________________
૪૯૫
ઉદીરણાકરણ પ્રકૃતિઓને વર્જીને શેષ એકસો દશ અધુવોદયી પ્રકૃતિઓની ઉદીરણા તે સઘળી પ્રવૃતિઓ અધુવોદયી હોવાથી સાદિ અને સાત એમ બે પ્રકારે છે.
ધ્રુવોદયી પ્રકૃતિઓમાં મિથ્યાત્વની ઉદીરણા સાદિ, અનાદિ, ધ્રુવ અને અધ્રુવ એમ ચાર પ્રકારે છે. તે આ રીતે–જેણે સમ્યક્ત પ્રાપ્ત કર્યું છે તેને ઉદય નહિ હોવાથી મિથ્યાત્વની ઉદીરણા થતી નથી માટે સાંત છે; સમ્યક્તથી પડી મિથ્યાત્વે ગયેલાને ફરી ઉદીરણા થાય છે માટે સાદિ, અત્યારસુધી જેણે સમ્યક્ત પ્રાપ્ત કર્યું નથી તેઓ આશ્રયી અનાદિ, કોઈ કાળે સમ્યક્ત પ્રાપ્ત કરતા નહિ હોવાથી અભવ્ય આશ્રયી અનંત અને ભવ્ય આશ્રયી સાંત છે.
જ્ઞાનાવરણીય પાંચ, દર્શનાવરણીય ચાર, અંતરાય પાંચ, અસ્થિર, સ્થિર, શુભ, અશુભ, તૈજસસપ્તક, અગુરુલઘુ, વર્ણાદિ વીસ અને નિર્માણ સઘળી મળી સુડતાળીસ પ્રકૃતિઓની ઉદીરણા અનાદિ, અનંત અને સાત એમ ત્રણ પ્રકારે છે.
ઉપરોક્ત સુડતાળીસે પ્રકૃતિઓ ધ્રુવોદયી હોવાથી અનાદિકાળથી સઘળા જીવોને તેની ઉદીરણા પ્રવર્તે છે માટે અનાદિ, અભવ્યોને અનંતકાળ પર્યત પ્રવર્તશે માટે અનંત, અને જે ભવ્યાત્માઓ ઉપરના ગુણસ્થાનકે જઈ ઉપરોક્ત પ્રકૃતિઓની ઉદીરણાનો વિચ્છેદ કરશે તેઓ આશ્રયી સાંત છે. તેમાં જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયની ઉદીરણા બારમાં ગુણસ્થાનકની આવલિકા શેષ ન રહે ત્યાં સુધી થાય છે, અને નામકર્મની તેત્રીસ પ્રકૃતિઓની ઉદીરણા તેરમાં ગુણસ્થાનકના ચરમ સમય પર્યત થાય છે, ત્યારબાદ તેનો વિચ્છેદ થાય છે. ૩
આ પ્રમાણે સાદ્યાદિનું નિરૂપણ કહ્યું. હવે અહીંથી ગ્રંથકાર કયો ક્યો જીવ કઈ કઈ મૂળ અને ઉત્તર કર્મપ્રકૃતિઓનો ઉદીરક છે, તે કહે છે.
घाईणं छउमत्था उदीरगा रागिणो इ मोहस्स ।
वेयाऊण पमत्ता सजोगिणो नामगोयाणं ॥४॥ . घातिनां छद्मस्था उदीरका रागिणस्तु मोहस्य ।
'वेद्यायुषोः प्रमत्ताः सयोगिनो नामगोत्रयोः ॥४॥ અર્થઘાતિકર્મના ઉદીરક છઘો છે, મોહના રાગી આત્માઓ, વેદનીય અને આયુના પ્રમત્ત સુધીના આત્માઓ, અને નામ-ગોત્રના સયોગી ગુણસ્થાન પર્યતવર્તી આત્માઓ છે.
ટીકાનુ–જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયરૂપ ઘાતિ કર્મપ્રકૃતિઓના ચરમાવલિકા ન્યૂન ક્ષીણમોહ ગુણસ્થાન સુધીમાં વર્તમાન સઘળા છબસ્થ આત્માઓ ઉદીરક છે. મોહનીયકર્મના ચરમાવલિકા હીન સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન સુધીના રાગી આત્માઓ ઉદીરક છે. વેદનીય અને આયુના પ્રમત્ત ગુણસ્થાનક સુધીના સઘળા આત્માઓ ઉદીરક છે. છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં પણ આયુની જ્યારે જ્યારે પર્યતાવલિકા શેષ રહે ત્યારે ત્યારે તેમાં ઉદીરણા પ્રવર્તતી નથી, તે સિવાયના કાળમાં પ્રવર્તે છે. તથા નામ અને ગોત્રકમના સયોગીકેવલી ગુણસ્થાન સુધીના સઘળા આત્માઓ ઉદીરક છે. ૪
આ રીતે મૂળકર્મ પ્રકૃતિના ઉદીરણાના સ્વામી કહ્યા. હવે ઉત્તર પ્રવૃતિઓની ઉદીરણાના