્રકૃતિઓ જે જે સમ્યક્વ, ચારિત્રાદિ ગુણોને દબાવે છે તે તમામના અમુક અમુક અંશો ઉઘાડા રહે છે જ. કેમ કે તમામ અંશોને દબાવવાની તે કર્મોમાં શક્તિ જ નથી, જીવ સ્વભાવે તે ગુણો સંપૂર્ણપણે દબાઈ શકતા પણ નથી, જો સંપૂર્ણપણે દબાઈ જાય તો જીવ અજીવ જ થઈ જાય. જેમ ગાઢ વાદળાં આવવા છતાં પણ તેનાથી ચંદ્ર-સૂર્યની પ્રભા સંપૂર્ણપણે દબાઈ શકતી નથી. પરંતુ દિવસરાત્રિનો ભેદ જણાય તેટલી ઉઘાડી રહે છે, તેમ અહીં પણ સમજવું. કહ્યું છે કે “ગાઢ મેઘ પ્રાપ્ત થવા છતાં પણ ચન્દ્ર-સૂર્યની પ્રભા ઉઘાડી હોય છે.” ૪૭
गुरुलहुगाणंतपएसिएसु चक्खुस्स सेसविग्घाणं । जोगेसु गहणधरणे ओहीणं रुविदव्वेसु ॥४८॥ गुरुलघुकानामनन्तप्रादेशिकेषु चक्षुषः शेषविनानाम् ।
योग्येषु ग्रहणधारणे अवध्योः रूपिद्रव्येषु ॥४८॥
અર્થ–ગુરુ લઘુ દ્રવ્યોના અનંત પ્રાદેશિક સ્કંધોમાં ચક્ષુર્દર્શનાવરણીયનો, ગ્રહણ-ધારણમાં યોગ્ય પુદ્ગલોમાં શેષ અંતરાયનો, અને રૂપીદ્રવ્યોમાં અવધિજ્ઞાન-દર્શનાવરણીયનો વિપાક છે.
ટીકાનુ–જે ગુણની જેટલા પ્રમાણમાં જાણવા આદિની શક્તિ હોય તેને આવરનારું કર્મ તેટલા પ્રમાણમાં તે જ્ઞાનાદિ ગુણને દબાવે છે. જેમ અવધિજ્ઞાનની માત્ર રૂપીદ્રવ્યને જાણવાની શક્તિ છે તે રૂપીદ્રવ્યની જાણવાની શક્તિને જ અવધિજ્ઞાનાવરણીય દબાવે છે. તાત્પર્ય એ કે જે ગુણનો જેટલો અને જે વિષય હોય તેટલા અને તે વિષયને તેને આવરનારાં કર્મો દબાવે છે. જે ગુણથી જે જાણી શકાય, જે ગુણનું જે કાર્ય હોય તે તેનો વિષય કહેવાય છે. એ જ હકીકત કહે છે
ગુરુ-લઘુ પરિણામી અનંત પ્રાદેશિક જે સ્કંધો છે, તેમાં એટલે કે તેવા સ્કંધોનું ચક્ષુ દ્વારા સામાન્ય જ્ઞાન નહિ થવા દેવું તે ચક્ષુદર્શનાવરણનો વિપાક છે. કેમ કે ચક્ષુદર્શન દ્વારા ગુરૂ-લઘુ પરિણામી અનંત પ્રદેશના બનેલા સ્કંધો જ જાણી શકાય છે. તથા શેષ અંતરાય-દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય કર્મોનો ગ્રહણ અને ધારણ કરી શકે તેટલાં પુદ્ગલ દ્રવ્યોમાં જ દાનાંતરાયાદિ કર્મોનો વિપાક છે, આત્મા પુદ્ગલ દ્રવ્યનો અનંતમો ભાગ જ દાનમાં દઈ શકે છે, લાભ મેળવી શકે છે, કે ભોગ-ઉપભોગ કરી શકે છે, તમામ પુદ્ગલ દ્રવ્યનો નહિ. દાનાદિ ગુણોનો તેટલો જ વિષય છે. એટલે તેને આવરનારાં કર્મોનો વિપાક પણ તેટલામાં જ હોય છે.
અવધિજ્ઞાનાવરણ અને અવધિદર્શનાવરણકર્મનો રૂપીદ્રવ્યોમાં જ વિપાક છે–એટલે કે તે કર્મ પોતાની શક્તિનો અનુભવ આત્માને રૂપી પદાર્થોનું સામાન્ય-વિશેષ જ્ઞાન નહિ થવા દઈને કરાવે છે. અરૂપી દ્રવ્યોમાં તેનો વિપાક નથી. જીવોને અરૂપી દ્રવ્યનું જ્ઞાન નહિ થવામાં અવધિ જ્ઞાન-દર્શનાવરણીય કર્મનો ઉદય હેતુ નથી. કેમ કે તે તેનો વિષય નથી. તાત્પર્ય એ કે જેટલા