________________
૪૮૬
પંચસંગ્રહ-૨ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત અનુભાગ વિશેષાધિક છે. અને તેથી પણ પૂર્વબદ્ધ સત્તાગત અથવા બધ્યમાન લતાગત અનુભાગ વિશેષાધિક હોય છે.
કિટ્રિ-કૃત દલિકને વર્જી શેષ સત્તાગત સર્વ દલિકમાં ઉદ્વર્તન અને અપવર્તન બને પ્રવર્તે છે. પરંતુ ઉદ્વર્તન તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ થાય છે, અન્યથા નહીં. તેમજ કિટ્ટીરૂપ કરાયેલ દલિકોમાં ઉદ્વર્તના થતી નથી પરંતુ ફક્ત અપવર્નના જ થાય છે.
આ ઉદ્વર્તના-અપવર્તનાનું સ્વરૂપ પંચસંગ્રહ તથા કર્મપ્રકૃતિની ટીકાઓના આધારે લખેલ છે. પરંતુ કર્મપ્રકૃતિના ટિપ્પણકમાં જાણવા યોગ્ય કેટલીક વિશેષ હકીકતો ભિન્ન રીતે પણ બતાવેલ છે. શક્ય હશે તો પુસ્તકના અંતે પરિશિષ્ટમાં આપીશ અન્યથા વિશેષાર્થીઓએ તે ટિપ્પણક જોઈ લેવું.
ઉદ્ધના-અપવર્તનાકરણ સારસંગ્રહ સમાપ્ત