________________
ઉદીરણાકરણ
૫૩૧
તાત્પર્યાર્થ આ પ્રમાણે છે—જયારે સર્વોત્કૃષ્ટ રસ બંધાય ત્યારે સર્વોત્કૃષ્ટ રસની સત્તા થાય. સત્તામાં રહેલ તે સર્વોત્કૃષ્ટ રસ અનન્તભાગ હીન થાય અથવા અસંખ્યાત ભાગ હીન થાય અથવા સંખ્યાતભાગ હીન થાય અથવા સંખ્યાતગુણહીન થાય અથવા અસંખ્યાતગુણહીન થાય કે અનંતગુણહીન થાય છતાં પણ ઉત્કૃષ્ટ રસની ઉદીરણા થાય છે. કારણ કે અનંતાનંત સ્પર્ધકોના અનુભાગનો ક્ષય થવા છતાં પણ અનંત સ્પદ્ધકો બંધાતી વખતે જેવા રસવાળા બંધાયા હતા તેવા જ રસવાળા રહે છે. જેટલા સ્પદ્ધકો બંધાયા તે તમામ સ્પર્તકોમાંથી કંઈ રસ ઘટી જતો નથી. પરંતુ અમુક અમુક સ્પદ્ધકોમાંથી અનંતભાગહીન કે અનંતગુણહીન આદિ રસ ઓછો થાય છે. એટલે મૂળ-બંધાતી વખતે જે રસ બંધાયો હતો તે સામુદાયિક રસની અપેક્ષાએ અનંતગુણહીનઅનંતમો ભાગ રસ બાકી રહેવા છતાં પણ ઉત્કૃષ્ટ રસની ઉદીરણા થાય છે. તો પછી અસંખ્યાત ગુણહીન આદિ રસ શેષ રહે ત્યારે પણ ઉત્કૃષ્ટ રસની ઉદીરણા થાય તેમાં કંઈ આશ્ચર્ય નથી. ૪૬ હવે વિપાક આશ્રયી જે વિશેષ છે, તે કહે છે –
मोहणीयनाणवरणं केवलियं दंसणं विरियविग्धं । संपुन्नजीवदव्वे न पज्जवेसुं कुणइ पागं ॥४७॥ मोहनीयज्ञानावरणं कैवलिकं दर्शनं वीर्यविघ्नम् ।
संपूर्णजीवद्रव्ये न पर्यायेषु कुर्वन्ति पाकम् ॥४७॥ અર્થ–મોહનીય, જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, અને વીર્યંતરાય કર્મ સંપૂર્ણ જીવદ્રવ્યમાં વિપાક કરે છે, પરંતુ સર્વ પર્યાયમાં વિપાક કરતા નથી. - ટીકાન–અઠ્યાવીસ પ્રકારનું મોહનીય, પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, અને વીર્યંતરાય એ પાંત્રીસ કર્મપ્રકૃતિઓ સંપૂર્ણ જીવદ્રવ્યમાં વિપાક ઉત્પન્ન કરે છે, પરંતુ સઘળા પર્યાયમાં ઉત્પન્ન કરતો નથી, એટલે કે એ પાંત્રીસ પ્રવૃતિઓ દ્રવ્યથી સંપૂર્ણ જીવદ્રવ્યને હણે છે–દબાવે છે, પરંતુ સઘળા પર્યાયોને દબાવવાનું અશક્ય હોવાથી દબાવતી નથી.
. ૧. કુલ સામુદાયિક રસમાંથી અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ રસ જે ઓછો થાય તે અનુક્રમે અનંત ભાગ હીન, અસંખ્યાત ભાગ હીન અને સંખ્યાત ભાગ હીન કહેવાય છે. તથા કુલ અનુભાગનો અનંતમો ભાગ, અસંખ્યાતમો ભાગ કે સંખ્યાતમો ભાગ જ સત્તામાં શેષ રહે ત્યારે તે અનંતગુણહીન, અસંખ્યાત ગુણહીન કે સંખ્યાત ગુણહીન થયેલો કહેવાય છે. અનંતભાગહીન એટલે માત્ર અનંતમો ભાગ જ ઓછો, અને અનંતગુણહીન થાય એટલે અનંતમો ભાગ બાકી રહે એ અર્થ સમજવો, બાકીના ભાગહીન કે ગુણહીનમાં પણ ઉપર કહ્યા પ્રમાણે સમજવું.
કુલ સામુદાયિક રસ અનંત ભાગાદિહીન કે અનંતગુણાદિહીન થાય છે, પણ સત્તાગત તમામ સદ્ધકોમાંથી કંઈ અનંતભાગીનાદિ રસ ઓછો થતો નથી. કેટલાયે રૂદ્ધકો જેવા બંધાયા હતા તેવા જ સત્તામાં રહી જાય છે. એટલે ઉત્કૃષ્ટ રસની સત્તાકાળે ષટ્રસ્થાન પડવા છતાં પણ ઉદીરણા થઈ શકે છે. જેમ - ઉપશમ શ્રેણિમાં કિક્રિઓ થયા પછી પણ અપૂર્વ સ્પર્તક અને પૂર્વ સ્પર્ધ્વક પણ સત્તામાં રહે છે.