________________
૫૧૮
પંચસંગ્રહ-૨
ગ઼ાતાં હણાતાં શેષ રહેલી તેટલી સ્થિતિની સયોગીકેવલી ગુણસ્થાનકના પ્રથમસમયે જે ઉદીરણા થાય તે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે. સર્વદા ઉત્કૃષ્ટથી પણ આટલી જ તીર્થંકર નામકર્મની સ્થિતિ ઉદીરણા યોગ્ય હોય છે, અધિક નહિ.
ચારે આયુનો પોતપોતાનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થયા પછી જ્યારે તેનો ઉદય થાય ત્યારે ઉદયના પ્રથમ સમયે તે તે આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા થાય છે અને તે ઉત્કૃષ્ટ ઉદીરણા કહેવાય છે. તે તે આયુના ઉદયવાળો આત્મા તેનો સ્વામી છે.
આ પ્રમાણે અદ્ધાચ્છેદ અને ઉત્કૃષ્ટ ઉદીરણાનું સ્વામિત્વ કહ્યું. હવે જઘન્યસ્થિતિ ઉદીરણાનું સ્વામિત્વ કહે છે—
भयकुच्छआयवुज्जोयसव्वघाईकसायनिद्दाणं । અતિદીસંતબંથો નહળવદ્દીનો અતસો રૂા.
भयजुगुप्साऽऽतपोद्योतसर्वघातिकषायनिद्राणाम् ।
अतिहीनसत्बन्धः जघन्योदीरकोऽत्रसः ॥३२॥
અર્થ—ભય, જુગુપ્સા, આતપ, ઉદ્યોત, સર્વઘાતિ કષાયો અને નિદ્રાની અતિહીન સત્તા અને બંધવાળો સ્થાવર આત્મા જઘન્ય સ્થિતિનો ઉદીરક છે.
ટીકાનુ—અતિ અલ્પ સ્થિતિની સત્તાવાળો અને સત્તાની અપેક્ષાએ કંઈક અધિક અગર તો સરખો જ નવીન કર્મનો બંધ કરતો સ્થાવર આત્મા ભય, જુગુપ્સા, આતપ, ઉદ્યોત, આદિના બાર સર્વઘાતિ કષાયો, અને નિદ્રા પંચક કુલ એકવીસ પ્રકૃતિઓની બંધાવલિકા વીત્યા બાદ જઘન્ય સ્થિતિ ઉદીરણા કરે છે. કારણ કે તેને સત્તામાં અતિ જઘન્ય સ્થિતિ છે. અને નવો બંધ પણ સત્તાની સમાન કે થોડો જ વધારે કરે છે, એટલે ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણાનો સ્વામી સ્થાવર કહ્યો છે. સ્થાવરથી ત્રસને બંધ અને સત્તા વધારે હોય છે, માટે તેને વર્જ્યો છે.
અહીં આતપ અને ઉદ્યોત સિવાય ઓગણીસ પ્રકૃતિઓ ધ્રુવબંધી હોવાથી, અને આતપ અને ઉદ્યોતની કોઈ પ્રતિપક્ષ પ્રકૃતિ નહિ હોવાથી તેમજ આ પ્રકૃતિઓની જેટલી અલ્પ સ્થિતિની ઉદીરણા સ્થાવર કરે છે, તેનાથી અલ્પ અન્ય કોઈ કરી શકતા નહિ હોવાથી ઉક્ત સ્વરૂપવાળો સ્થાવર જ આ પ્રકૃતિઓની જઘન્ય સ્થિતિનો ઉદીરક કહ્યો છે. ૩૨
૧. આ પ્રકૃતિઓની સ્થાવરો-એકેન્દ્રિયો જધન્ય સ્થિતિના ઉદીરક હોવાનું કારણ સ્થાવરો ત્રસબેઇન્દ્રિયાદિથી અલ્પ સ્થિતિ બાંધે છે. અને અલ્પ બાંધતો હોવાથી ત્રસમાંથી સત્તા વધારે લઈને આવ્યો હોય તોપણ તેને ઓછી કરી નાખે છે. એકેન્દ્રિયોથી બેઇન્દ્રિયાદિ ત્રસો પચીસ આદિ ગુણ બંધ કરે છે. જ્યારે બંધ વધારે કરે છે, ત્યારે સત્તા વધારે હોય જ. જો કે સંશી પંચેન્દ્રિયો ગુણસ્થાનક પરત્વે અલ્પ સ્થિતિબંધ કરે છે પરંતુ નિદ્રાદ્વિક સિવાયની ઉપરોક્ત પ્રકૃતિઓ ઉદયમાંથી જે જે ગુણસ્થાનકે જાય છે ત્યાં ત્યાં અંત:કોડાકોડીથી બંધ કે સત્તા ઓછા હોતા નથી. નિદ્રાદ્વિકનો અગિયારમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે અને ત્યાં તેની સ્થિતિની સત્તા એકેન્દ્રિયથી પણ ન્યૂન સંભવે છે, તેથી તેની જઘન્ય સ્થિતિની ઉદીરણા ત્યાં કહેવી જોઈએ પણ કહી નથી. તત્ત્વ કેવલ ગમ્ય.