________________
૪૧૦
પંચસંગ્રહ-૨ અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા સહિત બે આવલિકા ન્યૂન જઘન્ય સ્થિતિસંક્રમ પ્રમાણ સ્થિતિ હોય છે. તેમજ તથાસ્વભાવે જ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ સ્થિતિસત્તા શેષ હોય ત્યારે જ નિદ્રાદ્ધિકની ઉપરની સમય પ્રમાણ સ્થિતિનો સંક્રમ થતો હોવાથી નિદ્રાદ્ધિકની સ્થિતિ આવલિકાના અસંખ્યાતમા ભાગ સહિત બે આવલિકા પ્રમાણ હોય છે.
(૭) સાદ્યાદિ-મૂળ પ્રકૃતિઓનો પરસ્પર સંક્રમ ન હોવાથી અપવર્તના સંક્રમ આશ્રયી ભંગનો વિચાર કરવામાં આવે છે.
મોહનીયનો અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ-અધુવ એમ બે પ્રકારે હોવાથી દશ, અને શેષ સાત કર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે તથા જઘન્યાદિ ત્રણ સ્થિતિસંક્રમો સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે હોવાથી નવ-નવ એમ મૂળકર્મના સ્થિતિસંક્રમ આશ્રયી ૭૩ ભાંગા થાય છે.
ત્યાં મોહનીયનો કર્મનો જઘન્ય સ્થિતિસંક્રમ ક્ષેપક શ્રેણિમાં દશમા ગુણઠાણે સમયાધિક આવલિકા બાકી રહે ત્યારે એક જ સમય થતો હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે, તે સિવાય સર્વ કાળે અજઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. અને તે ક્ષાયિક સમ્યક્વીને ઉપશમ શ્રેણિમાં અગિયારમા ગુણઠાણે હોતો નથી. ત્યાંથી પડતાં દશમાં ગુણઠાણે થાય છે, માટે સાદિ, અને જઘન્ય સ્થિતિસંક્રમના સ્થાનને તેમજ અગિયારમા ગુણસ્થાનકને નહીં પામેલ જીવો આશ્રયી અનાદિ, અભવ્યોને ધ્રુવ અને ભવ્યોને અધ્રુવ હોવાથી અજઘન્ય સ્થિતિસંક્રમ ચાર પ્રકારે હોય છે.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય તેમજ અંતરાય એ ત્રણનો જઘન્ય સ્થિતિસંક્રમ બારમાં ગુણઠાણે સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે, તેમજ ચાર અઘાતી કર્મોનો તેરમા ગુણઠાણાના અંતે સમય માત્ર થતો હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે. તે સિવાય અન્ય અજઘન્ય સ્થિતિસંક્રમ છે. તે અભવ્યોને અનાદિ-ધ્રુવ તેમજ ભવ્યોનો અંત થશે માટે અવ, એમ અજઘન્ય સ્થિતિસંક્રમ ત્રણ પ્રકારે છે.
આઠે કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરી આવલિકા પછી ઉત્કૃષ્ટ સ્થિતિસંક્રમ, અને શેષ કાળે અનુત્કૃષ્ટ સ્થિતિસંક્રમ કરે છે. ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય જીવો અમુક ટાઈમે જ કરે છે. માટે આ બન્ને સંક્રમો વારાફરતી થતા હોવાથી સાદિ-અધ્રુવ એમ બે પ્રકારે છે.
ચારિત્ર મોહનીયની પચીસ પ્રવૃતિઓ વિના શેષ ધ્રુવસત્તાવાળી એકસો પાંચ પ્રકૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાદિ વિના ત્રણ પ્રકારે અને જઘન્ય, ઉત્કૃષ્ટ તથા અનુત્કૃષ્ટ એ બે-બે પ્રકારે હોવાથી એક-એકના નવ-નવ માટે ૯૪૫, ચારિત્ર મોહનીયની પચીસ પ્રવૃતિઓનો અજઘન્ય સ્થિતિસંક્રમ સાઘાદિ ચાર પ્રકારે અને શેષ ત્રણ સંક્રમ સાદિ-અધુવ એમ બે પ્રકારે હોવાથી એક-એકના દશ-દશ, એમ ૨૫૦, અને અધ્રુવ સત્તાવાળી અઠ્ઠાવીસ પ્રકૃતિઓની સત્તા જ અધ્રુવ હોવાથી જઘન્યાદિ ચારે સંક્રમો સાદિ-અધુવ, એમ બે-બે પ્રકારે હોવાથી એક-એકના આઠ-આઠ એમ ૨૨૪, આ પ્રમાણે સર્વે મળી ઉત્તર પ્રવૃતિઓના સ્થિતિસંક્રમ આશ્રયી કુલ ૧૪૧૯ ભાંગા થાય છે.
આ દરેક પ્રકૃતિઓનો પોત-પોતાના ક્ષય વખતે સંક્રમને અંતે જઘન્ય સ્થિતિસંક્રમ એક