________________
બંધનકરણ
सेढि असंखियभागं गंतुं गंतुं हवंति दुगुणाई । फड्डाई ठाणेसु पलियासंखंसगुणकारा ॥९॥
श्रेण्यसंख्येयभागं गत्वा गत्वा भवन्ति द्विगुणानि ।
स्पर्द्धकानि स्थानेषु पल्यासंख्यांशगुणकाराः ॥९॥ અર્થ–શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ યોગસ્થાનકો જઈને પછીના યોગસ્થાનકમાં બમણા સ્પદ્ધકો થાય છે. પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનકો છે.
ટીકાનુ–યોગસ્થાનકોમાં પહેલા યોગસ્થાનકથી આરંભી સૂચિશ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં તેટલાં યોગસ્થાનકો ઓળંગી ઓળંગીને પછી પછીનું જે યોગસ્થાન આવે તેની તેની અંદર પૂર્વ પૂર્વ યોગસ્થાનની અપેક્ષાએ બમણા બમણા સ્પદ્ધકો થાય છે. જેમ કે પહેલા જઘન્ય યોગસ્થાનકમાં જેટલા સ્પદ્ધકો છે તેની અપેક્ષાએ શ્રેણિના અસંખ્યાતમાં ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ યોગસ્થાનકો ઓળંગીને પછી જે યોગસ્થાન પ્રાપ્ત થાય તેમાં બમણા સ્પદ્ધકો હોય છે. ત્યારપછી ફરી પણ તે યોગસ્થાનકથી તેટલાં જ યોગસ્થાનકો ઓળંગીને પછી જે યોગસ્થાન પ્રાપ્ત થાય તેમાં બમણા સ્પદ્ધકો હોય છે. એ પ્રમાણે ફરી ફરી તેટલાં તેટલાં યોગસ્થાનકો ઓળંગીને પછી પછીના યોગસ્થાનમાં બમણા બમણા સ્પદ્ધકો અંતિમ સર્વોત્કૃષ્ટ યોગસ્થાન પર્વત કહેવા. આ પ્રમાણે પૂર્વ પૂર્વ યોગસ્થાનની અપેક્ષાએ બમણા બમણા સ્પદ્ધકોવાળાં યોગસ્થાનકો સૂમ અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમયો હોય તેટલા થાય છે.
પહેલેથી છેલ્લે જતાં જેટલાં દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનકો થાય છે તેટલાં જ છેલ્લેથી પહેલે જતાં દ્વિગુણહાનિનાં સ્થાનકો થાય છે. તે આ પ્રમાણે–ઉત્કૃષ્ટ છેલ્લા યોગસ્થાનકની અપેક્ષાએ નીચે ઊતરતાં શ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશપ્રમાણ સ્પદ્ધકો ઓળંગીને પછી જે યોગસ્થાનક આવે તેની અંદર દ્વિગુણહીન–અર્ધસ્પદ્ધકો હોય છે. વળી ત્યાંથી તેટલાં જ યોગસ્થાનકો નીચે ઊતરીએ અને પછી જે યોગસ્થાન આવે તેમાં પૂર્વની અપેક્ષાએ અધ સ્પર્તકો હોય છે. આ પ્રમાણે નીચે નીચે તેટલાં તેટલાં યોગસ્થાનકો ઓળંગીને પછી પછી જે યોગસ્થાન આવે તેમાં અર્ધ અર્ધ સ્પર્તકો જઘન્ય યોગસ્થાનક પર્યત કહેવા. આ રીતે જેટલાં દ્વિગુણવૃદ્ધિવાળાં સ્થાનકો છે તેટલાં જ દ્વિગુણહાનિવાળાં સ્થાનકો પણ છે. સ્વસ્થાને બંને તુલ્ય છે.
હવે દ્વિગુણવૃદ્ધિ કે દ્વિગુણહાનિવાળાં યોગસ્થાનકોનું તથા એક દ્વિગુણવૃદ્ધ અને બીજા દ્વિગુણવૃદ્ધ એ બે યોગસ્થાનકની વચમાં રહેલાં યોગસ્થાનકોનું અલ્પબદુત્વ કહે છે–દ્વિગુણવૃદ્ધ કે દ્વિગુણહીન સ્પર્ધ્વકવાળાં યોગસ્થાનકો અલ્પ છે, તેનાથી એક આંતરામાં રહેલાં યોગસ્થાનકો અસંખ્યાતગુણાં છે. આ પ્રમાણે પરંપરોપનિધાનું સ્વરૂપ કહ્યું. ૯ હવે યોગસ્થાનની વૃદ્ધિનો વિચાર કરે છે–
वडंति व हायंति व चउहा जीवस्स जोगठाणाई । आवलिअसंखभागंतमुहत्तमसंखगुणहाणी ॥१०॥