________________
ઉદ્વર્તના અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી
૪૯૧
અયોગ્ય હોવાથી તેમાં આવી ઉદ્વર્તના પણ થતી નથી. આ હકીકતને સ્પષ્ટ કરવા માટે જ આવલિકા પ્રમાણ જઘન્ય અતીત્થાપના બતાવેલ છે.
પ્રશ્ન–૧૫. વ્યાઘાત અપવર્તનામાં એક વર્ગણા ન્યૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ અનુભાગ અતીત્થાપના બતાવેલ છે, તેમાં વર્ગણા શબ્દનો અર્થ શું છે ?
ઉત્તર–અહીં એક સ્થિતિસ્થાનમાં રહેલ અનંત સ્પર્તકોના સમૂહને એક વર્ગણા
કહેલ છે.
પ્રશ્ન–૧૬. એક સ્થિતિસ્થાનમાં અનંતા રસસ્પદ્ધકો શી રીતે હોય ?
ઉત્તરદરેક સમયે જીવ અભવ્યથી અનંતગુણ પરમાણુથી બનેલા અનંતા કર્મસ્કંધોને ગ્રહણ કરે છે. અને પ્રતિસમયે ગ્રહણ કરાતા તે કર્મસ્કંધોમાં અનંતા સ્પર્ધકો હોય છે તેમજ તે અનંતા સ્પદ્ધકો બંધ સમયે અસંખ્યાત સમય પ્રમાણ જેટલો સ્થિતિબંધ થાય તેનાં અબાધાસ્થાનો છોડી શેષ સર્વ સ્થિતિસ્થાનોમાં ગોઠવાય છે. માટે દરેક સમયે બંધાતા અનંત સંખ્યા પ્રમાણ સ્પદ્ધકોને સ્થિતિબંધના અસંખ્યાત સમયો વડે ભાગવાથી દરેક સ્થિતિસ્થાનમાં માત્ર એક સમયે બંધાયેલ રસસ્પદ્ધકો પણ અનંતા આવે તો એક એક સ્થિતિસ્થાનમાં અસંખ્યાત સમયે બંધાયેલ અનંત અનંત સ્પદ્ધકો હોવાથી એક એક સ્થિતિસ્થાનમાં અનંતાનંત રૂદ્ધકો હોય તે સહેજે સમજાય તેમ છે.
પ્રશ્ન–૧૭. સત્તાગત કર્મના ક્ષય માટે અપવર્તનાની જરૂર છે કે કેમ ?
ઉત્તર–વ્યાઘાત અપવર્ણના વિના સત્તાગત સ્થિતિનો ક્ષય થતો જ નથી. તેથી સત્તાગત સ્થિતિનો ક્ષય કરવા વ્યાઘાત અપવર્તનાની ખાસ જરૂર છે. અને તેથી જ તેરમા ગુણસ્થાનકના અંત સુધી સ્થિતિઘાત રૂપ વ્યાઘાત અપવર્ણના થાય છે.
પ્રશ્ન–૧૮. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો વધારે સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય?
ઉત્તર-પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત એક આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ થાય ત્યાં સુધી ચરમ સ્થિતિસ્થાન આશ્રયી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સર્વત્ર સંખ્યાથી સમાન સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત
હોય છે.
પ્રશ્ન–૧૯. પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો અધિક સ્થિતિબંધ થાય ત્યાં સુધી આવલિકાથી ઓછી અતીત્થાપના હોય ?
ઉત્તર–પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યાં સુધી પરિપૂર્ણ આવલિકાના એક અસંખ્યાતમાં ભાગ સહિત (એટલે કે જઘન્ય નિક્ષેપની સમાન) આવલિકા પ્રમાણ અધિક નવો સ્થિતિબંધ ન થાય ત્યાં સુધી અતીત્થાપના આવલિકાથી ઓછી હોય છે પણ પૂર્ણ આવલિકા હોતી નથી. . પ્રશ્ન-૨૦. ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ કેટલું છે.
ઉત્તર–આ ગ્રંથના મતે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્યસ્થિતિ સમાન બદ્ધ