________________
૪૮૨
પંચસંગ્રહ-૨
અવિનાનું બીજું નામ સ્થિતિઘાત છે, તેથી જ્યારે જેટલી સ્થિતિઓનો ઘાત થાય અર્થાત્ જેટલી સ્થિતિઓની વ્યાઘાત અપવર્તન થાય તેટલી સ્થિતિઓ સત્તામાંથી સંપૂર્ણ ક્ષય થઈ જાય છે અને તે સ્થિતિસ્થાનોનાં બધાં દલિકોને તેની નીચેનાં સ્થિતિસ્થાનોમાં રહેલ દલિકો સાથે ભોગવવાની યોગ્યતાવાળાં કરે છે.
આ વ્યાઘાત આપવાના મુખ્યત્વે અપૂર્વકરણ સંજ્ઞાવાળા કરણથી તથા અપૂર્વકરણગુણસ્થાનકથી થાય છે અને ગૌણપણે એકેન્દ્રિયથી અસંશી સુધીના જીવોમાં પણ વ્યાઘાત અપવર્ણના થાય છે, કારણ કે એકેન્દ્રિયાદિકમાં ઉત્પન્ન થયેલા જીવોને અમુક ટાઇમ પછી એકેન્દ્રીયાદિક જીવોના બંધ જેટલી જ સ્થિતિસત્તા રહે છે અને તે વ્યાઘાત અપવર્તનાથી જ થાય છે એમ મને લાગે છે.
વ્યાઘાત અપવર્ણનામાં સમયજૂન ઉત્કૃષ્ટ કંડક પ્રમાણ સ્થિતિઓ અતીત્થાપના રૂપ હોય છે. અને તે કંડકની નીચે સત્તામાં જેટલી કર્મ સ્થિતિ હોય તેટલી સ્થિતિમાં નિક્ષેપ થતો હોવાથી કંડકની નીચેની બધી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત હોય છે.
ઉત્કૃષ્ટ કંડક આ ગ્રંથના મતે બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે અને કર્મપ્રકૃતિના મતે કંઈક ન્યૂન બદ્ધડાયસ્થિતિ પ્રમાણ છે.
સંજ્ઞીપંચેન્દ્રિય પર્યાપ્ત પોતાને યોગ્ય જઘન્ય અંતઃકોડાકોડી સાગરોપમ પ્રમાણ બંધ કરી તુરત જ બીજા સમયે ત્યાંથી કૂદકો મારી સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ વગેરે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. તે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ કર્મસ્થિતિ બદ્ધ ડાયસ્થિતિ કહેવાય છે. અને તે જ ઉત્કૃષ્ટ કંડકનું પ્રમાણ છે. માટે અંતઃકોડાકોડી સાગરોપમ ન્યૂન સંપૂર્ણ સત્તાગત સ્થિતિરૂપ ઉત્કૃષ્ટ કંડકની તે સમયથી અપવર્નના કરાતી કંડક પ્રમાણ સ્થિતિઓમાંનાં દરેક સ્થિતિસ્થાનોનાં અમુક અમુક દલિકો અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં કંડકની નીચેનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ જાય છે. એમ તે અંતર્મુહૂર્તના ચરમ સમય સુધીમાં તે કંડક પ્રમાણ સ્થિતિઓનાં બધાં દલિકો દરેક સમયે તેની નીચેનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવાઈ કંડક પ્રમાણ સ્થિતિઓ સત્તામાંથી ચરમ સમયે એકસાથે ક્ષય પામતી હોવાથી ઓછી થઈ જાય છે તેથી તે કંડકની અપવર્તન કરતા પહેલા સમયે ઉપરના પહેલા સ્થિતિસ્થાનમાં રહેલ દલિકોમાંનાં અમુક દલિકો સમય ન્યૂન કંડકપ્રમાણ સ્થિતિઓની નીચેનાં સ્થિતિસ્થાનોમાં ગોઠવાય છે. માટે જ સમયજૂન ઉત્કૃષ્ટ કંડકપ્રમાણ ઉત્કૃષ્ટ અતીસ્થાપના છે અને જઘન્યથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ એક કંડક હોય છે, તેથી વ્યાઘાત આપવનામાં સમયગૂન પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જઘન્ય કંડક તે જઘન્ય અતીત્થાપના છે.
અહીં વ્યાઘાત અપવર્તનામાં નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ અપવર્તન કરાતા કંડકની નીચે સત્તામાં જેટલી સ્થિતિઓ હોય તેટલી સ્થિતિઓ થાય છે. માટે તેટલી સ્થિતિઓ નિક્ષેપના વિષયભૂત છે.
સ્થિતિ અપવર્તનાના પદાર્થોનું અલ્પ બહુત્વ નિર્વાઘાત અપવર્તનામાં જઘન્ય નિક્ષેપના વિષયભૂત સ્થિતિઓ આવલિકાના સમયાધિક