________________
४८०
પંચસંગ્રહ-૨
ઉદયાવલિકાની ઉપરનાં સત્તાગત બધાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકોની અપવર્તન થાય છે. અર્થાતુ બંધાવલિકા અને ઉદયાવલિકા ન્યૂન સત્તાગત બધાં સ્થિતિસ્થાનો અપવર્તનાને યોગ્ય હોય છે તેથી જ ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા હોય ત્યારે મોહનીય કર્મની બે આવલિકા ન્યૂન સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ, આયુષ્યની આવલિકા ન્યૂન તેત્રીસ સાગરોપમ પ્રમાણ, નામ અને ગોત્રકર્મની બે આવલિકા ન્યૂન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ અને જ્ઞાનાવરણીય વગેરે શેષ ચાર કર્મોની બે આવલિકા ન્યૂન ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિઓ અપવર્તનાને યોગ્ય હોય છે.
જે સ્થિતિસ્થાનનાં દલિકોની અપવર્તન કરે છે તેને તે સ્થિતિસ્થાનમાં નાખતો નથી. તેમજ સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરના કોઈ પણ સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેનાં દલિકોને તેની નીચેનાં એક આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સ્થિતિસ્થાનથી ઉદયના સમય સુધીનાં જેટલાં સ્થિતિસ્થાનો હોય છે તે બધામાં નાખે છે. અર્થાત તે સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવા યોગ્ય કરે છે અને જે સ્થિતિસ્થાનોમાં નાખે છે તેટલાં સ્થિતિસ્થાનો નિક્ષેપના વિષયભૂત હોય છે. તેથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તાના ચરમ સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેની નીચેનાં આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેનાં બધાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. અને બંધાવલિકા વ્યતીત થયા પછી જ અપવર્તના શરૂ થાય છે. તેથી બંધાવલિકા, અપવર્ધમાન સમય અને અતીત્થાપનારૂપ આવલિકા એમ સમયાધિક બે આવલિકા ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ ઉત્કૃષ્ટ નિક્ષેપના વિષયભૂત છે.
સત્તાગત ચરમસ્થિતિસ્થાનથી નીચેના સ્થિતિસ્થાનની અપવર્તન કરે ત્યારે તેને અપવર્તમાન સ્થિતિસ્થાનની નીચેનાં આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેનાં બધાં સ્થિતિસ્થાનોમાં દલિક નિક્ષેપ થાય છે અને તે બધી સ્થિતિઓ મધ્યમ નિક્ષેપના વિષયભૂત છે.
જે સ્થિતિસ્થાનની અપવર્તન કરે છે તે સ્થિતિસ્થાનનાં દલિકોનો તેની નીચેનાં આવલિકા પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી શેષ બધાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. આ હકીકત સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ સહિત એક આવલિકાની ઉપરનાં સ્થિતિસ્થાનોની અપવર્તન કરે ત્યાં સુધી લાગુ પડે છે. પરંતુ તેનાથી નીચે-નીચેનાં સ્થિતિસ્થાનોની અપવર્તન કરે ત્યારે અતીત્થાપનારૂપ આવલિકા ક્રમશઃ એક-એક સમય ન્યૂન થાય છે. તેથી ઉદયાવલિકાની ઉપરના પ્રથમ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે તેનાં દલિકોનો સમયગૂન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનો છોડી તેની નીચેના સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ જેટલાં સ્થિતિસ્થાનોમાં નિક્ષેપ કરે છે. અને તે વખતે સમયાધિક આવલિકાના ત્રીજા ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય નિક્ષેપના વિષયભૂત અને સમયોન આવલિકાના બે તૃતીયાંશ ભાગ પ્રમાણ સ્થિતિઓ જઘન્ય અતીત્થાપના રૂપ હોય છે.
અસત્કલ્પનાએ દશ હજાર સમય પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે ત્યારે તેની નવ સમય પ્રમાણ બંધાવલિકા વ્યતીત થયા બાદ દશથી અઢાર સુધીના ઉદયાવલિકા પ્રમાણ નવ સ્થિતિસ્થાનોની ઉપરના ઓગણીસથી દશ હજારમાં સ્થિતિસ્થાન સુધીનાં નવ હજાર નવસો