________________
પંચસંગ્રહ– દ્વિતીય ભાગ ઉદ્વર્તના અપવર્તનાકરણ પ્રશ્નોત્તરી
પ્રશ્ન–૧. સંક્રમના કુલ કેટલા પ્રકાર છે? અને તે કયા કયા? ઉત્તર–ત્રણ, (૧) અન્યપ્રકૃતિનયનસંક્રમ (૨) ઉદ્વર્તના સંક્રમ (૩) અપવર્તના સંક્રમ. પ્રશ્ન-૨. આ ત્રણે સંક્રમો પ્રકૃતિ વગેરે ચારેયના થાય ?
ઉત્તર–અન્ય પ્રકૃતિનયન સંક્રમ પ્રકૃતિ આદિ ચારેયનો, અને ઉદ્વર્તના તથા અપવર્તના સંક્રમ માત્ર સ્થિતિ અને રસનો જ થાય છે.
પ્રશ્ન-૩. આ ત્રણમાંથી મૂળ અને ઉત્તર પ્રવૃતિઓમાં કેટલા અને કયા કયા સંક્રમ
થાય ?
- ઉત્તર–મૂળ આઠેય કર્મપ્રવૃતિઓમાં અને આયુષ્યકર્મની ચારેય ઉત્તર પ્રવૃતિઓમાં ઉદ્વર્તન અને અપવર્તના રૂપ ફક્ત બે પ્રકારના અને ચાર આયુષ્ય વિના એકસો ચોપ્પન ઉત્તર પ્રકૃતિઓમાં ત્રણેય પ્રકારના સંક્રમ થાય છે.
પ્રશ્ન-૪. ઉદ્વર્તન, અપવર્તન અને અન્ય પ્રકૃતિનયન સંક્રમમાં શું તફાવત છે?
ઉત્તર–ઉદ્વર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય ત્યારે જ તથાસ્થિતિ અને રસનો થાય છે. અપવર્તના સંક્રમ તે તે પ્રકૃતિનો બંધ હોય કે ન હોય તોપણ થાય છે. અને તે પણ સ્થિતિ તથા રસનો થાય છે.
. . આ બન્ને પ્રકારના સંક્રમોથી પૂર્વનાં નિષેકસ્થાનો બદલાઈ જાય છે. અર્થાતુ બંધ સમયે જે દલિકો જ્યારે અને જેટલા રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા થયેલા હોય છે તેના બદલે
જ્યારે તેની જેટલી ઉદ્વર્તન થાય ત્યારે તે દલિકો તેટલાં મોડાં અને વધારે રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળાં થાય છે. એ જ રીતે બંધ સમયે જે દલિકો જ્યારે અને જેટલા રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળા નિયત થયેલા હોય તેના બદલે જ્યારે તેની જેટલી અપવર્તન થાય ત્યારે તે દલિકો તેટલાં વહેલાં અને ઓછા રસયુક્ત ફળ આપવાની યોગ્યતાવાળાં થઈ જાય છે. " અન્યપ્રકૃતિનયનસંક્રમથી વિવક્ષિત પ્રકૃતિરૂપે રહેલ સ્થિતિ-રસયુક્ત દલિકો તે સમયે તેની સ્વજાતીય બધ્યમાન પ્રકૃતિનાં દલિકો રૂપે બની જાય છે. તેથી સ્થિતિ અને રસ પણ બધ્યમાન પ્રકૃતિરૂપે જ થઈ જાય છે. તેથી આ સંક્રમથી બંધ સમયે થયેલ નિષેકરચના બદલાતી નથી પરંતુ તેના તે સ્થાનમાં રહેલ હોવા છતાં તે પ્રકૃતિના બદલે જેમાં સંક્રમે તે પ્રકૃતિરૂપે ફળ આપવાની યોગ્યતા નિયત થાય છે. - પ્રશ્ન-૫. સ્થિતિ ઉદ્વર્તનાના કેટલા પ્રકાર છે ? અને તે દરેકમાં જઘન્ય તથા ઉત્કૃષ્ટ અતીત્થાપના તેમજ નિક્ષેપ ક્યારે અને કેટલો હોય ?