________________
૪૫ર
પંચસંગ્રહ-૨ પ્રકૃતિના બંધ થતાં સુધી જ થાય છે. જેમ કે મિથ્યાત્વ મોહનીયની ઉદ્વર્તના મિથ્યાત્વ મોહનીયના બંધ થતાં સુધી જ થાય છે, એમ અન્ય પ્રકૃતિઓ માટે પણ સમજવું. વળી એમ પણ કહ્યું કે, બધ્યમાન પ્રકૃતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિની ઉદ્વર્તના થતી નથી. આ પ્રમાણે હોવાથી જે ઉદયાવલિકાગત સ્થિતિઓ છે, તેનો અબાધામાં જ સમાવેશ થતો હોવાથી ઉદ્વર્તના નહિ જ થાય, તો ઉદયાવલિકાગત સ્થિતિઓની ઉદ્વર્તન ન થાય—એમ શા માટે નિષેધ કરો છો? નિષેધ તો થઈ જ ગયો છે.
ઉત્તર–ઉપરોક્ત શંકા અમારા અભિપ્રાયના અજ્ઞાનને લઈ થઈ હોવાથી અયુક્ત છે. ઉપર અમે જે કહ્યું કે, બધ્યમાન પ્રકૃતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિની ઉદ્વર્તન ન થાય એનો તાત્પર્ય એ છે કે–તે અબાધાની અંતર્ગત સ્થિતિઓનો સ્વસ્થાનથી ઉપાડી અબાધા ઉપરનાં સ્થાનકોમાં નિક્ષેપ ન થાય, એટલે કે, અબાધાની અંતર્ગત જે સ્થિતિસ્થાનકો રહેલાં છે તેનાં દલિકો અબાધા ઉપરનાં સ્થાનકોમાં રહેલાં દલિકો સાથે ભોગવાય તેવાં ન થાય. પરંતુ અબાધાનો અબાધામાં જ જે ક્રમ અમે અબાધાની ઉપરનાં સ્થાનકો માટે કહીશું તે ક્રમે ઉદ્વર્તના અને
કેટલી વધે છે –તે ગાથાના અર્થમાં કહેવાશે.
સમયે સમયે બંધાતા કર્મમાં બદ્ધ સમયથી આરંભી એક આવલિકા પર્યત કોઈ કરણ લાગતું નથી, માટે સત્તાગત સ્થિતિનું નામ લેવામાં આવે છે. સત્તાગત સ્થિતિની નિષેક રચના ફરી જઈ બદ્ધ સ્થિતિ જેટલી થઈ જાય છે. જેમકે અંતઃકોડાકોડી સાગરોપમની સત્તાવાળો કોઈ આત્મા સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બાંધે ત્યારે અંતઃકોડાકોડીમાં ભોગવાય તેવી રીતે નિયત થયેલ નિષેક રચના ફરી જઈ સિત્તેર કોડાકોડીમાં ભોગવાય તેવી થાય છે.
અહીં એ ખ્યાલમાં રાખવું કે, જે જે સ્થિતિની ઉદ્વર્તન થવાની હોય તેમાં દલિકો તેના ઉપરના સમયથી આરંભી એક અતીત્થાપનાવલિકા છોડી ઉપર-ઉપરના કોઈ પણ સ્થાનકમાં પડે છે. આ નિયમ. પ્રમાણે કોઈપણ સ્થાનક કે સ્થાનકોની ઉદ્વર્તન થાય છે. સત્તાગત સ્થિતિ કે રસ તત્સમય બંધાતી સ્થિતિ કે બંધાતા રસ પ્રમાણ થાય છે, પણ બંધાતી સ્થિતિ કે બંધાતા રસથી સત્તાગત સ્થિતિ કે રસ વધે નહિ.
સત્તાગત સ્થિતિથી બંધાતી સ્થિતિ ઓછી હોય ત્યારે બંધાતી સ્થિતિની અબાધા પ્રમાણ સત્તાગત સ્થિતિ છોડી ઉપરના સ્થાનકના દલિકને તેના ઉપરના સમયથી આવલિકા છોડી બંધાતી સ્થિતિના છેલ્લા સ્થિતિસ્થાન સુધીના કોઈ પણ સ્થાન સાથે ભોગવાય તેમ કરે છે. જેમ કે–દશ કોડાકોડી પ્રમાણ સ્થિતિની સત્તા છે, બંધ કોડાકોડીનો થાય છે. તે સમયે પાંચસો વરસ પ્રમાણ સત્તાગત સ્થિતિ છોડી તેની ઉપરના સ્થાનગત દલિકને તેની ઉપરથી એક આવલિકા છોડી સમયાધિક એક આવલિકા અને પાંચસો વરસ જૂન પાંચ કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થાનકમાંના કોઈ પણ સ્થાનક સાથે ભોગવાય તેમ કરે છે. તેનાથી વધે નહિ કેમ કે બંધ અધિક નથી. સ્થિતિની ઉદ્વર્તનાનો જે ક્રમ છે તે રસની ઉદ્વર્તનાનો પણ છે.
સત્તાગત સ્થિતિથી અધિક સ્થિતિનો બંધ થાય ત્યારે ઉદ્વર્તનાનો ક્રમ ટીકાનુવાદથી જાણી લેવો.
સત્તાગત છેલ્લી સ્થિતિની કે ઉપાજ્યાદિ સ્થિતિઓની ઉદ્વર્તના ક્યારે થાય તે ટીકાના ભાષાંતરમાંથી જોઈ લેવું.
અહીં ઉદ્વર્યમાન સ્થિતિ અને નિક્ષેપ એ બે નામ આવે છે તેમાં ઉદ્વર્યમાન સ્થિતિ તેને કહેવામાં આવે છે કે જે સ્થિતિ-સ્થિતિસ્થાનકનાં દલિકોને ઉપરનાં સ્થાનકોમાં નાખવાનાં હોય નિલેપ સ્થિતિ તેને કહેવામાં આવે છે કે, ઉદ્વર્તમાન સ્થિતિસ્થાનકનાં દલિકો જેમાં નાખે છે—જેની સાથે ભોગવવા યોગ્ય કરે છે.