________________
પંચસંગ્રહ-૨
સ્થિતિસ્થાનોમાં ઘણાં-ઘણાં રસવાળાં જે દલિકો હતાં તેમાંનાં ઘણાં-ઘણાં દલિકો નીચેનાં સ્થિતિસ્થાનોમાં આવે ત્યારે તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની સમાન ઓછા રસવાળાં થઈ જાય છે. તેથી ઉર્જાનાના અભાવે કેવલ અપવર્તના થાય ત્યારે સત્તામાંથી ઘણો અનુભાગ ભોગવ્યા વિના જ ઓછો થતો હોવાથી ઉદય વખતે બહુ જ ઓછો રસ ઉદયમાં આવે એ મોટો લાભ થાય છે, પરંતુ તે પ્રકૃતિની ઉદ્ધત્તના પણ ચાલુ હોય તો તે લાભ ન થાય. તેમજ જે જે દલિકોની ઉદ્ધત્તના થાય તે તે દલિકોમાં બધ્યમાન દલિકોની સમાન અધિક રસ થઈ જાય છે. તેથી એકંદરે સત્તામાં પ્રથમ કરતાં રસ વધી જાય છે તેથી નુકસાન પણ થાય છે.
૪૯૦
કેવળ અપવર્ઝના થાય, અથવા તો અપવર્ત્તના અધિક પ્રમાણમાં અને ઉદ્ધત્તના ઓછા પ્રમાણમાં થાય ત્યારે એકંદર સત્તામાં રસ ઘટે છે. અને અપવર્ત્તના ઓછા પ્રમાણમાં તથા ઉર્જાના અધિક પ્રમાણમાં થતી હોય ત્યારે એકંદર સત્તામાં રસ વધે છે અને બન્ને સમ પ્રમાણમાં હોય ત્યારે અમુક દલિકોની સ્થિતિ અને રસ વધવા કે ઘટવા છતાં એકંદરે સત્તામાં તેટલો જ રહે છે. તેથી કોઈ લાભ કે અલાભ થતો નથી.
પ્રશ્ન—૧૨. ઉપર જણાવ્યા મુજબ અપવત્તના અને ઉદ્ધત્તના બન્ને સમાન પ્રમાણમાં હોય ત્યારે કોઈ પ્રકારનો લાભ થતો નથી તો તેવા પ્રકારની અપવર્ત્તના કે ઉર્જાના શા માટે કરે છે ?
ઉત્તર—લાભ કે નુકસાન ન હોવા છતાં અમુક પ્રકારના વીર્યવિશેષથી જીવ તથા સ્વભાવે જ અપવર્ઝના તેમજ ઉર્જાના કરે છે.
પ્રશ્ન—૧૩. વ્યાઘાત ઉદ્ધત્તેનામાં પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી કેટલો નવો અધિક બંધ થાય ત્યારે પૂર્વસત્તાગત ચરમ સ્થિતિસ્થાનોની ઉદ્ધત્તના થાય ?
ઉત્તર—પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિથી જ્યારે ઓછામાં ઓછો બરાબર આવલિકા બે અસંખ્યાતમા ભાગ પ્રમાણ અધિક સ્થિતિબંધ થાય ત્યારે પૂર્વના સત્તાગત આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ચરમ સ્થિતિસ્થાનોની પણ ઉદ્ધત્તના થાય છે પરંતુ તેનાથી એક સમય ન્યૂન સ્થિતિબંધ થાય ત્યાં સુધી થતી નથી.
પ્રશ્ન—૧૪. બધ્ધમાન લતાના અબાધા સ્થાનોમાં રહેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનોની ઉદ્ધત્તના થતી નથી. માટે બધ્યમાન લતાની અબાધા પ્રમાણ ઉત્કૃષ્ટ અતીસ્થાપના હોય અને જઘન્ય અબાધા હોય ત્યારે તેની અંદર રહેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિઓની પણ ઉદ્ધત્તના થતી નથી, તેથી જઘન્ય અબાધા પ્રમાણ જઘન્ય અતીસ્થાપના હોય છે. અને તે ઓછામાં ઓછી અંતર્મુહૂર્ત પ્રમાણ હોવાથી ઉદયાવલિકા તેની અંદર જ આવી જાય, છતાં જઘન્ય અબાધાથી ન્યૂન આવલિકા પ્રમાણ જઘન્ય અતીસ્થાપના કેમ બતાવેલ છે ?
ઉત્તર—બધ્યમાન લતાનાં અબાધા સ્થાનોમાં આવેલ પૂર્વબદ્ધ સત્તાગત સ્થિતિસ્થાનોની ઉર્જાના થાય છે, પરંતુ તે સ્થિતિસ્થાનોનાં દલિકોને બધ્યમાન લતાનાં અબાધાસ્થાનોની ઉપરનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવતો નથી, પણ અબાધાની અંદરનાં સ્થિતિસ્થાનોમાં જ ગોઠવે છે. તેથી અબાધાગત સ્થિતિસ્થાનોની પણ આવી ઉર્જાના થાય છે. પરંતુ ઉદયાવલિકા સકલ કરણને