________________
ઉદીરણાકરણ
૫૩૩
ટે
વિષયમાં ચક્ષુદર્શનાદિનો વ્યાપાર છે, તેટલા જ વિષયમાં ચક્ષુદર્શનાવરણીયાદિ કર્મોનો પણ વ્યાપાર છે એટલે ઉપર કહેલા નિયમમાં કોઈ વિરોધ આવતો નથી. ૪૮
सेसाणं जह बंधे होइ विवागो उ पच्चओ दुविहो । भवपरिणामकओ वा निग्गुणसगुणाण परिणइओ ॥४९॥ शेषाणां यथा बन्धे भवति विपाकस्तु प्रत्ययो द्विविधः ।
भवपरिणामकृतो वा निर्गुणसगुणानां परिणतितः ॥४९॥ અર્થ-શેષ પ્રકૃતિઓનો વિપાક જેમ બંધમાં કહ્યો છે તેમ ઉદીરણામાં પણ સમજવો. ભવકૃત અને પરિણામકૃત એમ પ્રત્યય બે પ્રકારે છે. તેમાં પરિણામકૃત નિર્ગુણ અને સગુણ સંબંધ બે પ્રકારે છે.
ટીકાનુ–ઉક્ત શેષ પ્રકૃતિઓનો વિપાક-ફળનો અનુભવ પુદ્ગલ અને ભવ આદિ દ્વારા જેમ બંધમાં કહ્યો છે, તેમ ઉદીરણામાં પણ સમજવો. એટલે કે પુગલ અને ભવ આદિ દ્વારા ઉદીરણા વડે પણ તે તે પ્રકૃતિઓના ફળને આત્મા અનુભવે છે.
હવે પ્રત્યય કહે છે–પ્રત્યય, હેતુ અને કારણ એ એકાર્થક છે. ક્યા હેતુ કે કારણોને લઈ ઉદીરણા થાય છે, તે અહીં કહેવાનું છે. વીર્ય વ્યાપાર વિના ઉદીરણા થઈ શકતી નહિ હોવાથી કષાય સહિત કે કષાય રહિત યોગ સંજ્ઞાવાળું વીર્ય તેનું મુખ્ય કારણ છે. ઉદીરણામાં કારણરૂપ યોગસંજ્ઞાવાળું તે વીર્ય વિશેષ ભવકૃત અને પરિણામકૃત એમ બે પ્રકારે છે. તેમાં દેવ નારક આદિ ભવ સમજવો, અને અધ્યવસાય કે આહારકાદિ શરીરનો પરિણામ અને બાંધેલા રસનો અન્યથાભાવ એ પરિણામ સમજવો.
પરિણામકૃત પણ બે પ્રકારે છે : ૧. નિર્ગુણ સંબંધી, ૨. સગુણ સંબંધી. એટલે કે નિર્ગુણ આત્માઓને પરિણામ વડે કરાયેલ અને ગુણવાન આત્માઓને પરિણામ વડે કરાયેલ એમ પરિણામકૃત પ્રત્યય બે પ્રકારે છે. ૪૯
૧. કોઈપણ કરણની પ્રવૃત્તિ વીર્યવ્યાપાર વિના થઈ શકતી નથી, એટલે કષાય સહિત કે કષાય વિનાની જે વીર્યપ્રવૃત્તિ તે જ ઉદીરણામાં પણ કારણ છે, અમુક અમુક પ્રકારનો વીર્યવ્યાપાર થવામાં પણ અનેક કારણો હોય છે. જેમ કે દેવ ભવમાં અમુક પ્રકારનો અને નારક, તિર્યગુ, મનુષ્યભવમાં અમુક પ્રકારનો વીર્યવ્યાપાર હોય છે. દેશ કે સર્વવિરતિ આદિ ગુણવાળાઓનો અમુક પ્રકારનો અને ગુણ વિનાના આત્માઓનો અમુક પ્રકારનો વીર્યવ્યાપાર હોય છે. વૈક્રિય, આહારક શરીરનો પરિણામ પણ અમુક અમુક પ્રકૃતિઓની ઉદીરણામાં કારણ છે. એટલે પરિણામનો અર્થ જેમ અધ્યવસાય થાય છે, તેમ અહીં શરીર આદિનો પરિણામ એ અર્થ પણ થાય છે. વળી જેવો અને જેટલો રસ બંધાય છે તેવો અને તેટલો જ રસ ઉદીરાય છે, એમ કંઈ નથી, કેમ કે કેટલીયે પ્રકૃતિઓનો સર્વઘાતી અને ચઉઠાણીયો રસ બંધાય છે છતાં તે સર્વઘાતી રસે જ કે ચઉઠાણીયા રસે જ ઉદયમાં આવે છે એમ નથી. બંધમાં ગમે તેવો રસ હોય છતાં ઉદયઉદીરણામાં અમુક પ્રકારનો જ રસ હોય છે. એટલે બાંધેલા રસનો વિપરિણામ કરી ફેરફાર કરીહાનિવૃદ્ધિ કરી ઉદયમાં લાવે છે. એટલે પરિણામનો અર્થ “અન્યથાભાવ કરવો’ એવો પણ થાય છે. આ પ્રમાણે વીર્યવ્યાપાર થવામાં ભવાદિ અનેક કારણ હોવાથી ઉદીરણા પણ અનેક રીતે પ્રવર્તે છે. વીર્યવ્યાપાર એ સીધું કારણ છે. બાકી બધાં અવાંતર કારણો છે એમ સમજાય છે.