________________
૪૫૪
પંચસંગ્રહ-૨ અર્થ–આવલિકાના અસંખ્યાતમા ભાગથી આરંભી યાવત્ ઉત્કૃષ્ટ કર્મ સ્થિતિ એ નિક્ષેપનો વિષય છે, અને તે સમયાધિક આવલિકા અને અબાધા ન્યૂન છે.
ટીકાનુ–અહીં નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ બે પ્રકારે છે. ૧. જઘન્ય, ૨. ઉત્કૃષ્ટ. નિક્ષેપના વિષયરૂપ સ્થિતિઓ તે કહેવાય છે કે જેની અંદર જે સ્થિતિની ઉદ્વર્તન થાય છે તેનાં દલિકો નખાય છે. તેનું જઘન્ય-ઉત્કૃષ્ટ કેટલું પ્રમાણ હોય છે તે કહે છે–
આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિઓમાં કર્મલિકનો જે નિક્ષેપ થાય છે તે જઘન્ય નિક્ષેપ કહેવાય છે. આ જઘન્ય નિક્ષેપ ક્યારે હોય તે કહે છે. સત્તાગત સ્થિતિની સમાન સ્થિતિનો જ્યારે બંધ થાય ત્યારે સત્તાગત સ્થિતિમાંહેની ચરમ સ્થિતિની ઉદ્વર્તન ન થાય. કારણ કે જેટલી સ્થિતિની સત્તા છે તેટલો જ બંધ થાય છે, એટલે સત્તાગત સ્થિતિમાંહેના ચરમ સ્થિતિસ્થાનના દલિકને પ્રક્ષેપવા યોગ્ય કોઈ સ્થાન નથી. દ્વિચરમ સ્થિતિની પણ ઉદ્વર્તન ન થાય, થાવત્ ચરમ સ્થિતિસ્થાનથી આરંભી એક આવલિકા અને આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ સ્થિતિની ઉદ્વર્તન ન થાય. આ પ્રમાણે સત્તાગત સ્થિતિની સમાન સ્થિતિનો જયારે બંધ થાય ત્યારે તે સર્વોત્કૃષ્ટ સ્થિતિના અગ્ર ભાગથી એટલે કે છેલ્લા સ્થિતિસ્થાનથી આરંભી એક આવલિકાના અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિસ્થાનોની ઉદ્ધર્નના થતી નથી, તેની નીચેના સ્થાનકની જ ઉર્નના થાય છે. અને તેના દલિકને તેની ઉપરના સમયથી આરંભી આવલિકા-અતીત્થાપનાવલિકા માત્ર સ્થિતિ ઓળંગી ઉપરના આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિમાં નાખે છે, પરંતુ અતીત્થાપના આવલિકામાં નાખતો નથી. આ આવલિકામાં પ્રક્ષેપ નહિ કરવાનું કારણ તથા પ્રકારનો જીવસ્વભાવ છે. આ પ્રમાણે ચરમ સ્થિતિસ્થાનથી આવલિકા અને આવલિકાનો અસંખ્યાતમો ભાગ ઓળંગી તેની નીચેના સ્થાનની ઉદ્વર્તન કરે ત્યારે છેલ્લા આવલિકાના અસંખ્યાતમા ભાગપ્રમાણ સ્થિતિ એ જઘન્ય નિક્ષેપના વિષયરૂપ છે. ઓછામાં ઓછા નિક્ષેપના વિષયરૂપ સ્થિતિ ઉપરોક્ત રીતિએ આવલિકાનો અસંખ્યાતમો ભાગ જ હોય છે.
આ રીતે સત્તાગત સ્થિતિની સમાન બંધ થાય ત્યારે ચરમ સ્થિતિસ્થાનથી આરંભી એક આવલિકા અને આવલિકા અસંખ્યાતમા ભાગ પ્રમાણ ઉદ્વર્તન ન થાય એ સિદ્ધ થયું. (અને તેની નીચેના સ્થિતિસ્થાનથી આરંભી બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સ્થિતિ છોડી કોઈ પણ સ્થિતિસ્થાનની ઉદ્વર્તન થઈ શકે એ પણ સિદ્ધ થયું) એટલે ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ જ્યારે થાય ત્યારે
૧. સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિનો બંધ થાય ત્યારે ઉદ્વર્તન કઈ રીતે થાય તે હકીકત છઠ્ઠી ગાથામાં આવશે, એટલે જ ભાષાંતરમાં અહીં સત્તાગત સ્થિતિની સમાન બંધ થાય ત્યારે ઉદ્વર્તના કઈ રીતે થાય એમ કહ્યું છે. જે સમયે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય તે સમયે તો તેની ઉદ્વર્તન ન થાય, પરંતુ બંધાવલિકા ગયા બાદ થાય, માટે બંધાવલિકા પ્રમાણ સ્થિતિ ઉદ્વર્તનાને અયોગ્ય કહી છે. બંધાયેલી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાવલિકા પછીના સમયે બંધાવલિકા ન્યૂન થઈ, તે સમયે તેની પ્રમાણ અન્ય સ્થિતિ બંધાઈ. તેની અબાધા પ્રમાણ બંધાવલિકા ન્યૂન ઉત્કૃષ્ટ સત્તાગત સ્થિતિની પણ ઉદ્વર્તના નહિ થાય માટે અબાધા સ્થિતિ વર્જી. તથા છેવટના સ્થિતિસ્થાનથી આરંભી એક આવલિકા અને આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિની પણ ઉદ્વર્તન થઈ શકતી નથી માટે તે પણ વર્જી છે.