________________
ઉદીરણાકરણ
- एगिंदियजोगाणं पडिवक्खा बंधिऊण तव्वेइ । बंधालिचरमसमये तदागए सेसजाईणं ॥ ३३ ॥ एकेन्द्रिययोग्यानां प्रतिपक्षाः बद्ध्वा तद्वेदी । बंधावलिकाचरमसमये तस्मादागतः शेषजातीनाम् ॥३३॥
૫૧૯
અર્થ—પ્રતિપક્ષ પ્રકૃતિઓને બાંધીને બંધાવલિકાના ચરમ સમયે તદ્વેદી આત્મા એકેન્દ્રિય યોગ્ય પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે. તેમાંથી-એકેન્દ્રિયમાંથી આવેલો શેષ જાતિઓની (એ પ્રમાણે) જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે.
ટીકાનુ—એકેન્દ્રિયોને જ ઉદીરણા પ્રત્યે પ્રકૃતિઓ, જેવી કે, એકેન્દ્રિયજાતિ, સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ નામ. તે પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય તે તે પ્રકૃતિઓની પ્રતિપક્ષ પ્રકૃતિઓને બાંધીને બંધાવલિકાના ચરમ સમયે તે તે પ્રકૃતિઓના ઉદયવાળો આત્મા જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે.
તેમાં એકેન્દ્રિયજાતિની પ્રતિપક્ષ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દિરય અને પંચેન્દ્રિય જાતિ છે, અને સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ નામની પ્રતિપક્ષ અનુક્રમે ત્રસ, બાદર અને પ્રત્યેક છે. તાત્પર્યાર્થ આ છે—સર્વ જઘન્ય–ઓછામાં ઓછી સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય, બેઇન્દ્રિયાદિ ચારે જાતિઓને ક્રમપૂર્વક બાંધે. ક્રમપૂર્વક તે ચારે જાતિનામકર્મને બાંધ્યા પછી એકેન્દ્રિયજાતિને બાંધવાનો આરંભ કરે. તેની બંધાવલિકાના ચરમ સમયે તે એકેન્દ્રિય આત્મા પોતાની જાતિની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે.
ઉપરોક્ત સ્વરૂપવાળા એકેન્દ્રિય આત્માને પોતાની જાતિની જઘન્ય સ્થિતિનો ઉદીરક કહેવાનું કારણ—એક તો તે એકેન્દ્રિયજાતિની ઓછામાં ઓછી સ્થિતિની સત્તાવાળો છે. બીજું, જેટલો કાળ પોતાની પ્રતિપક્ષ બેઇન્દ્રિયાદિ જાતિનામકર્મ બાંધે તેટલા કાળ પ્રમાણ એકેન્દ્રિયજાતિની સ્થિતિ ભોગવવા દ્વારા ન્યૂન કરે છે, તેથી સત્તામાં અતિ અલ્પ સ્થિતિ રહે છે, અને સત્તામાં અતિ અલ્પ સ્થિતિ રહેવાથી ઉદીરણા પણ અતિ અલ્પ સ્થિતિની જ થાય છે. એટલે ઉપરોક્ત સ્વરૂપવાળો એકેન્દ્રિય આત્મા પોતાની જાતિની જઘન્ય સ્થિતિનો ઉદીરક કહ્યો છે. આ ઉ૫૨થી અતિ જઘન્ય સ્થિતિની સત્તા, અને પ્રતિપક્ષ પ્રકૃતિનો બંધ એ બંને ગ્રહણ કરવાનું કારણ સમજાઈ ગયું હશે, તથા ચારે જાતિ બાંધ્યા પછી એકેન્દ્રિયજાતિની બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય સ્થિતિની ઉદીરણા થાય, એમ કહેવાનું કારણ—બંધાવલિકા પૂર્ણ થયા પછીના સમયે બંધાવલિકાના પ્રથમ સમયે બંધાયેલ લતાનો પણ ઉદય થવાથી ઉદીરણા થાય, અને તેમ થાય તો ઉદીરણામાં સ્થિતિ વધી જાય, તે ન થાય માટે બંધાવલિકાના ચરમ સમયે જઘન્ય ઉદીરણા થાય એમ કહ્યું છે.
જે રીતે એકેન્દ્રિયજાતિની જઘન્ય ઉદીરણા કહી તે રીતે સ્થાવર, સૂક્ષ્મ અને સાધારણ નામકર્મની પણ જઘન્ય સ્થિતિની ઉદીરણા કહેવી. માત્ર તે ત્રણેની પ્રતિપક્ષ પ્રકૃતિઓ અનુક્રમે ત્રસ, બાદર અને પ્રત્યેક નામ જાણવી. જેમ કે—સ્થાવર નામકર્મની અતિ જઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય આત્મા જેટલી વધારે વાર ત્રસ નામકર્મ બાંધી શકે તેટલી વધારે વાર બાંધે, ત્યારબાદ