________________
૪૯૨
પંચસંગ્રહ-૨
ડાયસ્થિતિ જેટલું અને કર્મપ્રકૃતિના મતે કંઈક ન્યૂન ડાયસ્થિતિ જેટલું કંડકનું પ્રમાણ છે.
પ્રશ્ન-૨૧. વ્યાઘાત અપવર્તનામાં જઘન્ય અતીત્થાપના પલ્યોપમના અસંખ્યાતમા ભાગપ્રમાણ કંડક જેટલી બતાવેલ છે. પરંતુ ક્ષાયિકસમ્યક્તની પ્રાપ્તિમાં સમ્યક્ત મોહનીયમાં અને ક્ષપકશ્રેણિમાં પણ કેટલીક પ્રવૃતિઓના સંખ્યાત વર્ષ પ્રમાણ અને અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઘાત બતાવેલ છે. તેથી ત્યાં સંખ્યાત વર્ષ અને અંતર્મુહૂર્ત પ્રમાણ જઘન્ય અતીત્થાપના કેમ ન હોય ?
ઉત્તર–સાયિક સમ્યક્ત અને ક્ષપકશ્રેણીની પ્રાપ્તિમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી પણ ન્યૂન યાવતુ અંતર્મુહૂર્ત પ્રમાણ સુધીના સ્થિતિઘાતો થાય છે. તેથી ત્યાં તેટલી જ અતીત્થાપના હોય એ વાત બરાબર છે. પરંતુ છઠ્ઠા પ્રશ્નના ઉત્તરમાં અભવ્ય પ્રાયોગ્ય સ્થિતિઘાતને આશ્રયી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય કંડક હોય છે. તેથી જઘન્ય અતીત્થાપના પણ તેટલી કહી છે.
ઉદ્વર્તના-અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી સમાપ્ત.