________________
સંક્રમણકરણ સારસંગ્રહ
૪૧૧
સમય પ્રમાણ જ થતો હોવાથી સાદિ અને અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાયના કાળમાં જ્યારે સંક્રમ હોય છે, ત્યારે અજઘન્ય હોય છે, અને ચારિત્ર મોહનીય સિવાય એકસો પાંચ ધ્રુવસત્તા પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિસંક્રમ યથાસંભવ બારમે અને તેરમે ગુણઠાણે થાય છે, અને ત્યાંથી પડવાનો અભાવ હોવાથી જઘન્ય સ્થિતિસંક્રમની સાદિ થતી નથી, પરંતુ અભવ્યોને અનાદિકાળથી હોય છે માટે અનાદિ, અને તેઓને કોઈકાળે આનો અંત થતો ન હોવાથી ધ્રુવ અને ભવ્યોને આગળ અંત થતો હોવાથી અધુવ એમ ત્રણ પ્રકારે છે. ક્ષાયિક સમ્યક્તી અગિયારમા ગુણઠાણાથી પડે ત્યારે ચારિત્ર મોહનીયની પચીસ પ્રકૃતિઓના અજઘન્ય સ્થિતિસંક્રમની યથાસંભવ સાદિ થાય છે, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલા જીવોને અનાદિ, અભવ્યોને હંમેશાં હોવાથી ધ્રુવ અને ભવ્યોને કાલાંતરે વિચ્છેદ થતો હોવાથી અધુવ...એમ ચાર પ્રકારે હોય છે. વળી સંજ્ઞી પંચેન્દ્રિય દરેક પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ અને ત્યારબાદ અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અમુક-અમુક ટાઈમે થતો હોવાથી આ બન્ને સંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
અધુવ સત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તા જ અધુવ હોવાથી તે પ્રકૃતિઓના જઘન્યાદિ ચારે સંક્રમ સાદિ-અધુવ એમ બે પ્રકારે જ હોય છે.
અનુભાગ સંક્રમ અહીં ભેદ, વિશેષ લક્ષણ, સ્પષ્ડકપ્રરૂપણા, ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પ્રમાણ, જઘન્ય અનુભાગ સંક્રમપ્રમાણ, સ્વામી અને સાઘાદિ એ સાત દ્વારો છે.
(૧) ભેદ–મૂળ અને ઉત્તર પ્રવૃતિઓ આશ્રયી અનુભાગ સંક્રમ બે પ્રકારે છે, પુનઃ મૂળ પ્રકૃતિ અનુભાગ સંક્રમ જ્ઞાનાવરણીય વગેરે આઠ પ્રકારે અને ઉત્તર પ્રકૃતિ અનુભાગ સંક્રમ મતિજ્ઞાનાવરણીય વગેરે એકસો અઠ્ઠાવન પ્રકારે છે.
(૨) વિશેષ લક્ષણ–વિવક્ષિત પ્રકૃતિના દલિકમાં રહેલ રસ ઓછો થવો તે અપવર્તના, રસ વધવો તે ઉદ્વર્તના તેમજ પતઘ્રહ પ્રકૃતિના દલિકોનાં રસરૂપે પરિણમવો તે અન્ય પ્રકૃતિ નયનરૂપ અનુભાગ સંક્રમ છે.
અહીં મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી ઉદ્વર્તન અને અપવર્તના એ બે પ્રકારે અને ઉત્તર પ્રવૃતિઓમાં ત્રણ પ્રકારે અનુભાગ સંક્રમ પ્રવર્તે છે.
(૩) સ્પદ્ધક પ્રરૂપણા–બંધ શતકમાં બતાવ્યા મુજબ બંધ આશ્રયી મતિજ્ઞાનાવરણીય વગેરે ચાર જ્ઞાનાવરણીય, ચક્ષુર્દર્શનાદિ ત્રણ દર્શનાવરણીય, પુરુષવેદ, ચાર સંજવલન અને પાંચ અંતરાય એ સત્તર પ્રવૃતિઓનો સ્થાન સંજ્ઞા આશ્રયી એકસ્થાનિક વગેરે ચારે પ્રકારનો રસ હોય છે અને શેષ એકસો ત્રણ પ્રકૃતિનો ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક એમ ત્રણ પ્રકારનો રસ હોય છે અને ઘાતપણાને આશ્રયી સર્વઘાતી પ્રકૃતિઓનો રસ સર્વઘાતી, દેશઘાતી પ્રકૃતિઓનો ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક સર્વઘાતી, ક્રિસ્થાનિક રસમાં કેટલાક સ્પદ્ધકો દેશઘાતી અને કેટલાક સર્વઘાતી એમ મિશ્ર, અને એક સ્થાનિક રસ સ્પદ્ધકો દેશઘાતી હોય છે. સમ્યક્ત