________________
ઉદ્વર્તના અને અપવર્તનાકરણ
૪૫૩
નિક્ષેપ થાય તેમાં કંઈ વિરુદ્ધ નથી. આ પ્રમાણે હોવાથી ઉદયાવલિકાની અંતર્ગત સ્થિતિઓની પણ ઉદ્વર્તન પ્રાપ્ત થાય છે, તેનો નિષેધ કરવા ઉદયાવલિકાગત સ્થિતિઓની ઉદ્વર્તન ન થાય એમ કહ્યું છે. અબાધાનાં સ્થાનકોની ઉદ્વર્તના અબાધાનાં સ્થાનકોમાં જ થઈ શકે છે. જેમ કે, મિથ્યાત્વ મોહનીયની સિત્તેર કોડાકોડી સ્થિતિ બંધાઈ તેની સાત હજાર વર્ષ પ્રમાણ અબાધા છે. સત્તાગત તેટલી સ્થિતિની ઉદ્વર્તનનો નિષેધ કર્યો છે. એટલે કે તે સાત હજાર વર્ષ પ્રમાણ સ્થાનકોમાંના કોઈપણ સ્થાનકના દલિક સાત હજાર વર્ષ પછી ભોગવવા યોગ્ય દલિકો સાથે ભોગવાય તેમ ન કરે, પરંતુ અબાધાગત ઉદયાવલિકા ઉપરનાં સ્થાનકોનાં દલિતોને તે પછીના સ્થાનકથી આરંભી આવલિકા ઓળંગી પછીના સ્થાનકથી સાતમા હજારના છેલ્લા સમય સુધીનાં સ્થાનકો સાથે ભોગવાય તેવા કરી શકે છે.
આ પ્રમાણે અબાધાનાં સ્થાનકોની અબાધાનાં સ્થાનકોમાં ઉદ્વર્તન થઈ શકે છે. માત્ર ઉદયાવલિકા કરણને અયોગ્ય હોવાથી તેમાં થતી નથી, માટે તેનું વર્જન કર્યું છે. ૧ હવે નિક્ષેપની નિરૂપણા માટે ગાથા કહે છે
इच्छियठितिठाणाओ आवलिगं लंघिउण तद्दलियं । सव्वेसु वि निक्खिप्पइ ठितिठाणेसु उवरिमेसु ॥२॥ ईप्सितस्थितिस्थानादावलिकां लङ्घयित्वा तद्दलिकम् ।
सर्वेष्वपि निक्षिप्यते स्थितिस्थानेषूपरितनेषु ॥२॥ અર્થ–ઈણિત સ્થિતિસ્થાનથી એક આવલિકા ઓળંગી ઉપરનાં સઘળાં સ્થિતિસ્થાનોમાં ઉદ્વર્તમાન સ્થિતિના દલનો નિક્ષેપ કરે છે.
ટીકાનુ–બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિ છોડી ઉપરના ઉદ્વર્તનાને યોગ્ય જે સ્થિતિસ્થાનો છે, ત્યાંથી આરંભી જે સ્થિતિની–સ્થિતિસ્થાનની ઉદ્વર્તન કરવી ઇષ્ટ હોય તેનાં દલિકોને તેની ઉપરના સ્થાનથી એક આવલિકા પ્રમાણ સ્થિતિ ઓળંગી ઉપરનાં કોઈ પણ સ્થાનોમાં નાખે છે. આ ગાથામાં જે સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થાય છે તેનું દલિક કયાં અને કેટલામાં નાખે તે કહ્યું છે. ઉદ્વર્તનાને યોગ્ય સ્થિતિનાં દલિકો જે સ્થિતિની ઉદ્વર્તન કરવાની હોય છે તેના ઉપરના સમયથી આવલિકા પ્રમાણ સ્થાનકો છોડી ઉપરનાં સઘળાં સ્થાનકોમાં નાખે છે એટલે કે તે સઘળાં સ્થાનકોની સાથે ભોગવાય તેવાં કરે છે. ૨
ઉપરની ગાથામાં ઉદ્વર્તમાન સ્થિતિનાં દલિકો ક્યાં નાખે તે કહ્યું. અને કેટલામાં નાખે તે સામાન્યથી કહ્યું. આ ગાથા જેટલામાં નાખે છે તેનું નિશ્ચિત પ્રમાણ કહે છે –
आवलिअसंखभागाइ जाव कम्मट्ठितित्ति निक्खेवो । समयोत्तरावलीए साबाहाए भवे ऊणो ॥३॥
आवल्यसङख्यभागाद् यावत्कर्मस्थितिरिति निक्षेपः । समयोत्तरावल्या साबाधया भवेदूनः ॥३॥