________________
પંચસંગ્રહ-૨
મોહનીયનો રસ એકસ્થાનિક તેમજ જઘન્ય દ્વિસ્થાનિક અને દેશઘાતી હોય છે, મિશ્રમોહનીયનો રસ મધ્યમ દ્વિસ્થાનિક અને સર્વઘાતી હોય છે, અને અઘાતી પ્રકૃતિઓનો રસ અઘાતી હોવા છતાં સર્વઘાતી પ્રકૃતિઓના રસ સ્પર્ધ્વકો સાથે ઉદયમાં આવે ત્યારે સર્વઘાતી પ્રકૃતિઓની સમાન ફળ બતાવે છે માટે સર્વઘાતી પ્રતિભાગા કહેવાય છે.
૪૧૨
(૪) ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ પ્રમાણ—સત્તામાં રહેલ પ્રકૃતિઓનો વધારેમાં વધારે જેટલો રસ સંક્રમે તે ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ અને ઓછામાં ઓછો જેટલો ૨સ સંક્રમે તે જઘન્ય અનુભાગ સંક્રમ કહેવાય છે.
ત્યાં સમ્યક્ત્વ મોહનીયનો જઘન્ય દ્વિસ્થાનિક રસ સંક્રમ છે ત્યારે સ્થાન આશ્રયી દ્વિસ્થાનિક અને ઘાતી આશ્રયી દેશઘાતી એ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ છે. મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય, આતપ અને મિશ્રમોહનીયનો જ્યારે સર્વોત્કૃષ્ટ દ્વિસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે સ્થાન આશ્રયી દ્વિસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ થાય છે. અહીં મનુષ્ય-તિર્યંચાયુ અને આતપનો ત્રિસ્થાનિક તથા ચતુઃસ્થાનિક રસ સત્તામાં હોવા છતાં તથાસ્વભાવે જ તેનો ઉદ્ધૃત્તના-અપવત્તના તેમજ અન્ય પ્રકૃતિ નયનરૂપ સંક્રમ થતો નથી માટે જ ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ દ્વિસ્થાનિક બતાવેલ છે. શેષ સર્વે પ્રકૃતિઓનો જ્યારે સર્વોત્કૃષ્ટ ચતુઃસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે સ્થાન આશ્રયી ચતુઃસ્થાનિક અને ઘાતી આશ્રયી સર્વઘાતી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ થાય છે.
(૫) જઘન્ય અનુભાગ સંક્રમ પ્રમાણ—સમ્યક્ત્વ મોહનીય, પુરુષવેદ, સંજ્વલન ચતુષ્ક એ છ પ્રકૃતિઓનો જઘન્ય અનુભાગ સંક્રમ સ્થાન આશ્રયી એકસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી દેશઘાતી છે, અર્થાત્ આ છ પ્રકૃતિઓનો જ્યારે જઘન્ય એકસ્થાનિક રસ સંક્રમે છે ત્યારે જઘન્ય અનુભાગ સંક્રમ કહેવાય છે અને શેષ સર્વે પ્રકૃતિઓનો સ્થાન આશ્રયી દ્વિસ્થાનિક અને ઘાતીપણાને આશ્રયી સર્વઘાતી જઘન્ય અનુભાગ સંક્રમે છે અર્થાત્ આ સઘળી પ્રકૃતિઓનો જ્યારે જઘન્ય દ્વિસ્થાનિક રસનો સંક્રમ થાય ત્યારે જધન્ય અનુભાગ સંક્રમ કહેવાય છે.
જો કે મતિજ્ઞાનાવરણીય વગેરે સાત-દેશઘાતી આવરણો અને પાંચ અંતરાય એ બાર પ્રકૃતિઓનો બંધ આશ્રયી એક સ્થાનિક રસ બતાવેલ છે, પરંતુ તે પ્રકૃતિઓના જઘન્ય અનુભાગ સંક્રમ વખતે પૂર્વબદ્ધ સત્તામાં રહેલ દ્વિસ્થાનિક રસ સ્પર્ધ્વકોનો પણ સંક્રમ થાય છે, માટે જઘન્યથી પણ દ્વિસ્થાનિક અનુભાગ સંક્રમ થાય છે પરંતુ એક સ્થાનિક નહીં.
(૬) સ્વામિત્વ—સ્વામીનો વિચાર કરતાં પહેલાં નીચેના નિયમો ખાસ ધ્યાનમાં રાખવાથી સ્વામી સહેલાઈથી સમજી શકશે.
(૧) સઘળી અશુભ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ અનુભાગ બંધ અતિ સંક્લિષ્ટ મિથ્યાર્દષ્ટિ આત્માઓ કરે છે. અને કર્યા પછી એક આવલિકા બાદ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ કરે છે, પછી વિશુદ્ધ પરિણામ આવવાથી તેના રસનો ઘાત કરે છે, માટે મિથ્યાત્વી હોવા છતાં અંતર્મુહૂર્ત પછી ઉત્કૃષ્ટ અનુભાગ સંક્રમ થતો નથી.
(૨) સંશી પંચેન્દ્રિયો ઉત્કૃષ્ટ રસબંધ કરવા છતાં તેઓ કાળ કરી સૂક્ષ્મ અપર્યાપ્ત