________________
૪૯૪
પંચસંગ્રહ-૨
वेदनीयमोहनीययोर्भवति चतुर्दोदीरणाऽऽयुषः ।
सादिरधुवा शेषाणां सादिवर्जा भवेत्रिविधा ॥२॥ અર્થવેદનીય અને મોહનીયની ઉદીરણા ચાર પ્રકારે, આયુની સાદિ-સાન્ત, અને શેષકર્મની સાદિ સિવાય ત્રણ પ્રકારે છે.
ટીકાનુ–વેદનીય મોહનીયકર્મની ઉદીરણા સાદિ, અનાદિ, અનંત, અને સાંત એમ ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે–વેદનીયકર્મની ઉદીરણા પ્રમત્ત સંયત ગુણસ્થાન પર્યત થાય છે. ત્યારબાદ તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે થતી નથી.
મોહનીયકર્મની ઉદીરણા ક્ષપકશ્રેણિમાં ચરમાવલિકા ન્યૂન સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનના કાળ પર્યત થાય છે, ત્યારબાદ થતી નથી. એટલે અપ્રમત્તાદિ ગુણસ્થાનકેથી પડતાં વેદનીયની, અને ઉપશાંત મોહગુણસ્થાનકેથી પડતાં મોહનીયકર્મની ઉદીરણા શરૂ થાય છે માટે સાદિ, અત્યાર સુધીમાં તે સ્થાન જેઓએ પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, અભવ્યો આશ્રયી અનંત અને ભવ્યાત્માઓ આશ્રયી સાંત હોય છે.
આયુની ઉદીરણા સાદિ-સાંત છે. ઉદયાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી પર્યત આવલિકામાં આયુની ઉદીરણા અવશ્ય થતી નથી. માટે સાંત, ફરી પણ પરભવમાં ઉત્પત્તિના પ્રથમ સમયે પ્રવર્તે છે માટે સાદિ છે.
બાકીના જ્ઞાનાવરણ, દર્શનાવરણ, નામ, ગોત્ર, અને અંતરાય એ પાંચ મૂળ કર્મપ્રકૃતિની ઉદીરણા અનાદિ, ધ્રુવ અને અધુવ એમ ત્રણ પ્રકારે છે, તે આ રીતે–જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની ઉદીરણા ક્ષીણમોહગુણસ્થાનની ચરમાવલિકા શેષ ન રહે ત્યાં સુધી સર્વ જીવોને અવશ્ય થાય છે; અને નામ-ગોત્રની ઉદીરણા સયોગીકેવલી ગુણસ્થાનકના ચરમસમય પર્વત સર્વજીવોને અવશ્ય થાય છે, માટે તે પાંચ કર્મની ઉદીરણા અનાદિ છે. ત્યાંથી પડવાનો અભાવ છે માટે સાદિ નથી. અભવ્ય આશ્રયી અનંત અને ભવ્યાત્માઓ કે જેઓ બારમે અને તેરમે ગુણસ્થાનકે જઈ તે તે કર્મની ઉદીરણાનો નાશ કરશે, તેઓ આશ્રયી સાંત છે. ૨
આ પ્રમાણે મૂળ કર્મવિષયક સાઘાદિનું નિરૂપણ કર્યું. હવે ઉત્તરપ્રકૃતિના વિષયમાં સાદ્યાદિનું નિરૂપણ કરવા ઇચ્છતા કહે છે –
आधुवोदयाण दुविहा मिच्छस्स चउव्विहा तिहण्णासु । मूलुत्तरपगईणं भणामि उद्दीरगा एत्तो ॥३॥
अधुवोदयानां द्विधा मिथ्यात्वस्य चतुर्विधा निधान्यासु ।
मूलोत्तरप्रकृतीनां भणाम्युदीरका अतः ॥३॥ અર્થ-અધ્રુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા સાદિ અને સાંત એક બે પ્રકારે છે. ધ્રુવોદયી પ્રકૃતિઓમાં મિથ્યાત્વની ચાર પ્રકારે અને અન્ય પ્રકૃતિઓની ઉદીરણા ત્રણ પ્રકારે છે. હવે મૂળ અને ઉત્તર પ્રવૃતિઓના ઉદીરક કોણ છે? તે કહું છું.
ટીકાનુ–મિથ્યાત્વ, ઘાતિકર્મની ચૌદ, અને નામકર્મની તેત્રીસ કુલ અડતાળીસ ધ્રુવોદયી