________________
ઉદ્ધર્તના અપવર્તનાકરણ પ્રસ્નોત્તરી
૪૮૯ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ-નિક્ષેપરૂપ હોય છે.
વ્યાઘાત અપવર્ણનામાં ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન ડાયસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ અતીત્થાપના હોય છે અને તેની નીચે અંતઃકોડાકોડી પ્રમાણ સ્થિતિસ્થાનો હોવાથી તે ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત હોય છે.
પલ્યોપમના અસંખ્યાતમા ભાગના જઘન્ય કંડક પ્રમાણ સ્થિતિઘાત થાય ત્યારે સમય ન્યૂન કંડક પ્રમાણ જઘન્ય અતીત્થાપના અને તેની નીચેની યથાસંભવ અંતઃકોડાકોડી સાગરોપમથી અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત હોય છે.
પ્રશ્ર–૭. અતીત્થાપના એટલે શું?
ઉત્તર–જે સ્થિતિસ્થાનનાં દલિતોની ઉર્જના કરી તે સ્થિતિસ્થાનની ઉપર જેટલાં સ્થિતિસ્થાનોમાં તે દલિકો ન નાખે, અર્થાત જેટલાં સ્થિતિસ્થાનો છોડી પછીનાં સ્થિતિસ્થાનોમાં નાખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીત્થાપના કહેવાય છે. અથવા જેટલાં સ્થિતિસ્થાનો ઉદ્વર્તનાને યોગ્ય ન હોય તે પણ અતીત્થાપના કહેવાય છે.
એ જ પ્રમાણે અપવર્તનામાં જે સ્થિતિસ્થાનનાં દલિકોની અપવર્નના થાય ત્યારે તે દલિકોને નીચેનાં જેટલાં સ્થિતિસ્થાનો છોડી તેની નીચેનાં સ્થિતિસ્થાનોમાં નાખે તે છોડવા યોગ્ય સ્થિતિસ્થાનો અતીત્થાપના કહેવાય છે.
પ્રશ્ન–૮. ઉદ્વર્તના યોગ્ય કુલ ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી હોય ?
ઉત્તર–બંધ આવલિકા, ઉત્કૃષ્ટ અબાધા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ સહિત આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી શેષ ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદ્ધનાને યોગ્ય હોય છે.
પ્રશ્ન-૯. ઉત્કૃષ્ટથી અપવર્તનાને અયોગ્ય તેમજ યોગ્ય કેટલી સ્થિતિઓ હોય?
ઉત્તર–બંધ આવલિકા અને ઉદય આવલિકા એમ બે આવલિકા પ્રમાણ સ્થિતિઓ અયોગ્ય અને બે આવલિકા ન્યૂન સત્તાગત બધી સ્થિતિઓ અપવર્તનાને યોગ્ય હોય છે.
પ્રશ્ન–૧૦. ઉદ્વર્તના તથા અપવર્તનામાં જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે, તે સ્થિતિસ્થાનોની ઉદ્ધના કે અપવર્તન થાય કે નહિ?
ઉત્તર–જે સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે બધાં સ્થિતિસ્થાનોની ઉદ્ધર્તના તેમજ અપવર્ણના થાય છે. પરંતુ ઉદ્વર્તનામાં આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે સ્થિતિસ્થાનો જઘન્ય નિક્ષેપ રૂપ છે, તે સ્થિતિસ્થાનોમાંથી કોઈ પણ સ્થિતિસ્થાનની ઉદ્ધર્તના થતી નથી અને અપવર્તનામાં જે ઉદયાવલિકાગત સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે તે સ્થિતિસ્થાનોની અપવર્તના થતી નથી.
પ્રશ્ન–૧૧. નિર્વાઘાત અપવર્તના તેમજ બન્ને પ્રકારની ઉત્તેનાથી કોઈ પણ કર્મની સ્થિતિ એકંદરે ઘટતી કે વધતી નથી. તો આ બે કારણોથી જીવને શું લાભ કે નુકસાન થાય?
'ઉત્તર–ઉદ્વર્તના બંધ હોય ત્યારે જ થાય છે, પણ બંધના અભાવમાં થતી નથી. તેથી વિવણિત પ્રકૃતિનો બંધ ન હોય ત્યારે કેવલ અપવર્તન થાય અને તેથી ઉપર-ઉપરનાં પંચ૦૨-૬૨