________________
36 હીં અહં નમઃ ઉદીરણાકરણ
આ પ્રમાણે ઉદ્વર્તન તથા અપવર્તનાકરણનું સ્વરૂપ કહ્યું. હવે કર્મપ્રકૃતિમાં કહેલ ક્રમને અનુસરી ઉદીરણાકરણનું સ્વરૂપ કહેવા યોગ્ય છે. તેમાં આટલા વિષયો છે. અને તે આ પ્રમાણે છે–લક્ષણ, ભેદ, સાદ્યાદિનું નિરૂપણ, અને સ્વામિત્વ. તેમાં પ્રથમ લક્ષણ અને ભેદના સ્વરૂપના પ્રતિપાદન માટે નીચેની ગાથા કહે છે. તેમાં અર્ધી ગાથા વડે લક્ષણ, અને અર્ધી ગાથા વડે ભેદનું સ્વરૂપ કહે છે.
जं करणेणोकड्डिय दिज्जइ उदए उदीरणा एसा । पगतिट्ठितिमाइ चउहा मूलुत्तरभेयओ दुविहा ॥१॥ यत्करणेनापकृष्य दीयते उदये उदीरणैषा ।
प्रकृतिस्थित्यादिचतुर्धा मूलोत्तरभेदतो द्विविधा ॥१॥ અર્થ –કરણ દ્વારા જે કર્મદલિકો ખેંચીને ઉદયમાં દેવાય છે, તે ઉદીરણા કહેવાય છે. તે પ્રકૃતિ, સ્થિતિ આદિ ભેદે ચાર પ્રકારે છે, વળી તે સઘળા મૂળ તેમજ ઉત્તરપ્રકૃતિના ભેદે બબ્બે પ્રકારે છે.
ટીકાનુ–કષાયયુક્ત કે કષાય સિવાયની જે વીર્યપ્રવૃત્તિ દ્વારા ઉદયાવલિકાની બહિર્વર્તી ઉપરનાં સ્થાનકોમાં રહેલા કર્માણુઓને ખેંચીને ઉદયાવલિકામાં દેવાય-નખાય = તે દલિકોનો ઉદયાવલિકામાં પ્રક્ષેપ થાય એટલે કે ઉદયાવલિકાનાં સ્થાનકોમાં રહેલ દલિકો સાથે ભોગવાયતેવા કરાય તે ઉદીરણા કહેવાય છે. કહ્યું છે કે “ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાં રહેલ દલિકોને કષાયયુક્ત કે કષાય વિનાની જે વીર્યપ્રવૃત્તિ દ્વારા ખેંચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવાય તે ઉદીરણા કહેવાય છે.”
તે ઉદીરણા પ્રકૃતિ, સ્થિતિ આદિના ભેદે ચાર પ્રકારે છે, તે આ પ્રમાણે–પ્રત્યુદરણા, સ્થિત્યુદીરણા, અનુભાગોદીરણા અને પ્રદેશોદરિણા. વળી તે દરેક મૂળ પ્રકૃતિઓના ભેદે અને ઉત્તર પ્રવૃતિઓના ભેદે બબ્બે પ્રકારે છે, તેમાં મૂળ પ્રકૃતિના ભેદે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિના ભેદે અઠ્ઠાવન પ્રકારે છે. ૧
આ પ્રમાણે ઉદીરણાના લક્ષણ અને ભેદનું સ્વરૂપ કહ્યું. હવે સાદ્યાદિ પ્રરૂપણા કરવી જોઈએ, તે બે પ્રકારે છે. ૧. મૂળકર્મ વિષયક, અને ૨. ઉત્તરપ્રકૃતિ વિષયક. તેમાં પહેલાં મૂળ કર્મ વિષયક સાઘાદિ પ્રરૂપણા કરે છે–
वेयणीय मोहणीयाण होइ चउहा उदीरणाउस्स । साइअधुवा सेसाण साइवज्जा भवे तिविहा ॥२॥