________________
ઉદ્ધના અપવર્તનાકરણ સારસંગ્રહ
૪૮૧
વ્યાસી સ્થિતિસ્થાનો અપવર્તનાને યોગ્ય હોય છે અને તેમાંના છેલ્લા દશ હજારમા સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોનો નવ હજાર નવસો નવાણુમા સ્થિતિસ્થાનથી નવ હજાર નવસો એકાણું સુધીનાં નવ સ્થિતિસ્થાનો છોડી શેષ નવ હજાર નવસો નેવુંમા સ્થિતિસ્થાનથી દશમા સ્થિતિસ્થાન સુધીનાં કુલ નવ હજાર નવસો એક્યાશી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ થાય છે. અર્થાત્ એટલી સ્થિતિઓ ઉત્કૃષ્ટ નિક્ષેપ રૂપ છે. અને તે ઓગણીસ સમય ન્યૂન દશ હજાર સમય પ્રમાણ સંપૂર્ણ કર્મસ્થિતિ પ્રમાણ છે, કારણ કે આવલિકા અસત્કલ્પનાએ નવ સમય પ્રમાણ કલ્પેલ હોવાથી સમયાધિક બે આવલિકાના ઓગણીસ સમયો થાય છે.
નવ હજાર નવસો નવ્વાણુમાં સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોનો નવ હજાર નવસો અઠ્ઠાણુથી નવ હજાર નવસો નેવું સુધીનાં આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના નવ હજાર નવસો નેવ્યાસીથી દશમા સ્થિતિ સ્થાન સુધીનાં નવ હજાર નવસો એસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે. નવ હજાર નવસો અઠ્ઠાણુમાં સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોનો તેની નીચેનાં આવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દશમા સ્થિતિસ્થાન સુધીનાં કુલ નવ હજાર નવસો અગણ્યાએંસી સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. એમ નીચે નીચેના સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેની નીચેનાં નવ નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી દશમા સ્થિતિસ્થાન સુધીનાં બધાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે.
એમ ત્રેવીસમા સ્થિતિસ્થાન સુધી સમજવું, અર્થાત્ ત્રેવીસમા સ્થિતિસ્થાનની અપવર્તના કરે ત્યારે આવલિકા પ્રમાણ બાવીસથી ચૌદમા સુધીનાં નવ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના દશથી તેર સુધીનાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ કરે છે તેની નીચેના ક્રમશઃ બાવીસમા, એકવીસમા અને વસમા સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેની નીચેના ક્રમશઃ આઠ, સાત અને છ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેનાં દશથી તેર સુધીનાં સ્થિતિસ્થાનોમાં જ નિક્ષેપ કરે છે. તેથી ત્રેવીસમા સ્થિતિસ્થાનથી ક્રમશઃ નીચે નીચેનાં સ્થિતિસ્થાનોની અપવર્તન કરે ત્યારે નવ સમય પ્રમાણ આવલિકા રૂપ અતીત્થાપના એક એક સમય ઓછી ઓછી થાય છે પણ નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ તેટલી જ રહે છે. છેવટે નવ સમયાત્મક ઉદયાવલિકાની ઉપરના પહેલા એટલે કે ઓગણીસમા સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોનો અઢારથી ચૌદમા સુધીનાં પાંચ સ્થિતિસ્થાનો છોડી શરૂઆતના દશથી તેર એમ ચાર સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. ત્યારે અસત્કલ્પનાએ આવલિકાનો ત્રીજો ભાગ ત્રણ સમય પ્રમાણ હોવાથી એ પાંચ સ્થિતિસ્થાનો સમય ન્યૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ છે અને તે જઘન્ય અતીત્થાપના છે તથા જઘન્ય નિક્ષેપનાં વિષયભૂત જે ચાર સ્થિતિસ્થાનો છે તે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ છે.
આ નિર્વાઘાત અપવર્તના છે તેથી આ અપવર્તના દ્વારા કોઈ પણ સ્થિતિસ્થાનનાં સંપૂર્ણ દલિકો અન્ય સ્થિતિસ્થાનમાં જતાં નથી પરંતુ અમુક અમુક દલિકો નીચેનાં સ્થિતિસ્થાનોમાં જાય છે. છતાં અમુક અમુક દલિકો તે તે સ્થિતિસ્થાનોમાં પણ રહી જાય છે. આ વાત પ્રથમ પણ બતાવેલ છે.
જ્યારે સ્થિતિઘાત થાય છે, ત્યારે વ્યાઘાત અપવર્નના કહેવાય છે. તેથી વ્યાઘાત પંચ૦૨-૬૧