________________
પંચસંગ્રહ-૨
૫૨૦
સ્થાવર નામ બાંધવાનો આરંભ કરે, તેની બંધાવલિકાના ચરમ સમયે તે એકેન્દ્રિય આત્મા સ્થાવર નામકર્મની જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે. એ પ્રમાણે બાદરાદિ માટે પણ સમજવું.
તથા એકેન્દ્રિય ભવમાંથી આવેલો બેઇન્દ્રિયાદિ આત્મા પોતપોતાની જાતિની એ જ પ્રમાણે જઘન્ય સ્થિતિની ઉદીરણા કરે છે. અહીં તાત્પર્ય આ છે—કોઈ જઘન્ય સ્થિતિની સત્તાવાળો એકેન્દ્રિય આત્મા તે ભવમાંથી નીકળી બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થાય, ત્યાં પૂર્વે બાંધેલ બેઇન્દ્રિય જાતિને અનુભવવાનો આરંભ કરે. અનુભવના—ઉદયના પ્રથમ સમયથી આરંભી દીર્ઘકાળ પર્યંત એકેન્દ્રિય જાતિ બાંધે, ત્યારબાદ તેઇન્દ્રિય જાતિ દીર્ઘકાળ પર્યંત બાંધે, એ પ્રમાણે ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિયજાતિ ક્રમપૂર્વક બાંધે. માત્ર જે જાતિની જઘન્ય સ્થિતિની ઉદીરણા કહેવાની છે, તે જાતિને છેલ્લી બાંધે. આ પ્રમાણે ચાર મોટા અંતર્મુહૂર્ત જાય, તેટલો કાળ બેઇન્દ્રિયજાતિને અનુભવવા દ્વારા ઓછી કરે. ત્યારબાદ બેઇન્દ્રિયજાતિને બાંધવાનો આરંભ કરે. તેની બંધાવલિકાના ચરમ સમયે એકેન્દ્રિય ભવમાંથી જેટલી જઘન્ય સ્થિતિની સત્તા લઈને આવ્યો હતો તેની અપેક્ષાએ ચાર અંતર્મુહૂર્ત ન્યૂન બેઇન્દ્રિય જાતિની જઘન્ય સ્થિતની ઉદીરણા કરે છે. ક્રમપૂર્વક ચાર જાતિના બંધનું અને બંધાવલિકાના ચરમ સમયે ઉદીરણાનું કારણ એકેન્દ્રિય જાતિની જઘન્ય સ્થિતિની ઉદીરણાના પ્રસંગે કહ્યું છે તે જાણવું, એ જ પ્રમાણે તેઇન્દ્રિય અને ચતુરિન્દ્રિયજાતિ નામની જઘન્ય સ્થિત્યુદીરણા પણ કહેવી. ૩૩ दुभगाइनीयतिरिदुगअसारसंघयणनोकसायाणं ।
मणुपुव्वऽपज्जतइयस्स सन्निमेवं इगागयगे ॥३४॥
दुर्भगादिनीचतिर्यग्द्विकासारसंहनननोकषायाणाम् ।
मनुजानुपूर्व्यपर्याप्ततृतीयस्य संज्ञिन्येवं एकेन्द्रियागते ॥३४॥
અર્થ—એકેન્દ્રિયમાંથી આવેલા સંશીમાં દુર્ભગાદિ, નીચ ગોત્ર, તિર્થશ્વિક અસાર સંઘયણ, નોકષાય-હાસ્ય, રતિ, અરતિ અને શોક, મનુજાનુપૂર્વી, અપર્યાપ્તનામ, અને ત્રીજા વેદનીયકર્મની એ પ્રમાણે જઘન્ય સ્થિતિની ઉદીરણા થાય છે.
ટીકાનુ—દુર્ભાગ આદિ ત્રણ—દુર્ભાગ, અનાદેય, અને અપયશઃકીર્તિ, નીચ ગોત્ર, તિયંન્દ્રિક-તિર્યંચગતિ અને તિર્યંચાનુપૂર્વી, અસારસંઘયણ—પહેલા સિવાય પાંચ સંઘયણ, નોકષાયો-હાસ્ય, રતિ અને શોક-અતિ એ ચાર, વેદોના સંબંધે આગળ ઉપર કહેવાનું હોવાથી અને ભય જુગુપ્સા સંબંધે કહી ગયા હોવાથી અહીં નોકષાય શબ્દ વડે ઉપરોક્ત હાસ્યાદિ ચારને જ ગ્રહણ કરવા. તથા મનુષ્યાનુપૂર્વી, અપર્યાપ્તનામ અને ત્રીજું સાતા-અસાતારૂપ વેદનીયકર્મ, સઘળી મળી ઓગણીસ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિય ભવમાંથી આવેલા સંશી પંચેન્દ્રિયમાં થાય છે.
૧. અહીં દુર્ભગત્રિક વગેરે ૧૯ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિ ઉદીરણા એકેન્દ્રિયમાંથી આવેલા સંશી પંચેન્દ્રિયને બતાવી, પરંતુ મનુષ્યાનુપૂર્વી અને પાંચ સંઘયણ વિના ૧૩ પ્રકૃતિઓનો ઉદય એકેન્દ્રિયાદિ જીવોને પણ હોય છે છતાં એકેન્દ્રિયાદિ જીવોમાં જઘન્ય સ્થિતિ ઉદીરણા ન બતાવતાં સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ બતાવી તેનું કારણ શેષ જીવો કરતાં સંશી પંચેન્દ્રિય જીવોને પરાવર્તમાન બંધ યોગ્ય દરેક પ્રકૃતિઓનો